Last Update : 22-May-2012,Tuesday

 

મસ્ત મજ્જાની જંિદગી!!!

 
એક તો ભયંકર ગરમી છે અને ઉપરથી એક્ઝામોનાં રિઝલ્ટો આવી રહ્યાં છે! યાર, મસ્ત મઝાના વેકેશનની પથારી ફરી રહી છે...
ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે સાલી, આ બધી જફાઓ જ ના હોત તો કેવી મસ્ત મજ્જાની જંિદગી હોત?
ચાલો, આવી મસ્ત મજાની જંિદગીનાં બે ઘડી સપનાં જોઇએ...
* * *
એકઝામ તો હોય
પણ રિઝલ્ટ ના હોય!
ને રિઝલ્ટ જો હોય
તો બધા ‘પાસ’ હોય!
* * *
કોલેજ તો હોય
પણ ક્લાસિસ ના હોય!
ને ક્લાસિસ જો હોય
તો એમાં ‘લેકચર’ ના હોય!
* * *
ચલો, ડિગ્રી તો હોય
પણ પછી નોકરી ના હોય...
ને નોકરી જો હોય
તો ત્યાં બધી છોકરીઓ જ હોય!
* * *
છોકરીતો હોય
પણ પછી મેરેજ ના હોય...
ને મેરેજ જો હોય
તો મસ્ત સાળી પણ હોય!
* * *
ગાડી તો હોય
પણ એના હપ્તા ના હોય...
ને હપ્તા જો હોય
તો બંદા જ ઉઘરાવતા હોય!
* * *
બિઝનેસ તો હોય
પણ એમાં મહેનત ના હોય...
ને મહેનત જો હોય
તો સેક્સી સેક્રેટરી હોય!
* * *
ઈન્કમ તો હોય
પણ ટેક્સ જ ના હોય...
જો ટેક્સ જો હોય
તો મામા મિનીસ્ટર હોય!
* * *
દેશ તો હોય
દેશભક્તિ ના હોય...
ને દેશભક્તિ જો હોય
તો એ ફિલ્મોમાં હોય!
* * *
સપનાં તો હોય
પણ સત્ય ના હોય...
ને જો સત્ય પણ હોય
તો કદી ‘જયતે’ ના હોય!
... હાશ?!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved