Last Update : 23-May-2012,Wednesday

 

સી.જી. રોડના જ્વેલર્સ સાથે ૨.૫૫ કરોડની ઠગાઈના કેસમાં પકડાયેલા
ભોજપુરી ફિલ્મ પ્રોડયુસરની ધરપકડ માટે CID ક્રાઇમની કોર્ટમાં અરજી

પૂર્ણિમાસિંઘ ભોજપુરી ફિલ્મોમાં કેટરીના કૈફ તરીકે ફેમસ ક્રાઇમબ્રાંચે પ્રોડયુસરના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા

અમદાવાદ,મંગળવાર
સીજી રોડના જવેલર્સ સાથે ૨.૫૫ કરોડની ઠગાઇના ગુનામાં પકડાયેલા ભોજપુરી ફિલ્મના પ્રોડયુસર અને ફરાર હિરોઇન વચ્ચે લિવ ઇન રિલેશનશિપના સંબધો હોવાનું ખૂલ્યું છે. ભોજપુરી ફિલ્મની હિરોઇન પૂર્ણિમાસિંઘ કેટરીના કૈફ તરીકે ફેમસ છે. ઠગાઇ કેસમાં ક્રાઇમબ્રાંચે પ્રોડયુસરના વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. સીઆઇડી ક્રાઇમે આરોપીને પકડવા માટે કોર્ટમાં અરજી કરી હતી. ક્રાઇમબ્રાંચની તપાસ પુરી થયા બાદ સીઆઇડી ક્રાઇમને આરોપી પ્રોડયુસરની ધરપકડ કરશે તેમ જાણવા મળ્યું છે.
સીજી રોડના જવેલર્સ કૈલાશ કાબરાના કે. કે. જવલેર્સ શોરૃમમાંથી ૨.૫૫ કરોડના દાગીના ખરીદીને ઠગાઇ કરનાર ભોજપુરી ફિલ્મના પ્રોડયુસર રમણ શ્રીવેદ નૈયરને ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી. રમણના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતા હોઇ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે રમણને બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. રમણ નૈયરના મુંબઇ લોખંડવાલામાં આવેલા ફલેટ અને જુહુ વિસ્તારમાં આવેલી ઓફિસની તપાસ કરવા તેમજ ઠગાઇ કરીને મેળવેલા દાગીના કયાં અને કોણે વેચ્યા તેની તપાસ માટે પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા હતા.
બીજી તરફ આ ગુનાની મુખ્ય સૂત્રધાર ભોજપુરી ફિલ્મની હિરોઇન પૂર્ણિમાંસિંઘ ઉર્ફ તુલિસસિંધ ફરાર છે. તેણે ઝડપી લેવા માટે તપાસ હાથ ધરાઇ છે. ક્રાઇમબ્રાંચના પીએસઆઇ કિરણ ચૌધરીએ જણાવ્યું હતું કે- ' રમણ નૈયર અને પૂર્ણિમાસિંઘ વચ્ચે લિવ ઇન રિલેશનશીપના સંબધો હતો. બન્ને સાથે રહેતા હતા. તેથી ફરાર આરોપી પૂર્ણિમાસિંઘ અને રઝિયાખાન અંગે આરોપી રમણ વધુ માહિતી આપી શકે તેમ છે.' ક્રાઇમબ્રાંચે રમણ નૈયર અને પૂર્ણિમાસિંઘ ૨૦૦૮ની સાલમાં અમદાવાદની બે હોટલમાં રૃમ રાખી રોકાયા હતા. તેના મેનેજરોની પણ પૂછપરછ કરી છે. પૂર્ણિમાસિંઘ સાથે એલિસબ્રિજના ગુનામાં રઝીયાખાન કરીને આરોપી પણ સામેલ હતી. તેને દાગીના વેચવાનો રોલ ભજવ્યો હોવાનું ક્રાઇમબ્રાંચના અધિકારીઓને શંકા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved