Last Update : 23-May-2012,Wednesday

 

રૃપિયામાં સતત ધોવાણ વચ્ચે નવું તળિયું દેખાયું
રૃપિયા સામે ડોલરનો ભાવ ઊછળતાં રૃ.૫૫.૪૭નો નવો રેકોર્ડ

ફોરવર્ડ ડોલર રૃ.૫૮ને આંબી ગયો ઃ રિઝર્વ બેંકના પગલાં અપૂરતા ડોલર સામે નબળાં પડવામાં વૈશ્વિક ચલણોમાં રૃપિયાનું સ્થાન ૧૦મું

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૨
મુંબઈ કરન્સી માર્કેટમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવોમાં ઐતિહાસિક તેજી આગળ વધતાં રૃપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. સામે ડોલરમાં નવી ટોચનો રેકોર્ડ થયો હતો. ડોલરના ભાવો રૃ.૫૫.૦૩ વાળા આજે એક તબક્કે ઘટીને રૃ.૫૪.૫૬ બોલાયા પછી ફરી સ્પ્રિંગની જેમ ઉછળી રૃ.૫૫.૪૭નો નવો રેકોર્ડ બનાવી છેલ્લે રૃ.૫૫.૩૯થી ૫૫.૪૦ રહ્યા હતા. દરિયાપારથી ડોલરનો ભંડોળ ઘટતાં તથા સામે ડોલરમાં ઓઈલ રિફાઈનરીઓની ખરીદી જળવાઈ રહેતાં ડોલરમાં તેજી આગળ વધી હતી. ડોલરના ભાવો વધુ ઉંચે જવાની આશાએ નિકાસકારો ડોલર હાલના ભાવોએ વેંચવાના બદલે ડોલર પકડીને બેઠા હોવાથી પણ તેજીને નવું કારણ મળ્યું હતું. ફોરવર્ડ બજારમાં આજે ડોલરના ભાવો ઉછળી જુલાઈ વાયદામાં રૃ.૫૬ની તથા નવેમ્બર વાયદામાં રૃ.૫૭ની સપાટી જ પાર કરી ગયા હતા જયારે માર્ચ-૨૦૧૩નો વાયદો વધી રૃ.૫૮ની સપાટીને પાર કરી ગયાના નિર્દેશો હતા. માર્ચથી ગણતાં અત્યાર સુધીમાં ડોલરના ભાવો આશરે ૧૨ ટકા વધી ગયા છે. ડોલરના ભાવો રોજેરોજ ઉછળતા રહેવા છતાં રિઝર્વ બેંક નિષ્ક્રિય રહેતાં બજારના સૂત્રોએ આશ્ચર્ય બતાવ્યું હતું. ડોલર વધતાં દેશમાં આયાત થતી બધી ચીજવસ્તુઓના ભાવો વધી જવાની ભીતિ ઊભી થઈ છે. ડોલરમાં આર્બીટ્રેજ ટ્રેડિંગ તથા બેંકો દ્વારા ફોરવર્ડ કોન્ફ્રેક્ટસ પર રિઝર્વ બેંકે અંકુશો મૂકવા છતાં ડોલરમાં અવિરત તેજી આગળ વધતાં બજારમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું. કેન્દ્રના નાણાં મંત્રાલય ડોલરના ભાવો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હવે કેન્દ્ર સરકાર દેશમાં ડોલરનો પુરવઠો વધારવા દૂરગામી પગલાં નહિ ભરશે તો ડોલરના ભાવો વધુ વધી રૃ.૫૮થી ૬૦ (સ્પોટમાં) થઈ જવાની શક્યતા બજારના નિરિક્ષકો બતાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે યુરોપમાં ગ્રીસ, ઈટલી, સ્પેનમાં આર્થિક સંકટ વધતાં યુરો નબળો પડયો છે સામે ડોલર વધ્યો છે. આના પગલે આજે વિશ્વ બજારમાં સોના તથા ચાંદીના ભાવો વધ્યા મથાળેથી તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો જે ઉંચામાં ૧૫૯૮થી ૧૫૯૯ ડોલર સુધી ગયા હતા તે તૂટી ૧૫૭૨થી ૧૫૭૩ થઈ છેલ્લે ૧૫૮૮થી ૧૫૮૮.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
રૃપિયો તૂટતાં આજે શેરબજારમાં પણ મંદી આવી હતી અન ે શેરબજારમાં વિદેશી ભંડોળ ઓછું આવશે તો ડોલરના ભાવો વધુ ઉછળશે એવી ગણતરી જાણકારો બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો મોડી સાંજે ફરી વધી આવતાં તથા ઘરઆંગણે ડોલર ઉછળતાં મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો વધી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૧૫૦, ૯૯.૯૦ના રૃ.૨૯૨૮૦ તથા ચાંદીના વધી રૃ.૫૫ હજારની સપાટી કૂદાવી છેલ્લે રૃ.૫૫૧૨૫થી ૫૫૧૫૦ બોલાતા હતા જયારે વિશ્વ બજારમાં છેેલ્લે ભાવો વધી સોનાના ૧૫૮૮.૫૦ ડોલર તથા ચાંદીના ૨૮.૭૪ ડોલર રહ્યાના સમાચારો હતા.
તેની કરન્ટ એકાઉન્ટ ખાધ વધવાને કારણે તેના ચલણમાં ઘસારો પહોંચ્યો છે.બ્રિકસ રાષ્ટ્રોમાં ભારતના અન્ય ભાગીદારો રશિયા અને ચીને પણ ૧ માર્ચ બાદ ડોલર સામે ઘસારો સહન કરવો પડયે છે. ફુગાવા અને રાજકોષિય ખાધે પણ રૃપિયાને વધુ નબળો પાડયો છે. આ ઉપરાંત અર્થતંત્રમાં વિશ્વાસનો અભાવ અને વિદેશી રોકાણ પર ટેકસેસનના મુદ્દે સરકારની નીતિ પણ થોૅડેઘણે અંશે જવાબદાર છે. એશિયાના દેશોમાં હોંગકોંગ ડોલર ૦.૧૨ ટકા, તાઈવાન ૦.૪૦ ટકા, સિંગાપુર ડોલર ૧.૭૬ ટકા તૂટયા છે.

 

રિઝર્વ બેંક રૃા. ૧૨૦૦૦ કરોડની ગવર્નમેન્ટ સિક્યુરીટી ખરીદશે
(પીટીઆઈ) મુંબઈ, તા. ૨૨
રીઝર્વ બેંક ચાલુ સપ્તાહે સરકારી સિક્યુરીટી ખરીદીને રૃા. ૧૨૦૦૦ કરોડ બજારમાં મુક્ત કરશે. તાજેતરની પ્રવાહીતાની સ્થિતિને લક્ષ્યમાં લઈ રીઝર્વ બેન્કે તેની નાણાકીય નીતિને વળગી હેતા ૨૫ મી મે ના રોજ રૃપિયા ૧૨૦૦૦ કરોડની ગવર્નમેન્ટ સિક્યુરીટી ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આ સીક્યુરીટી ૨૦૨૦માં પાકતી ૮.૧૯ ટકા વ્યાજ દરની, ૨૦૨૪માં પાકતી ૯.૧૫ ટકા વ્યાજદરની, ૨૦૨૭માં પાકતી ૮.૨૬ ટકા વ્યાજદરની અને ૨૦૩૦માં પાકતી ૮.૯૭ ટકા વ્યાજદરની હશે. રીઝર્વ બેન્કે ગયા સપ્તાહે ઓએમઓ રૃપિયા ૧૧૧૨૮ કરોડ બજારમાં ઠાલવ્યા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved