Last Update : 23-May-2012,Wednesday

 

પ્રદુષણ ફેલાવવામાં ભારતદેશમાં વાપી NO-1

-પ્રદુષણની માત્રા 90.75આંક પર પહોંચી

 

-ફરી ક્રિટીકલ પોલ્યુટેડની યાદીમાં મુકાય એવી શક્યતા

 

૨૦૦૯માં પ્રદુષણની માત્રા ૮૮.૦૯ આંક નોંધાઇ હતી ત્યારે વાપી ક્રિટીકલ પોલ્યુટેડ શહેરની યાદીમાં મુકાયું હતું
જોકે,એક્શન પ્લાનની મુદ્દત સપ્ટેમ્બર માસમાં પુરી થશે

 

વાપી, બુધવાર

 

ક્રિટિકલી પોલ્યુટેડ શ્રેણીની યાદીમાંથી બહાર નીકળ્યા બાદ વાપી શહેરમાં પ્રદુષણની માત્રાને કંટ્રોલ રાખવા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. જે મુજબ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(સીપીસીબી) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ ર્બોર્ડ (જીપીસીબી)એ નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની હતી. જોકે વર્ષ ૨૦૧૧માં તૈયાર કરાયેલા સીઈપીઆઈ (કોમ્પ્રીહેન્સીવ એનવાયરમેન્ટ પોલ્યુશન ઈન્ડેક્ષ) મુજબ દેશના ૪૩ ઔદ્યોગિક વસાહતોમાં વાપી શહેરમાં પ્રદુષણની માત્રા સૌથી વધુ આંકવામાં આવી છે. રિપોર્ટ મુજબ પ્રદુષણનો આંક ૯૦.૭૫ નોંધાયો છે. જ્યારે વર્ષ ૨૦૦૯માં આ આંકની માત્રા ૮૮.૦૯ હતો.

 

સન ૨૦૦૯માં સૌથી વધુ પ્રદુષણ ફેલાવતા ૨૪ શહેરોની યાદીમાં વાપી શહેરનો સમાવેશ થયા બાદ સફાળા જાગેલા વહીવટી તંત્રએ પ્રદુષણની માત્રામાં ઘટાડો લાવવા ત્રિમાસિક એક્શન પ્લાન તૈયાર કરી ઉદ્યોગો પાસે અમલ કરાવવાની શરૃઆત કરી હતી. ત્રિમાસિક એક્શન પ્લાનને કારણે ઓક્ટોબર ૨૦૧૦માં વાપી શહેરની ક્રિટિકલ પોલ્યુટેડ શ્રેણીની યાદીમાંથી બાદબાકી થવા પામી હતી. જોકે (સીપીસીબી અને જીપીસીબીએ સંયુક્ત રીતે સન ૨૦૧૧માં તૈયાર કરેલા સીઈપીઆઈ (કોમ્પ્રીહેન્સીવ એનવાયરમેન્ટ પોલ્યુશન ઈન્ડેક્ષ) મુજબ દેશના ૪૩ ઔદ્યોગિક વસાહતો પૈકી વાપી શહેરમાં પ્રદુષણની સૌથી વધુ માત્રા માપવામાં આવી છે.

 

સીઈપીઆઈના રિપોર્ટ મુજબ વાપીમાં પ્રદુષણના મામલે ૧૦૦માંથી ૯૦.૭૫ આંક નોંધાયો છે. આ અગાઉ વર્ષ ૨૦૦૯માં આ આંકની માત્રા ૮૮.૦૯ હતી. વર્ષ ૨૦૦૯માં પાણી પ્રદુષણનો આંક ૭૪.૫૦ હતો જે આંક ૨૦૧૧માં ૭૯.૫૦ પર પહોંચ્યો છે. તો હવાઈ પ્રદુષણની માત્રા વર્ષ ૨૦૦૯માં ૭૪ આંક હતી જે વર્ષ ૨૦૧૧માં ૭૬.૫૦ નોંધાઇ છે. ૧૨માંથી ૬ એકમોની પાંચ અલગ અલગ જગ્યાએ નિયત કરાયેલી હવાઈ પ્રદુષણની માત્રામાં વધારો જોવા મળ્યો છે. જોકે બીજીબાજુ વર્ષ ૨૦૦૯ના રિપોર્ટની સરખામણીએ ૨૦૧૧માં જમીનની ફળદ્રુપતા ઓછી થવાની માત્રામાં ઘટાડો નોંધાયો છે.

 

 

પરંતુ સીપીસીબીએ જાહેર કરેલા રિપોર્ટ મુજબ ભારતના સૌથી વધુ પ્રદુષિત શહેરોની યાદીમાં વાપીને અવ્વલ નંબરે મુકવામાં આવ્યું છે. સાથે એ પણ નોંધવાનું કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ ઔદ્યોગિક વસાહતનો પ્રદુષણનો આંક ૬૦ને વટાવી દે તે વસાહતનો ક્રિટિકલ પોલ્યુટેડની શ્રેણીમાં સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે એક્શન પ્લાન માટે આપેલી બે વર્ષની મુદત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યાં સુધી પ્રદુષણની માત્રામાં જો ઘટાડો નહીં નોંધાય તો વાપી શહેરને ક્રિટિકલી પોલ્યુટેડ શહેરોની યાદીમાં ફરીથી મુકાશે તેમાં કોઈ બેમત નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved