Last Update : 22-May-2012,Tuesday

 

આજે યુપીએ-ટુ સરકારના ત્રણ વર્ષ પૂરા થાય છે
ત્રણ વર્ષમાં કેન્દ્રની ત્રણ ભેટ મોંઘવારી-ભ્રષ્ટાચાર-કૌભાંડો

- સાથી પક્ષથી મમતા બેનરજી નારાજ ઃ પ્રજાને ડીનર રૂપે પેટ્રોલમાં ભાવ વધારો અપાશે

 

યુપીએ કેન્દ્ર સરકારે તેની બીજી ટર્મના ત્રણ વર્ષ આજે પૂરા કર્યા છે. પ્રજાની સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ કેન્દ્ર સરકાર બાકીના બે વર્ષ પૂરાં કરી શકશે ખરી ?? એક તરફ વહેલી ચૂંટણીઓની ચર્ચા જોર પકડી રહી છે તો બીજી તરફ વહિવટ અને સાથી પક્ષો સાથેના સંબંધોની પક્કડ ઢીલી પડી રહી છે. ૨૦૧૪માં સરકારની ટર્મ પુરી થઈ રહી છે પરંતુ ૨૦૧૩માં જ ચૂંટણીઓ આપી દેવામાં આવશે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સરકાર પોતે રોજ નવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. કોંગ્રેસના નેતૃત્વવાળી આ કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારને અટકાવી શકી નથી.
ત્રણ વર્ષ પૂરા થયાની પૂર્વ સંઘ્યાએ કૌભાંડી ટેલિકોમ પ્રધાન એ. રાજાને જામીન મળતાં સરકારનો એક સાથી પક્ષ ડીએમકે થોડો શાંત પડશે પરંતુ સરકાર તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સાથે પેચઅપ કરી શકી નથી. જોડાણવાળી આ સરકારમાં એટલા બધા મતભેદો છે કે વિરોધ પક્ષો તેનો લાભ ઉઠાવે છે. જોકે સરકાર ડિનર ડિપ્લોમસી દ્વારા બધાને મનાવે-પટાવે રાખે છે.
સરકારના કેન્દ્રીય પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ છે અને નબળાઈના આક્ષેપો પણ છે. ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર દ્વારા કરાયેલા એક ટેલિકોમ સોદામાં થયેલા આક્ષેપો લેટેસ્ટ છે. આમ, ભ્રષ્ટાચારમાં સંડોવણી કેન્દ્રીય પ્રધાનોનો બફાટ, ચૂંટણીઓમાં હાર વગેરેથી સરકાર ત્રસ્ત છે.
સરકાર સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વીના નિર્ણયો લેવા જાય છે અને ફસાય છે. રીટેલ ક્ષેત્રે એફડીઆઈને મંજૂરી બાબતે સરકારનો રાજ્યસભામાં થયેલો ફિઆસ્કો લોકોને કાયમ માટે યાદ રહેશે.
સરકારની વહિવટી નબળાઈઓ અનેકવાર છતી થઈ ગઈ છે. સંખ્યાબંધવાર એવું બન્યું છે કે સરકારે મહત્વના મામલે પીછેહઠ કરી હોય. લશ્કરના વડા વી.કે. સંિહની ઉંમરનો વિવાદ વકરવા દેવા પાછળ ખુદ સરકાર જવાબદાર છે. લશ્કરમાં અસંતોષ ઉભા થાય તેવા અહેવાલો ખાનગીમાં ચર્ચવાના બદલે સમાચાર માઘ્યમોમાં જાહેરમાં ચર્ચાતા હતા. વી.કે. સંિહે વડાપ્રધાનને લખેલા પત્રો જ્યારે લીક થાય છે ત્યારે વહિવટી ઉહાપોહ સર્જાતો હોય છે. લશ્કરી બળવા જેવા અહેવાલો પ્રત્યે પણ પ્રજાએ નારાજગી વ્યક્ત કરી છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ હારી ત્યારથી યુપીએ કેન્દ્ર સરકારમાં ઉત્સાહ જણાતો નથી. સાથી પક્ષો કોંગ્રેસની નબળાઈ જાણી ગયા છે. ગયા વર્ષે ડીએમકેએ યુપીએ સરકારનું નાક દબાવ્યું હતું, આ વર્ષે તે કામ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી કરી રહ્યા છે. મમતા તેમના રાજ્ય પશ્ચિમ બંગાળ માટે આર્થિક સહાયનું પેકેજ માગી રહ્યા છે. જે સરકારની જંગી ખાદ્યમાં વધારો કરે એમ છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં સત્તાના સૂત્રો સંભાળ્યાને પંદર દિવસ પહેલાં જ એક વર્ષ પૂરું થયું છે જ્યારે તમિળનાડુમાં જયલલિથાએ અઠવાડિયા પહેલાં જ એક વર્ષ પૂરું કર્યું છે. આ બંને માનુનીઓ કેન્દ્ર સરકારને નાકે દમ લાવી રહી છે. મમતા બેનરજી એટલા ઝડપથી રાજકીય ફલક પર ઉપસી રહ્યા છે કે સરકારના કો-ઓર્ડીનેટર હોવા છતાં સોનિયા ગાંધી પાછળ રહી ગયા છે.
યુપીએ સરકારની પ્રથમ ટર્મમાં ડાબેરી પક્ષો કોંગ્રેસને પરેશાન કરતા હતા. જ્યારે બીજી ટર્મમાં મમતા બેનરજી પરેશાન કરી રહ્યા છે. જોગાનુજોગ એવું છે કે બંને પશ્ચિમ બંગાળના છે.
યુપીએ કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની કામગીરીમાં દેશને ત્રણ ભેટ મળી છે. જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કૌભાંડોના સીલસીલાનો સમાવેશ થાય છે.
સરકાર તેના ત્રીજા વર્ષની ઉજવણીમાં એક પુસ્તિકા પણ બહાર પાડી રહી છે જેમાં ૧૩ ચેપ્ટર હશે. ગઈ ૨૨ મેના રોજ વડાપ્રધાન મનમોહનસંિહે સુધારણાના પગલાનું વચન આપ્યું હતું પરંતુ કોઈ પગલાં લેવાયા નથી.
વહેલી ચૂંટણી અંગેના વાદળો ૨૦૧૨ના અંતમાં આવનાર ગુજરાતની ચૂંટણીઓ બાદ વિખરાશે. ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ફાઈટ છે જેમાં કોંગ્રેસની અગ્નિ પરીક્ષા થશે. આ ચૂંટણીના પરિણામો પછી વહેલી ચૂંટણીઓ અંગે નિર્ણય લેવાશે. વહેલી ચૂંટણીઓનો વિચાર માત્ર સરકારની આંતરિક ડામાડોળ સ્થિતિ અને આત્મવિશ્વાસના અભાવનો સંકેત આપે છે.
યુપીએ કેન્દ્ર સરકારના કો-ઓર્ડીનેટ સોનિયા ગાંધી છે. તેઓ બિમાર હોઈ સરકાર તરફ બહુ ઘ્યાન આપી શકતા નથી તે દેખાઈ આવે છે.
સરકાર તેની ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે પેટ્રોલ-ડિઝલમાં કોઈ ભાવ વધારો ના કરે એમ પ્રજા ઈચ્છે છે. પાંચ-સાત રૂપિયા જેવો ભાવ વધારો થશે એવો સંભવ માત્ર પણ મઘ્યમવર્ગને હચમચાવી રહ્યો છે. એક તરફ કાળઝાળ મોંઘવારી છે તો બીજી તરફ ભાવ વધારાનો સંભવ અકળાવનારો બની ગયો છે. સરકાર તેના જંગી ખર્ચા પર કાપ નથી મુકતી તેના કારણે ખાદ્ય વધતી જાય છે. પેટ્રોલ કંપનીઓ પર વધતા ભારણને હળવું કરવા પ્રજાનું ભારણ વધારવું એ કોઈ રીતે ગળે ઉતરે એવી વાત નથી.
યુપીએ કેન્દ્ર સરકાર તેના ત્રણ વર્ષ પુરા થયાની ઉજવણીના માનમાં સાથી પક્ષોને ડિનર આપશે. અને પ્રજાને પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો સ્પેશ્યલ ભેટ તરીકે આપશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 

 

 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved