Last Update : 23-May-2012,Wednesday

 

મ્યુ.ફંડો અને વીમા કંપનીઓ પરના નિયંત્રણોને સેબી ઉઠાવ્યાં
પ્રેફરેન્શિયલ ઈસ્યુ દ્વારા એક્ત્ર થતા ભંડોળમાં વધારો

ચાલુ કેલેન્ડર વર્ષમાં ૧૦૦થી વધારે કંપનીએ પ્રેફરેન્શિયલ ઈસ્યુના માર્ગે ઉભી કરેલી રૃા. ૨૩,૦૦૦ કરોડથી વધુની રકમ

અમદાવાદ, મંગળવાર
કંપનીઓના પ્રેફરેન્શિયલ ઈસ્યુઝને સબસ્ક્રાઈબ કરવામાં મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓ ઉપરના નિયંત્રણોને હટાવી લેવાનં ધી સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નું પગલું ભારતીય કંપની જગત માટે પ્રોત્સાહક સાબિત થયું છે. મંદીના વર્તમાન સમયમાં જ્યારે ધિરાણ મેળવવાનું કઠિન બન્યુ છે ત્યારે પ્રેફરેન્શિયલ ઈસ્યુના માર્ગે ભારતની ૧૦૦થી વધારે કંપનીઓએ ચાલુ કેલેન્ડર વર્ષે રૃા. ૨૩,૦૦૦ કરોેડથી વધુની રકમ ઉભી કરી છે. મૂડી બજારની નિયામક સંસ્થાએ જાન્યુઆરી ૨૦૧૨માં નિયમનોમાં ફેરફાર કર્યા પછી ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીની સમયગાળમાં ૧૦૦ થી વધારે કંપનીઓએ રૃા. ૨૩,૦૦૦ કરોડથી વધુ મૂડી ઉભી કરી છે. પાછલા સમગ્ર કેલેન્ડર વર્ષમાં આ રકમ રૃા. ૧૮,૫૦૦ કરોડ હતી. આ માર્ગે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ઓફ ઈન્ડિયાને શેર આપીને જાહેર ક્ષેત્રની (પીએસબી) ૧૩ બેંકોએ રૃા. ૭,૧૫૭ કરોડની રકમ ઉભી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમમાં અપાયેલી છૂટનો મહત્તમ ફાયદો પીએસબીને થયો છે અને તેમણે પ્રેફરેન્શિયલ માર્ગે તેમની ટાયર-૧ કેપિટલને વધારી છે.
આ વર્ષે બજાર અત્યંત વોલેટાઈલ રહ્યું છે અને તેથી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ મોબિલાઈઝ કરવાનું પડકારજનક બન્યું છે. રોકાણકારો જ્યાં લાંબા ગાળા માટે કમિટ થતાં હોય છે અથવા તો રોકાણને લાંબા સમય સુધી જાળવવા માગતા હોય છે એવાં આ પ્રેફરેન્શિયલ રૃટને કંપનીઓએ વધારે પસંદ કર્યો છે.
મૂડી બજારની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે શેરધારકો તરફથી નબળા પ્રતિભાવની બીકથી સેકન્ડરી માર્કેટમાંથી લાંબા ગાળાના વધારાના ફંડને ઉભું કરવાથી પ્રમોટરો દૂર રહ્યાં હતાં. પ્રેફરેન્શિયલ ઈસ્યુમાં છેલ્લાં છસપ્તાહના સરેરાશ ભાવથી ઓછી ના હોય એવી કિંમતે રોકાણકારોના પસંદગીના જૂથને શેરો કંપની આપે છે. ઈક્વિટી મૂડી વધારવાનો કંપનીઓ માટે આ સૌથી ઝડપી રસ્તો છે.
રેકિટ બેંકઝીયર પાસેથી પારસ નામનો પર્સનલ કેર બિઝનેસ ખરીદવા માટે ફંડની જરૃરિયાત સંતોષવા ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી) સેક્ટરની મેરિકો કંપનીએ બે વિદેશી રોકાણકારોને પ્રેફરેન્શિયલ શેરો આપીને રૃા. ૫૦૦ કરોડ ઉભા કર્યા હતાં
હસ્તાંતરણ અને દેવુ ઘટાડવા સિંગાપોર સ્થિત ટેમાસેકની રોકાણકાર કંપની બેટ્રી ઈન્વેસ્ટમેન્ટને ૪.૯ ટકા શેરહિસ્સો વેચીને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે પણ રૃા. ૬૮૫ કરોડ એકત્ર કર્યા હતાં. દેવાના બોજા હેઠળ દબાયેલી ફ્યુચર ગુ્રપની કંપની પેન્ટાલુન રિટેલે પણ તેનું ઋણ ઘટાડવા માીટે બેનેટ કોલેમેન એન્ડ કુંને શેરો આપીને રૃા. ૨૦૦ કરોડ ઉભા કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
એર રિસર્ચ સંસ્થાએ કહ્યુ હતું કે આનો અર્થ એમ છે કે બજારમાં પ્રવાહિતાની દેખિતી સમસ્યા છે. ફોરેક્સ માર્કેટની અત્યંત ઉછળકૂદથી કંટાળેલા કોર્પોરેટ સેક્ટરે પરદેશમાંથી મૂડી ઉભી કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. આવા સમયે બેંકો પાસે પણ પ્રવાહિતા ઓછી છે. પરિણામે, પ્રેફરેન્શિયલ માર્ગે ઈક્વિટી વેચીને ભંડોળ ઉભું કરવામાં આવે તો તે કંપનીઓ માટે એક યોગ્ય વિકલ્પ છે.
૨૮મી જાન્યુઆરીએ વીમા કંપનીઓ અને ્યુચ્યુઅલ ફંડો કે જે સાર્વજનિક ક્ષેત્રના મોટા રોકાણકાર છે તેમની ઉપર પ્રેફરેન્શિયલ ઈસ્યુ પહેલાના ઈસ્યુઅર કંપનીના શેરોને વેચવાને લગતા નિયમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય ધી સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ કર્યો હતો. અગાઉ, પ્રેફરેન્શિયલ ઈસ્યુ કરનારી કંપનીના શેરોને તેા ભરણાંના છ મહિના પહેલાં વેચી દીધાં હયો તે તે પ્રેફરેન્શિયલ ઈસ્યુમાં મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓ ભાગ લઈ શકતી નહોતી.

પ્રેફરન્શીયલ એલોટમેન્ટ પર એક નજર

કંપની

એકત્ર કરેલું ભંડોળ

 

(રૃ. કરોડમાં)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

૭૯૫૦

પંજાબ નેશનલ

૨૨૪૫

ઇન્ડિયન ઓવરસીઝ

૧૭૪૪

બેંક ઓફ બરોડા

૧૬૪૫

બેંક ઓફ ઇન્ડિાયા

૧૦૩૭

સેન્ટ્રલ બેંક

૯૪૫

LIC હાઉસીંગ ફાઇનાન્સ

૮૧૦

ગોદરેજ કન્ઝયુમર

૬૮૫

બેંક ઓફ મહારાષ્ટ્ર

૬૦૫

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved