Last Update : 23-May-2012,Wednesday

 

'ધૂમ' સ્ટાઈલ લૂંટારા બેફામઃ કુલ ૧૦ લાખનું સોનુ લૂંટયું
વેકેશનમાં રાતે પણ ચેઈન સ્નેચિંગ ૧૫ દિવસમાં ૨૫ અછોડાની લૂંટ

નારણપુરામાં સૌથી વધુ પાંચ અને મણિનગરમાં બે બનાવ વસ્ત્રાપુરમાં મોર્નિંગ વૉકમાં નીકળેલી યુવતીનો ચેઈન લૂંટયો

અમદાવાદ, મંગળવાર
ઉનાળાના વેકેશનમાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરી થવાના બનાવો વધે છે. પણ, આંચકારૃપ બાબત એ છે કે, વેકેશનમાં ચેઈન સ્નેચર્સ રાતના સમયે પણ સક્રિય બન્યાં છે. છેલ્લા પંદર જ દિવસ દરમ્યાન અમદાવાદમાં પચ્ચીસ મહિલાઓના ગળામાંથી અછોડા તોડી કુલ ૧૦ લાખની કિંમતનું સોનુ લૂંટી ગયા છે. વર્તમાન બજારકિંમત મુજબ વધુ કિંમતના સોનાની લૂંટ કરનાર ચેઈન સ્નેચર્સ વહેલી સવારે પણ ત્રાટકવા લાગ્યાં છે. વસ્ત્રાપુરમાં મોર્નિંગ વોક કરતી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી યુવતીના ગળામાંથી આજે સવારે ચેઈન લૂંટી બે બાઈકસવારો પલાયન થઈ ગયા હતા. પોલીસ પણ 'વેકેશન મૂડ'માં હોવાથી ધૂમ સ્ટાઈલ લૂંટારાઓને મજા થઈ ગઈ છે.
અમદાવાદમાં ફરી એક વખત 'ધૂમ' સ્ટાઈલે બાઈક ઉપર આવી મહીલાઓના ગળામાંથી સોનાની ચેઈન લૂંટી જતી ગેંગો સક્રિય થઈ છે. વેકેશનનો માહોલ છે ત્યારે મે મહીનામાં જ ચેઈન સ્નેચિંગના ૩૦ જેટલા બનાવો બન્યાં છે તેમાં ૧૫ જ દિવસમાં પચ્ચીસ અછોડા તોડી જવાયાં છે. ઉનાળાની ગરમીમાં મહિલાઓ અને યુવતીઓ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળે છે. આથી, ચેઈન સ્નેચર્સ મોર્નિંગ વોકમાં કે મંદિરે જતા મહિલા વર્ગ ઉપરાંત સાંજે શાકભાજી ખરીદવા કે રાતે ફરવા નીકળતી મહિલાઓ, યુવતીઓના અછોડા તોડી જાય છે. ઉનાળાની ગરમી અને વેકેશનમાં રાતના સમયે મહિલાઓ એકલી કે સખીઓ સાથે લટાર મારવા નીકળતી હોય છે. આ તકનો ગેરલાભ લઈને રાતના સમયે અછોડા તોડવાના બનાવોમાં ઉછાળો આવ્યો છે.
પંદર દિવસમાં ચેઈન સ્નેચિંગના પચ્ચીસ બનાવો બન્યાં છે તેમાં ૧૦ લાખની કિંમતનું સોનુ બાઈકસવાલો લૂંટી ગયા છે. સૌથી વધુ પાંચ બનાવો નારણપુરા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે, મણીનગર, સાબરમતી, ચાંદખેડા, નરોડા અને વસ્ત્રાપુરમાં ચેઈન સ્નેચિંગના બે-બે બનાવો બન્યાં છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર યુવતીની ચેઈન લૂંટી જવાઈ છે. મેમનગરના નિકીતા પાર્કમાં રહેતા હેમાબેન મનિષભાઈ પંચાલ (ઉ.વ. ૩૬) મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. સવારે ૬-૧૦ વાગ્યે જય અંબેનગરના ઢાળ પાસેથી નીકળી સાલ હોસ્પિટલ થઈ સુરધારા સર્કલ તરફ જતા હતા ત્યારે બે બાઈકસવારે ૩૫,૦૦૦ની કિંમતની સોનાની પેન્ડન્ટ સાથેની ચેઈન લૂંટીને સાલ હોસ્પિટલ તરફ નાસી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, બનાવના સ્થળથી પોલીસ સ્ટેશન માંડ ૫૦થી ૬૦ મિટર દૂર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved