Last Update : 23-May-2012,Wednesday

 
કેશુભાઇ જૂથના કાર્યકરને બૂથની જવાબદારી ન સોંપાય તેની તકેદારી

કેશુભાઇ પટેલે ડર કાઢી નાખવા કહ્યું અને ભાજપ-કોંગ્રેસના નેતાઓને હવે કેશુભાઇનો ડર સતાવે છે

અમદાવાદ, મંગળવાર
ભાજપના પક્ષીય રાજકારણમાં પાંચ વર્ષથી પાણી શાંત હતા. પક્ષમાં બધું જ શિસ્ત બદ્ધ ચાલતું હતું. પરંતુ કેશુભાઈ પટેલે એક પથ્થર ફેંકીને જે વમળો સર્જ્યા છે તેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોે છાંટા ઉડયા છે. ભાજપમાં અત્યારે બુથ મેનેજમેન્ટનું આયોજન ચાલે છે. હવે જવાબદારી સોંપવામાં કાર્યકરોના ભૂતકાળ તપાસવાની સુચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોંગ્રેસમાં કાર્યકરો જે ઉત્સાહથી દોડી રહ્યા હતા, તેમાં હવે કેશુભાઈ કોંગ્રેસને જીતાડી દેશે એવી કાર્યકરોમાં માનસિકતા ઉભી ન થાય તેની નેતાઓ ચિંતા સેવી રહ્યા છે.
કેશુભાઈની સક્રિયતા પછી ભાજપમાં અનેક પ્રકારના વિચારો આકાર લઈ રહ્યા છે. કેશુભાઈ પટેલે હજુ એમની રણનીતિ જાહેર કરી નથી. અત્યાર સુધી પટેલ સમાજ સુધી મર્યાદિત પોકેટમાંથી કેશુભાઈ બહાર નીકળીને ગુજરાતની ૬ કરોડની પ્રજાની વેદનાને વાચા આપવાની જ્યારે વાત કરી રહ્યા છે, ત્યારે ભાજપની મુંજવણ વધી છે.
ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારી જોરજોરથી ચાલી રહી છે. ચૂંટણી આડે હજુ છ માસનો સમય છે. આગામી દિવસોમાં કેશુભાઈ પટેલ ક્યા સ્ટેજ સુધી આગળ વધશે તે નક્કી નથી આ સંજોગોમાં તાલુકા-જિલ્લા કક્ષાના કાર્યકરોની નિષ્ઠા કરવટ બદલે તો શું શું પરિણામો આવે તેની ચિંતા મુખ્યમંત્રી અને સંગઠન પાંખને સતાવી રહી છે. જેથી ચૂંટણીની જવાબદારી સોંપવામાં ઉતાવળ ન કરવી, જેમને પણ જવાબદારી સોંપવામાં આવે તેમનો પાંચ-દસ વર્ષ પહેલાનો ભૂતકાળ તપાસી લેવો. જો તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં અથવા સંગઠનમાં મહત્વની કોઈ જવાબદારી સંભાળી હોય તો તેવા કાર્યકરોનું સ્કેનીંગ કરીને જ જવાબદારી સોંપવી એવી પ્રદેશના કેટલાક આગેવાનોએ મત રજૂ કર્યો છે.
કોંગ્રેસમાં પણ અત્યારે કેશુભાઈ પટેલ ચર્ચામાં છે. જ્યાં સુધી તેઓ લેઉઆ પટેલ સમાજમાં ડર અંગે બોલતા હતા, ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ ખુશ હતા. પરંતુ રોહિત સમાજના સંમેલનમાં તેમણે મુખ્યમંત્રી સામે બગાવતનું બ્યુગલ ફુંક્યું. અને ત્યાર પછીની ઘટનાઓથી કોંગ્રેસના નેતાઓને પણ ડર સતાવી રહ્યો છે.
કેશુભાઈની સક્રિયતાને કોંગ્રેસના કાર્યકરો પોતાની જીત સમજી બેસે અને તેમની સક્રિયતામાં ઓટ આવી ન જાય તેની નેતાઓને ચિંતા છે. પ્રદેશના કેટલાક આગેવાનો માને છે કે કેશુભાઈ ફેક્ટરનું સતત મોનીટરીંગ જરૃરી છે જ, પણ સાથે સાથે કોંગ્રેસે પ્રજા વચ્ચે જઈનેપોતાની લીટી લાંબી કરવા માટે શરૃ કરેલા પ્રયાસોમાં જરાપણ ઓટ આવવી જોઈએ નહીં. કેશુભાઈ પટેલ શું કરશે, કેટલા આગળ વધશે ? તેમની સાથે કોણ કોણ જોડાશે ? આ બધું જ અત્યારે અધ્યાહાર હોવા છતાં ભાજપ અને કોંગ્રેસમાં કેશુભાઈ પટેલને આગામી ચૂંટણીના એક મહત્વના પરિબળ તરીકે જોવામાં આવી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved