Last Update : 23-May-2012,Wednesday

 

ક્લાસમાં કિશોરીઓની બિભત્સ ક્લીંપિંગ ઉતારાતી

-બ્લ્યૂ ફિલ્મ સી.ડી. પેઇન ડ્રાઇવ મળ્યા

 

-સેલવાસમાં કોચીંગ કલાસમાંથી તથા સંચાલકના ઘરેથી બોગસ માર્કશીટો પણ મળી આવી

 

-બલસારા કોચીંગ કલાસમાં તથા સંચાલક શબ્બીર બલસારાના ઘરે બાતમી આધારે પોલીસે છાપો મારતા બોગસ માર્કશીટ પણ મળી આવી

 

વાપી, મંગળવાર

 

સંઘપ્રદેશ સેલવાસમાં શિક્ષણ આપવાના નામે ચાલતા એક ટયુશન કલાસમાંથી બોગસ માર્કશીટ, તરૃણીના યૌન શોષણના બિભત્સ ક્લિપીંગ, બ્લ્યુ ફિલ્મની સીડી સહિત અનેક વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી છે. સેલવાસ પોલીસે બાતમીના આધારે ટયુશન કલાસ અને સંચાલકના ઘરે મારેલા છાપા દરમિયાન સતત આઠ કલાક સુધી હાથ ધરેલા ઓપરેશનમાં ટયુશન સંચાલકની કરતૂતો બહાર આવતા પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી. ટયુશન કલાસના સંચાલકની પોલીસે અટક કરી છે પરંતુ આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના કીલવણી નાકા વિસ્તારમાં આવેલા પાર્થ કોમ્પલેકસમાં શબ્બીર બલસારા નામનો શખ્સ બલસારા કોચીંગ કલાસ ચલાવે છે. આ કોચીંગ કલાસમાં ધો. ૧૦ અને ધો. ૧૨ના અનેક વિદ્યાર્થીઓ આવે છે. આજે સેલવાસ પોલીસના ઉચ્ચ અધિકારી સહિતના પોલીસ કાફલાએ બલસારા કોચીંગ કલાસમાં ગુપ્તરાહે મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો. છાપા દરમિયાન હાથ ધરાયેલી કામગીરીમાં શિક્ષણ નામે ચાલતા આ કલાસમાંથી એક પછથી એક અનેક ધૃણાસ્પદ વિગતો બહાર આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસે સતત આઠ કલાક સુધી હાથ ધરેલા ઓપરેશનમાં કોચીંગ કલાસમાંથી અને શબ્બીર બલસારાના ઘરેથી વિવિધ ડિગ્રીઓની બોગસ માર્કશીટ, તરૃણીના યૌન શોષણની ક્લિપીંગ તેમજ બ્લ્યુ ફિલ્મની સીડીનો જથ્થો મળી આવ્યો હતો. સાથે સાથે ટયુશન કલાસમાંથી અત્યાધુનિક ઇલેકટ્રોનીક ઉપકરણો જેવા કે લેપટોપ, કોમ્પ્યુટર, પેનડ્રાઇવ, કેમેરો અને માઇક રેકોર્ડર સહિતની અનેક વસ્તુઓ પોલીસને હાથ લાગી છે. પોલીસના ઓપરેશન બાદ મુદ્દામાલ જપ્ત કરી ટયુશન કલાસીસના સંચાલક શબ્બીર બલસારાની પોલીસે અટક કરી છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજી સુધી પોલીસે કરી નથી.

 

આ ઘટનાની જાણ વાયુવેગે સેલવાસ પંથકમાં પ્રસરી જતાં આ કલાસ જતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved