Last Update : 22-May-2012,Tuesday

 
યુપીએનાં ત્રણ વર્ષ
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ- યુપીએ સરકારે તેની બીજી મુદતનાં ત્રણ વર્ષ પૂરાં કર્યાં. ભારતના રાજકારણમાં છેલ્લા ત્રણેક દાયકામાં કોઇ સરકાર લાગલગાટ બીજી વાર સત્તા મેળવે, એ કાગળ પર કેવી નોંધપાત્ર ઘટના લાગે. પહેલી વાર અતિવિશ્વાસી એનડીએને હરાવીને, ડાબેરીઓની મદદથી કોંગ્રેસે મોરચા સરકાર બનાવી ત્યારે ટૂંક સમયમાં જ જણાવા લાગ્યું કે ડાબેરીઓ સાથે હોય તો વિરોધ માટે કોંગ્રેસને વિરોધ પક્ષની જરૂર નહીં રહે. આઝાદી પછી સૌથી વધારે બેઠકસંખ્યા સાથે ડાબેરીઓ પણ એકદમ જોરમાં હતા. પરંતુ ધીમે ધીમે તેમના ‘સૈદ્ધાંતિક વાંધા’ આડોડાઇ બનવા લાગ્યા અને ભારત-અમેરિકા પરમાણુ કરારના મુદ્દે સરકારને ટેકો પાછો ખેંચી લેવાનો તેમનો નિર્ણય આત્મઘાતી પુરવાર થયો. મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવા નેતા ગણાતા મનમોહન સંિઘ પરમાણુકરારના મુદ્દે રંગમાં આવી ગયા. ડાબેરીઓ સરકારમાંથી નીકળી ગયા અને મનમોહન સંિઘની મક્કમતાનાં ચોમેર વખાણ થયાં. ઘટતી બેઠકો માટે સમાજવાદી પક્ષ યુપીએની સાથે થયો.
યુપીએની પહેલી મુદત પછી બીજી વાર પણ તેની સરકાર બને એવું જોરદાર તેનું કામ ન હતું અને છાપ પણ નહીં. છતાં, બીજી વાર પણ યુપીએની સરકાર બની. એટલું જ નહીં, અગાઉ કરતાં વધારે બેઠકો મળી અને ડાબેરીઓની કાખઘોડીની જરૂર ન રહી. એ રીતે સરકારની બીજી મુદત વધારે મજબૂત, વધારે અસરકારક બની રહેવાની સંભાવના હતી. પરંતુ મુખ્યત્વે પગ પર કુહાડા પર કુહાડા મારવાની કળાથી અને મમતા બેનરજી જેવાં સાથીદારોના સક્રિય સહકારથી, ત્રણ વર્ષમાં તો યુપીએની સરકાર સદંતર હાંફી ગયેલી - થાકી ગયેલી લાગે છે. છેલ્લા થોડા સમયથી ફક્ત વિરોધ પક્ષોના પ્રચારને કારણે નહીં, સામાન્ય રીતે ઉભી થયેલી છાપને કારણે પણ ‘સરકાર’ અને ‘પોલિસી પેરેલિસીસ’ - નીતિવિષયક બાબતોમાં પક્ષાઘાતગ્રસ્ત અવસ્થા, આ બન્ને સમાનાર્થી બાબતો બની ગઇ છે.
છેલ્લા થોડા દાયકામાં ભારતના રાજકીય નેતાઓ ભાગ્યે જ તેમની પ્રામાણિકતા માટે જાણીતા હતા. રાજીવ ગાંધી યુગમાં ઉખળેલા બોફર્સ કૌભાંડ પછી હાઇ પ્રોફાઇલ ભ્રષ્ટાચાર જાહેર બનવા લાગ્યો. પરંતુ યુપીએ સરકારે બીજી મુદતમાં અત્યાર સુધીનાં, કમ સે કમ જાહેર થયેલાં કૌભાંડોના, તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં શિરમોર એવું ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ ફક્ત યુપીએ સરકારના મંત્રી- તેના સાથી પક્ષ ડીએમકેના નેતા એ.રાજાનો ભોગ લેનારું જ નહીં, યુપીએની આબરૂ લેનારું પણ બની રહ્યું. એવી જ રીતે, શશિ થરૂર અને સુરેશ કલમાડી જેવા યુપીએના માણસોને પણ બેઆબરૂ થઇને સરકારમાંથી વિદાય લેવી પડી. આદર્શ કૌભાંડથી લઇને લશ્કરી વડા જનરલ વી.કે.સંિઘની ઉંમરના અને લશ્કરી ભ્રષ્ટાચારના વિવાદને લીધે એવું લાગતું રહ્યું, જાણે છેલ્લાં એકાદ-બે વર્ષમાં એક પણ દિવસ કૌભાંડ વિના પસાર થતો ન હોય.
કૌભાંડોની પરંપરાએ અન્ના હજારે અને બાબા રામદેવ જેવા લોકોનાં આંદોલનોને વ્યાપક જનમાન્યતા આપી અને સરકારી વિશ્વસનીયતાને મોટો ઘસારો પહોંચાડ્યો. એ આંદાલનો ખરેખર તો જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર માટેનાં હતાં, પણ પહેલા દિવસથી અને પછી તો વધારે સ્પષ્ટ રીતે તેમનું યુપીએ સરકારવિરોધી- હકીકતે કોંગ્રેસવિરોધી- સ્વરૂપ સ્પષ્ટ બનતું ગયું. આ આંદોલનોથી સર્જાયેલાં આંદોલનો સાથે પનારો પાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ. એ વખતે એક સામયિકે નોંઘ્યું હતું કે વર્તમાન યુપીએ સરકારમાં શેરી આંદોલનનો અનુભવ ધરાવતા એક માત્ર નેતા એ.કે.એન્ટની છે. બાકી બધા ‘આર્મચેર લીડર’ છે. ભારત જેવા દેશની કેન્દ્ર સરકાર પાસે હોય એવી પુખ્તતા અને કુનેહનો દેખીતો અભાવ અન્ના આંદોલન જેવા મુદ્દે વરતાઇ આવ્યો.
કૌભાંડો બહાર આવ્યા પછી વઘુ પડતી સાવચેતીને કારણે જરૂરી નિર્ણયોમાં પણ વિલંબ થવા લાગ્યો, એટલે આખી સરકાર જાણે રાજ કરવા નહીં, પણ પાંચ વર્ષ સુધીનો સમય પસાર કરવા બેઠી હોય એવી છાપ દૃઢ થવા લાગી. આ સરકારની સૌથી મોટી નિષ્ફળતા એ ગણી શકાય કે તેની સામે ભાજપ જેવો મહાનબળો વિરોધ પક્ષ હોવા છતાં, તેનો દેખાવ આટલો ખરાબ રહ્યો. અલબત્ત, મમતા બેનરજી જેવાં સાથીએ તેમાં ભરપૂર ફાળો આપ્યો. રીટેલ ક્ષેત્રમાં મૂડીરોકાણનો મુદ્દો હોય કે રેલવે બજેટમાં ભાડું વધારવાની વાત, મમતા બેનરજીએ પોતાનો કક્કો ખરો કરાવીને સરકારને પાછાં પગલાં ભરવાની ફરજ પાડી.
અંદરનાં કારણ ઓછાં હોય તેમ યુરોઝોનની આર્થિક કટોકટી અને વૈશ્વિક મંદીએ ભારતની આર્થિક પ્રગતિના આંકડા ઉપર પોતાનો પ્રભાવ દર્શાવ્યો. તેને કારણે અર્થશાસ્ત્રી વડાપ્રધાન હોવા છતાં- અથવા કેટલાક રમૂજમાં કહે છે તેમ, એ જ કારણસર- ભારતના અર્થતંત્રની આગેકૂચ સામે પણ છેલ્લા થોડા સમયથી સવાલ ઊભા થયા છે. તમાચો મારીને ગાલ લાલ રાખવાની કવાયત જેવા રીપોર્ટ કાર્ડની ઔપચારિકતા એની જગ્યાએ, પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણીથી માંડીને લોકકલ્યાણની યોજનાઓના અસરકારક અમલ જેવા મુદ્દે યુપીએ સરકારને આત્મમંથન કરવાનો આ મોકો છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved