Last Update : 23-May-2012,Wednesday

 

વિવાદોથી ઘેરાયેલાં શાહરૃખ ખાનને ધૂમ્રપાન બદલ રાજસ્થાનની કોર્ટનું સમન્સ

જયપુરમાં ક્રિકેટ મેચ દરમિયાન સિગારેટ ફૂંકવા બદલ ફરિયાદ ઃ ૨૬મીએ હાજર રહેવા ફરમાન
(પીટીઆઈ) મુંબઈ,તા.૨૨
છેલ્લા કેટલાંક સમયથી વિવાદોથી ઘેરાયેલાં અભિનેતા શાહરૃખ ખાન સામે એક નવી કાનૂની મુશ્કેલી આવી છે. આઈ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન ખાને જયપુરના સ્ટેડિયમમાં સિગારેટ ફૂંકી હતી. એવા આક્ષેપ બદલ રાજસ્થાનની એક અદાલતે ખાનને સમન્સ પાઠવી ૨૬ એપ્રિલે હાજર થવાનું ફરમાન કર્યું છે. શાહરૃખ ખાન આઈ.પી.એલ.ની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો સહ માલીક છે.
જયપુરની એક સ્થાનિક ક્રિકેટ એકેડમીએ નોંધાવેલી આ સંબંધી ફરિયાદના આધારે ત્યાંની કોર્ટના એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એ.સી.જે.એમ.) શિલ્પા સમીરે શાહહરૃખને કોર્ટમાં હાજર થવાનું ફરમાન છોડયું છે.
શાહરૃખ ખાને મેચ દરમિયાન જાહેરમાં ધૂમ્રપાન કર્યું હતું, એવા આક્ષેપ સાથે જયપુર ક્રિકેટ એકેડેમીના પદાધિકારી આનંદ સિંહે ફરિયાદ નોંધાવી માગ કરી હતી કે, રાજસ્થાન પ્રોવ્હિબિશન ઓફ સ્મોકિંગ એક્ટ ૨૦૦૦ અંતર્ગત ખાન સામે કાર્યવાહી થવી જોઈએ.
વાંદરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે, ''આજે રાજસ્થાન પોલીસના બે કોન્સ્ટેબલ અહિં આવ્યાં હતાં. અમારા પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ તેમની સાથે ગયો હતો અને શાહરૃખના નિવાસસ્થાન મન્નત ખાતે જઈને સમન્સ પાઠવાયું હતું.''
જો કે, શાહરૃખ તે સમયે ઘરે નહોતો તેથી તેના અંગત મદદનીશને હાથોહાથ આ સમન્સ અપાયું હતું, એમ પોલીસે કહ્યું હતું.
અરજીકર્તા આનંદ સિંહની ફરિયાદ મુજબ, આઠ એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શાહરૃખ જાહેરમાં ધૂમ્રપાન કરતો દેખાયો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved