Last Update : 23-May-2012,Wednesday

 
ડીસામાં ધોળા દિવસે રૃા. ૧.૧૧લાખની સનસનાટીભરી લૂંટથી ચકચાર

આંગડિયા પેઢી અને પેટ્રોલ પંપના કેશિયરની આંખમાં મરચાની ભૂકી નાંખી અજાણ્યા લૂંટારા રોકડ, મોબાઇલ અને બાઇક લઇને ફરાર

ડીસા,તા.૨૨
ડીસા શહેરી વિસ્તારમાં આવેલ સ્પોર્ટસ કલબ પાસે રીક્ષામાં સવાર આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી બે અજાણ્યા મોટર સાયકલ સવારોએ તેની પાસેની થેલી આંચકીલીધી હતી. આ થેલામાં આંગડીયા પેઢીના લાખોના હીરા હતા ધોળે દિવસે બનેલા આ બનાવના તુરંત બાદ ડીસાની આદર્શ સ્કુલ પાસે પેટ્રોલ પંપની ૧ લાખ ૧૧ હજારની રોકડ રકમ લઈ ેબેંકમાં ભરવા જતા કેશીયરને કેટલાક અજાણ્યા ઈસમોએ ઉભો રાખ્યો હતો અને કેશીયરની આંખમાં મરચાની ભુક્કી નાંખી તેની પાસેની બેંકમાં ભરવાની રકમ રૃપીયા ૧ લાખ ૧૧ હજાર તેમજ કેશીયરનો મોબાઈલ તથા મોટર સાયકલની ચીલ ઝડપ કરી આ અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ સનસનીખેજ લૂંટના બનાવની વિગતો જોઈએ તો ડીસામાં રિસાલા મંદિર પાસે આવેલા જયંતિભાઈ સોમાભાઈ પટેલની આંગડીયા પેઢીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા કાન્તીભાઈ પોપટભાઈ મોદી સવારે આશરે ૧૧ વાગ્યે આસપાસ પેઢીમાં આવ્યા હતા અને આંગડીયા પેઢીમાંથી નિત્યક્રમ મુજબ તે અને એક અન્ય આંગડીયા કર્મચારી રીક્ષામાં બેસી ગાયત્રી મંદિર જવા રવાના થયા હતા. ગાયત્રી મંદિર તેઓ બસ મારફતે આંગડીયા પેઢીના ગ્રાહકોના હીરાના પડીકાની ડીલીવરી થરાદ ખાતે આપવા જતા હતા જો કે તેઓની ઓટો રીક્ષા સ્પોર્ટસ કલબ પાસે આવતા અચાનક જ પાછળથી મોટર સાયકલ પર સવાર બે ઈસમો ધસી આવ્યા હતા અને ચાલુ રીક્ષાએ કાન્તીભાઈ મોદીના હાથમાંથી આંગડીયા પેઢીના માલ સામાન વાળો થેલો ઝૂંટવી લીધો હતો. આ થેલામાં થરાદ ખાતેના ગ્રાહકને આપવાના લાખ્ખોના હીરાના પડીકા હતા લુંટકરી મોટર સાયકલ પર સવાર બંને ઈસમો મોટર સાયકલ પર ભાગી છૂટયા હતા. જેનો પીછો કરતા તે ના મળી આવતા આ મામલાની આંગડીયા પેઢીના કર્મચારી કાંન્તીભાઈ મોદીએ શહેર પોલીસને જાણ કરી હતી. જેથી ચોકી ઉઠેલી શહેર પોલીસે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી લૂંટારાઓની તપાસ હાથ ધરી હતી અને આ મામલે ડીસા સીટી ફસ્ટ ગુના રજી. નં. ૯૭/૨૦૧૨ આઈ.પી.સી. ક. ૩૯૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આંગડીયા પેઢીના કર્મચારીની થયેલી લૂંટનો માલ જે તે ગ્રાહકોનો હોઈ કુલ કેટલી લૂંટ થયેલ છે તે ગ્રાહકોના નિવેદન બાદ જ ચોક્કસ આંકડો મળશે પરંતુ એક અંદાજ મુજબ આંગડીયા કર્મચારીની આ લુંટ અંદાજીત પાંચ લાખથી વધુની હોઈ શકે તેવું આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યુહ તુ. જો કે તેવા જ સમયે ડીસાની આદર્શ સ્કુલ પાસે સરકારી વિશ્રામ ગૃહ નજીક એક અન્ય ચીલઝડપ બનાવ બનવા પામ્યો હતો. જેમાં જૂના ડીસા ગામ પાસે આવેલ ફીલ એન્ડ ફલાપ એનર્જી સેન્ટર નામ પેટ્રોલ પંપના કેશીયરની ચીલ ઝડપ થઈ હતી. જેમાં પેટ્રોલ પંપ કેશીયર માનસીંગભાઈ ઠાકોર પેટ્રોલ પંપની આવક રૃા. એક લાખ અગીયાર હજાર એકસો સીત્તેર લઈ બેંક ઓફ બરોડામાં જમા કરાવવા જતો હતો મોટર સાયકલ પર સવાર આ પેટ્રોલ પંપ કેશીયર આદર્શ સ્કુલથી પીપાજી નગરવાળા રસ્તા થઈ બેંક ઓફ બરોડા જતો હતો ત્યારે આદર્શ સ્કુલની પાસે વિશ્રામ ગૃહ નજીક અજાણ્યા ત્રણ ચાર ઈસમોએ તેની મોટર સાયકલ અટકાવી હતી જો કે કેશીયર કઈ સમજે તે પહેલા આ અજાણ્યા ઈસમોએ મરચાની ભુકી નાંખી હતી અને તે બાદ કેશીયરનો મોબાઈલ તેમજ મોટર સાયકલ અને તેની પાસેના એક લાખ અગીયાર હજાર જેટલી રકમની ચીલ ઝડપ ચલાવી આ અજાણ્યા લુટારાઓ ફરાર થઈ ગયા હતા. તે બાદ આ ઘટનાની કેશીયરલ માનસીંગ ઠાકોરે શહેર પોલીસને જાણ કરતા આ બીજા ચીલ ઝડપના બનાવની શહેર પોલીસે ડીસા સીટી ફર્સ્ટ ગુના રજી. નં. ૯૮/૨૦૧૨ આઈ.પી.સી. ક. ૩૭૯, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા નાકાબંધી કરી ધનિષ્ટ તપાસ હાથ ધરેલ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved