Last Update : 23-May-2012,Wednesday

 
દિલ્હીની વાત
 

કોંગ્રેસને મુંઝવતા બે પ્રશ્નો
નવી દિલ્હી, તા. ૨૨
આઠ વર્ષ યુપીએ સરકારે પુરા કર્યા હોવા છતાં કોંગ્રેસના સિનિયર નેતાઓને બે પ્રશ્ન મુંઝવી રહ્યા છે. તેમની બીજી ટર્મના ત્રણ વર્ષ ખરાબ રીતે પસાર થાય છે. જેવો પ્રશ્નો મુંઝાવે છે તેમાં લોકસભાની ચૂંટણીઓ વહેલી યોજવી કે કેમ ?? અને જો ૨૦૧૪માં નિયત સમયે ચૂંટણી યોજાય તો તેમના પક્ષનું ભાવિ કેવું હશ ? આ બંને પ્રશ્ને નેતાઓ મૌન છે. જો નીતિઓમાં ફેરફાર કરાય અને સાથી પક્ષો સાથે સંબંધો સુધારાય તો કોઈ ફેરફાર થાય કે કેમ તે અંગે પણ નેતાઓ મૌન છે. કોંગ્રેસના નેતાઓની ચિંતાનો વિષય મંદ જીડીપી ગ્રોથ પણ છે. જ્યારે ખાદ્ય જીડીપીના ૫૮.૯ ટકા જેટલી વધી ત્યારે આ મંદગ્રોથ ચિંતાજનક છે. સરકારે બળતણ ખાતર અને ખોરાક માટે વધુ સબસિડી આપવી પડશે. માત્ર આટલું જ નહીં પણ આર્થિક પરિવર્તનના અનેક પગલાં લેવા પડશે જેમાં ઈનસ્વોટન્સ સેક્ટરમાં એફડીઆઈ લીમીટ વધારવી અને પેન્શન ફંડ એન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઉભી કરાવાનો સમાવેશ થાય છે. જોકે હાલમાં આ બંને મુદ્દે કોઈ કામ થયું નથી. વૈશ્વિક સ્વરે ડામાડોળ આર્થિક સ્થિતિના કારણે નિકાસમાં પણ મંદી વર્તાય છે.
પ્રણવને પીએમ બનાવવા થતો લાભ
કોંગ્રેસના પ્રવક્તા રશીદ અલ્વી ભલે એમ કહેતા હોય કે વડાપ્રધાન પદે મનમોહનસિંહ ચાલુ રહેશે અને યોગ્ય સમયે રાહુલ ગાંધી સત્તાના સૂત્રો સંભાળશે. પરંતુ પક્ષના ઘણાં નેતાઓ માને છે કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં નાણા પ્રધાન પ્રણવ મુખરજીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તો પક્ષ તેમના નામના જોરે ઘણાં સારા પરિણામ મેળવી શખશે. હકીકતે તો આ મુદ્દો પક્ષના નેતા રેણુકા ચૌધરી ઉઠાવી ચૂક્યા છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી દાદાને વડાપ્રધાન તરીકે ટેકો આપે ખરા ?? દાદાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મમતા વિરોધ કરી ચૂક્યા છે.
મુખ્ય પક્ષોના ટ્રબલ-શૂટર
કોંગ્રેસના ટ્રબલ શૂટર તરીકે પ્રણવ મુખરજીને ઓળખવામાં આવે છે જ્યારે ભાજપના ટ્રબલ શૂટર તરીકે રાજ્યસભાના વિપક્ષના નેતા અરૃણ જેટલીનું નામ ઉપસી આવ્યું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાએ જ્યારે પક્ષોને મુઝવણમાં મુક્યો ત્યારે તેમને સમજાવનાર જેટલી હતા. યેદીયુરપ્પાને એમ કહેતા ટાકવામાં આવ્યા છે કે હું પક્ષ તોડવાનો હતો પરંતુ જેટલીની અપીલને સાંભળ્યા બાદ નિર્ણય બદલ્યો છે.
મોદી-વસુંધરાને જેટલીએ સમજાવ્યા
હવે જો ભાજપના અંદરના વર્તવોનું સાચું માનીએ તો પક્ષ પ્રમુખ ગડકરી અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો સુધારવામાં અરૃણ જેટલીનો મહત્વનો ફાળો છે. આ સૂત્રોના જણાવ્યા અનુસાર ગડકરીએ સંજય જોશીને પુનઃ પ્રવેશ આપ્યાના મુદ્દે મોદી ગુસ્સે ભરાયા હતા અને મુંબઈ ખાતેના અધિવેશનમાં જવાની ના પાડી દીધી હતી. જોકે અંતે મોદી અધિવેશનમાં ભાગ લેવા માની ગયા હતા જેની ક્રેડીટ અરૃણ જેટલીને મળે છે. આ માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યસભામાં જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજ એ બળવો કાર્યો ત્યારે જેટલીએ સમાધાન કરાવ્યું હતું. અરૃણ જેટલી અરૃણ જેટલી સાથી પદો સાથે પણ સારા સંબંધો રાખે છે.
-ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved