Last Update : 23-May-2012,Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૫-૨૦૧૨ બુધવાર
જેઠ સુદ બીજ - રંભાવ્રત, મુ. રજ્જબ માસ શરૂ
પ્રાંતિજ- સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ.
આજે આદ્રામાં વરસાદ થાય તો મહાદુર્ભિક્ષ ?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૫ મિ., (સૂ) ૬ ક. ૪૮ મિ., (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ સાંજના ૬ ક. ૨૫ મિ. સુધી પછી આદ્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સંિહ, બુધ - વૃષભ, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા (વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ/ગ્રીષ્મ ૠતુ જેઠ સુદ બીજને બુધવાર રા.દિ. જે ૨
માસ-તિથિ-વાર ઃ જેઠ સુદ બીજ ને બુધવાર.
રંભાવ્રત. મુસલમાની રજ્જબ માસ શરૂ. મહાપાત વ્યતિપાત, સાંજના ૪ ક. ૩૯ મિ.થી શરૂ.
- પ્રાંતિજ, સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ.
- આજે આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો મહાદુર્ભિક્ષ !
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ રજ્જબ માસનો પ્રથમ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૧ દએ માસનો નવમો રોજ આદર.
હમકારો.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ તમારા કામની કદર થાય. નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. સીઝનલ ધંધામાં સાનુકૂળતા જણાય.

 

વૃષભ ઃ માનસિક પરિતાપ, ચંિતા-તણાવ હળવો થાય તેવું કામ નોકરી-ધંધાનું, ઘર, પરિવાર, કુટુંબનું થાય. આવક થાય.

 

મિથુન ઃ ચંિતા-રૂકાવટવાળો પ્રશ્ન ઉકેલાય. પત્ની-પુત્ર પૌત્રાદિકતા, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વધારાનું કામ થાય.

 

કર્ક ઃ નાણાંકીય ખેંચ-ચંિતા-મુંઝવણમાં આપની મુશ્કેલીના ઉકેલનો માર્ગ સરળ થતો જાય. નોકરી-ધંધાનું કામ ગોઠવાય.

 

સંિહ ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય, આનંદ રહે. નોકરી-ધંધાનું કામ થાય, આવક થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના, મકાન-જમીનના કામમાં ચંિતા છતાં અન્યના સહકારથી, માર્ગદર્શનથી આવું કામ સરળ થતું જાય.

 

તુલા ઃ શારીરિક-માનસિક પીડા-વ્યથા હળવી થાવથી તમારા રોજીંદા કામકાજમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો.

 

વૃશ્વિક ઃ આકસ્મિક શારીરીક કષ્ટપીડા, શરીરમાં કળતર, શ્રમ-થાક અનુભવાય. ખર્ચ વધે. નાણાંભીડ અનુભવાય. શાંતિ રાખવી પડે.

 

ધન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પત્નીથી, પરિવારથી સાનુકૂળતા રહે. નોકરી-ધંધાનું જોખમ વધારવું નહીં.

 

મકર ઃ આપની કાર્યસફળતા-પ્રગતિમાં વધારો થાય. તમારા કામની કદર થાય, આનંદ રહે. નોકરી-ધંધામાં સારી તક પ્રાપ્ત થાય.

 

કુંભ ઃ રૂકવાટવાળા કામમાં તેમજ પુત્રપૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ધંધામાં ધંધો-આવક થાય.

 

મીન ઃ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી રહેશે. હૃદય-મનની આંતરિક વ્યથા-ચંિતા-મુંઝવણ અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩-૦૫-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૂ થઈ રહેલા આપના જન્મવર્ષના પ્રથમ તબક્કામાં મકાન-જમીન-વાહનની ખરીદી-વેચાણનો પ્રશ્ન ઉકેલાય. સંયુક્ત મીલકત, પરિવારની ફેરફારી શક્ય બને. પરંતુ વર્ષનો ઉત્તાર્ધ સંતાનના પ્રશ્ને ચંિતા-ખર્ચ રખાવે.

- વિશેષમાં - નોકરી-ધંધાના કામમાં વર્ષ આરોહ-અવરોહનું રહે. સ્થળ-સ્થાનની ફેરફારી થાય. લાભ થાય, આવક થાય પરંતુ ખર્ચ-ચંિતા-પરેશાની તમને તમારા પરિવારને અનુભવાય.

- સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં વર્ષ દરમ્યાન ઘ્યાન આપવું પડે. મિત્રવર્ગના કારણે તકલીફ થાય. ભાગ્યોદય, પ્રગતિમાં તકલીફ પડે.

- નાણાંકીય આયોજનમાં, શેરોમાં બચતની નીતિ, સાવધાની રાખવી જરૂરી રહેશે. વધારાના ખર્ચા ઓછા કરવા, જોખમો વધારવા નહીં.

- સ્ત્રી વર્ગને સાસરીપક્ષ-પિયરપક્ષની ચંિતા-દોડધામથી વર્ષ સંઘર્ષમય રહે.

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શેઠ છગન પોતાની સેક્રેટરી લીલીને બપોરના લંચ માટે સાથે રેસ્ટોરામાં લઇ ગયો. બન્ને ત્રણ કલાકે પાછા આવ્યા તો શેઠની કેબીનમાં શેઠાણી શેઠની રાહ જોતી બેઠી હતી. શેઠાણીને નમસ્કાર કરતાં કહ્યું, ‘‘મેડમજી, હું શેઠની સેક્રેટરી છું...’’
‘‘છું’’ નહીં પણ ‘‘હતી’’ એમ કહે ‘‘શેઠાણી’’ બોલી.

[Top]
 

આજ ની રેસીપી

ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

મિક્સફ્રુટ કોકટેલ ઃ


સામગ્રી ઃ એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 

રીત ઃ એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

 

 

 

લિચી આઇસ


સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 

રીત ઃ લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.

 


લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved