Last Update : 23-May-2012,Wednesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૩ મે થી મંગળવાર ૨૯ મે સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પરના ચિત્રના અર્થઘટનનું અલગ મહત્ત્વ છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે તથા ટેરટ વિશે વઘુ જાણકારી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - સેવન ઓફ વૉન્ડસનું ઊલટું આવેલું કાર્ડ તમને દરેક પ્રકારે સાવચેતી રાખવા સૂચવી જાય છે. એકાદ કસોટીમાંથી પસાર થવાનું આવશે. સંતાનો સાથે મનદુઃખ થઇ શકે. અણધાર્યા ખર્ચાઓ તમારૂં નાણાંકીય આયોજન ખોરવી દેશે. કોઇ આક્ષેપના ભોગ બન્યા હો તો બચાવની તૈયારી રાખવી પડશે. તા. ૨૩, ૨૪ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - એઈટ ઓફ કપ્સનું ઊલટું આવેલું કાર્ડ કૌટુંબિક નિર્ણયોમાં સમજદારી રાખવા સૂચવી જાય છે. વડિલ વ્યક્તિઓ સાથેના સંબંધોમાં ગેરસમજ ન થાય તે માટે તકેદારી રાખવી. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. ન ગમતાં સમાચાર સાંભળવા મળશે. તા. ૨૬, ૨૭ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ક્વીન ઓફ વૉન્ડસનું કાર્ડ તમારા દાંપત્યજીવનમાં ઉદભવેલા પ્રશ્નોનું સુખદ નિવારણ- ઉકેલ આવવાનું સૂચવી જાય છે. બીજાઓને સહાયક બનવાનું આવશે. તમારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને યોગ્ય પૂરવાર કરી શકશો. ટુંકી મુસાફરીનો યોગ ઉદભવશે. તા. ૨૩, ૨૪, ૨૮, ૨૯ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ક્વીન ઓફ પેન્ટાકલ્સનું ઊલટું આવેલું કાર્ડ તમારા જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા ઉદભવી શકવાનું સૂચવી જાય છે. વઘુ પડતા લાગણીવશ બની શકો તેવી ઘટના બનશે. તમારી પ્રિય વ્યક્તિ સાથે મતભેદ ના સર્જાય તે માટે કાળજી રાખવી. મિત્રોને સહાયકર્તા બનવાનું આવશે. તા. ૨૬, ૨૭ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - એસ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા માટે લાભદાયક પરિસ્થિતિ ઊભી થવાનું તથા નવાં કાર્યોની શરૂઆત કરી રહ્યા હશો તેમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા માનસન્માનમાં વધારો થશે. ભૂતકાળમાં કોઇને મદદરૂપ બન્યા હશો તેનો યોગ્ય બદલો પ્રાપ્ત થઇ શકશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૩, ૨૪, ૨૮, ૨૯ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - કીંગ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ નવી વ્યક્તિઓ સાથે પરિચય થવાનું સૂચવી જાય છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સ્વસ્થતાપૂર્વક વિલંબમાં પડેલા કાર્યોના ઉકેલ અંગે નિર્ણય લઇ શકાશે. આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઇ શકશે. તા. ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ડેથનું કાર્ડ તમારા હાથ પરનાં મહત્વનાં કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ શકવાનું સૂચવી જાય છે. જીવનમાં નવાં ફેરફારો ઉદભવશે. નોકરી વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન આવશે તેમજ નોકરીમાંથી રાજીનામુ આપી નવો વ્યવસાય કરવા અંગેની તક પ્રાપ્ત થઇ શખશે. વડિલ વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. તા. ૨૬, ૨૭, ૨૮, ૨૯ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ફોર ઓફ સ્વૉર્ડસનું ઊલટુ આવેલું કાર્ડ તમને અણધારી દોડાદોડી કરાવશે તથા એક કાર્યના અંતનો સુખદ ઉકેલ આવતા બીજા એકાદ કાર્ય માટે ચંિતા ઊભી થશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થાન પરિવર્તન ઉદભવશે. નાણાંકીય દ્રષ્ટિએ એકાદ કસોટીમાંથી પસાર થવાનું આવશે. તા. ૨૮, ૨૯ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - નાઈન ઓફ વૉન્ડસનું ઊલટું આવેલું કાર્ડ તમને સ્વપ્નો જોવા કરતા વાસ્તવિક પરિસ્થિતિ અને સંજોગોને અનુરૂપ બની જવા સૂચવી જાય છે અન્યથા એકાદ પ્રસંગમાં તમારી કસોટી થતા સ્વપ્નોની નિષ્ફળતા હતાશ બનાવી દેશે. આરોગ્ય માટે કાળજી રાખવી. ભાગીદારી સંબંધિત બાબતોમાં ફેરફારો ઊભા થશે. તા. ૨૩, ૨૪ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - સેવન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઇ શકે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૂઆત કરવા માટેનું આયોજન કરી શકશો. ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે અંગે જાગૃતિ આવશે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થઇ શકશે. તા. ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - એઈટ ઓફ વૉન્ડસનું કાર્ડ જે કાર્યની સફળતા માટે રાહ જોઇ રહ્યા હશો તે તમારૂં સ્વપ્ન સાકાર થઇ શકશે તથા તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. આરોગ્ય અંગે કોઇ તકલીફ આવેલી હશે તે દૂર થઇ શકશે અને લાંબા સમયથી બિમારી ભોગવી રહેલાઓને રાહત જણાશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૬, ૨૭, ૨૮, ૨૯ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ એમ્પ્રેસનું ઊલટુ આવેલું કાર્ડ કોઇ કાર્ય માટે કોઇને વચન આપેલું હોય તે નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવા તૈયારી રાખજો, નહિ તો આક્ષેપના ભોગ બનવાનું આવશે. કોઇ મહત્ત્વનાં કાર્યો અંગે નિર્ણય લઇ રહ્યા હોતો ઉતાવળા ન બનવું. ટેકનીકલ બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓને માટે લાભદાયક સમય પૂરવાર થશે. વડિલ વ્યક્તિઓનો સહકાર મેળવી શકાશે. તા. ૨૮, ૨૯ શુભ.- ઈન્દ્રમંત્રી

 

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved