Last Update : 22-May-2012,Tuesday

 
સચિનની ‘બાઉન્ડરી’ ઉપર ‘બાઉન્ડરી’
- સચિનને કોંગ્રેસે રાજ્યસભાનો સભ્ય બનાવ્યો એમાં ભાજપથી માંડી શિવસેના અને પેલા બાબા રામદેવ જેવાના પેટમાં તેલ રેડાયું !
- બંધારણની ૮૦મી કલમ નીચે રાજ્યસભામાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સિનેમા, વેપાર-ઉદ્યોગ, ખેલકૂદક્ષેત્રમાંથી ૧૨ વ્યક્તિઓ માટે અનામત બેઠક છે
- રેખા જેવાના નામો વર્ષોથી રખાયા છે ત્યારે કેમ બબાલ નથી કરતા ?
- સચિનને ‘ભારતરત્ન’ મળવાનું હશે ત્યારે મળશે પણ અત્યારે સંસદસભ્ય બનવાનો લહાવો મળે છે એ શું ખોટો છે ?

હજી ૧૦૦ સેન્ચ્યુરીનો તાળીઓનો ગડગડાટ નથી શમ્યો ત્યાં તો ફરી તાળીઓનો ગડગડાટ !
પેલી વખતના તાળીઓના ગડગડાટમાં ‘હવે એણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.’ એવો ગણગણાટ કરવાવાળા હતા એમ આ વખતે પણ ‘એને ભારતરત્ન બનાવો’થી માંડી ‘એના નામે કોંગ્રેસ ચરી ખાવા માંગે છે’ એવો ગણગણાટ કરવાવાળા પણ છે ! (‘રામરાજ્ય’ જેવા સતયુગમાં પણ ધોબી હતા તો આ તો કળિયુગ ! ધોબીઓથી જ ચારે બાજુ ભરાયેલી છે)
ભાજપની માનસિકતા તો એવી છે કે.... કોંગ્રેસ સાચું કે ખોટું એક પગલું ભરે એટલે ભાજપને ધક્કો લાગે ! આપણા આટલા બધા પક્ષો છે પણ કોઈ કશું બોલે નહીં પરંતુ ભાજપના ઈનમીનતીન જેટલા નેતાઓ છે એ કશુંક બોલવા માટે રાહ જોઈને જ જાણે બેઠા હોય એમ તરત બબડાટ કરવા માંડે છે ! દા.ત. તાજો દાખલો જુઓ ! પેલા કોંગ્રેસના નેતા પ્રવક્તા અભિષેક મનુ સંિઘવી અંગેની કોઈ સીડીની વાત બહાર આવી ત્યારે હજી ભાજપ બબડાટ કરે એ પહેલાં અથવા સીડી સાચી છે કે ખોટી એવો ભાજપીઓ વિવાદ ઊભો કર્યા વિના સોનિયા ગાંધીએ તરત જ એમને હોદ્દાનું રાજીનામું આપવાનું જણાવ્યું અને સંિઘવીએ તરત જ રાજીનામું આપી પણ દીઘું. (જ્યારે ભાજપના કર્ણાટકના પેલા યેદિયુરપ્પાને રાજીનામું આપવા કહેલું તો યેદિયુરપ્પા જેવા શિસ્ત માટે જાણીતા સંઘના સ્વયંસેવક હોવા છતાં રાજીનામું ન આપ્યું અને અંતે લોકાયુક્તે કહ્યું ત્યારે રાજીનામું આપ્યું !) આમ સંિઘવીનું થયું છતાં ભાજપે ‘સંિઘવીએ રાજીનામું કેમ આપ્યું ?’ કહીને ગાણું ચાલુ રાખેલું.
ટૂંકમાં, ભાજપને કોંગ્રેસનું સાચું કે ખોટું પગલું હંમેશા ધક્કો પહોંચાડે છે. ‘ઇન્ફીરીયોરીટી કોમ્પ્લેક્સ’ એક પ્રકારના ડરથી ભાજપને નેતાઓ પીડાતા હોય એવું લાગે ! નહીંતર ભાજપના મુખ્યપ્રધાન જે રસ્તા પરથી નીકળવાના હોય એ રસ્તા પરની દુકાનો છ છ કલાક બંધ રખાવીને કરફ્‌યું જેવું વાતાવરણ ઊભું કરવાનું કારણ શું હોય ? અંગ્રેજોની ગુલામી હતી ત્યારે અને અંગ્રેજો ઉપર બોમ્બ પડતા હતા ત્યારે વાઈસરોય નીકળી એ વખતે પણ આવું નહોતું !
એટલે સચિન તેંદુલકરનું નામ સંસદના રાજ્યસભાના સભ્ય તરીકે સરકારે ‘નોમીનેટ’ કર્યું એમાં તો ભાજપના પેટમાં ગરમાગરમ તેલ જાણે રેડાયું !
એ સચિને નામ નોમીનેટ થયાનું જાણ્યું પણ નહીં હોય એ પહેલાં ભાજપ સચિન અને કોંગ્રેસ ઉપર વરસી પડ્યું !
જે સચિન ક્રિકેટનો ભગવાન કહેવાતો હતો, જે વિનમ્ર, શિષ્ટ, બુદ્ધિશીલ કહેવાતો એ એકાએક અકારો થઈ ગયો. એને નાયકમાંથી ખલનાયક બનેલો દેખાડવા ભાજપ, શિવસેનાના બાળઠાકરે અને પેલા સાઈકલ રીપેરરમાંથી ખર્વોખર્વો રૂપિયાની મિલકતોની માલિક થઈ ગયેલા બાબા રામદેવ અને બીજા થોડા આલીયામાલિયા ‘પેઈડ ન્યુઝ’ આપીને સચીનના ઓઠે પોતાનો પ્રચાર કરવામાં લાગી ગયા ! સચીને સોનિયા ગાંધીને નિવાસે જઈને પાયલાગણ કર્યું કેપછી કોઈ કોંગ્રેસી સચીનને જઈને કોંગ્રેસમાં એને સામલ કરવા સમજાવી આવ્યો... જેવા નિરર્થક વિતંડાવાદી સવાલો થવા લાગ્યા.
સચિને શું પોતાના નામને મંજુરી આપ્યા પહેલાં ભાજપ અને બીજા આલિયામાલિયાઓની મંજુરી લેવી જોઈતી હતી કે... ‘ભાઈ, હું રાજ્યસભામાં જાઉં ? આપ કહેતા હો તો જાઉં !’
ઉલટાનું એ ઉપરથી તો એવું સાબિત થાય છે કે... ભાજપ અને બીજાઓ ટૂંકી બુદ્ધિના, આત્મવિશ્વાસ વિનાના, ડરપોક છે. એ બધાને એમ થઈ ગયું કે, સચિનના નામે કોંગ્રેસ તરી જશે અને અમે ડૂબી જઈશું.
જાણે પોતે ચોખ્ખા હોય અને કોંગ્રેસ ગંદી હોય અને સચીન નામના સાબુથી કોંગ્રેસ સાફ થઈ જવાની હોય એવી વાતો તેઓ કરવા લાગ્યા ! (જો કે કોંગ્રેસ અત્યારે એટલી બધી બદનામ છે કે કોંગ્રેસનું નામ લેનારને પણ એ બદનામીના છાંટા ઉડે છે.... પણ એ જૂદી વાત થઈ)
મૂળ વાત એવી છે કે... સાહિત્ય, કલા, વિજ્ઞાન, સિનેમા અને ખેલરમત ક્ષેત્રોમાં જોડાયેલી વ્યક્તિઓને રાજ્યસભામાં નોમીનેટ કરવાની પ્રથા વર્ષોથી છે. બંધારણની કલમ ૮૦ એ માટે જ છે જેમાં કહેવાયું છે કે સામાજિક સેવાઓ, સાહિત્ય, કલા, વિજ્ઞાન, ખેલકૂદ વગેરે ક્ષેત્રમાંવિશિષ્ટ જ્ઞાન અથવા વહેવારિક અનુભવ હોય એમને નોમીનેટ કરવા. કેન્દ્રમાં ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની કે જનતાદળની પણ એ સંસદની રાજ્યસભામાં એ માટે અનામત થયેલી ૧૨ સીટમાં એવી વ્યક્તિને બેસાડી શકે છે.
આ નિયમ મુજબ કેન્દ્રની કોંગ્રેસ સરકારે આ વખતે ખેલક્ષેત્રમાંથી સચિન તેંડુલકર, સિનેમા ક્ષેત્રમાંથી રેખા અને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રમાંથી અનુઆગાને નોમિનેટ કરેલા. એથી જાણે કેટલાય આલિયા માલિયાઓના પેટમાં તેલ રેડાયું ! ટી.વી. પર અને સોશ્યલ નેટવર્કીંગ સાઈડો ઉપર એ વિતંડાવાદીઓ ગળું ફાડી ફાડીને રાડો પાડવા લાગ્યા કે... સચિને રાજકારણમાં પગ મૂક્યો ! સચિને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો ! કેટલાક ટૂંકી બુદ્ધીના તો સચિનને સલાહ આપવા લાગ્યા કે... ‘તું રાજકારણથી દૂર રહેજે.’‘કોંગ્રેસને સાથ નહીં આપતો’, ‘ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસને તું તારા ખભા ઉપર નહીં ઉચકતો.’ વગેરે વગેરે...
ટી.વી. ચેનલોને તો મારૂતીથી માંડી બાબા નિર્મળદેવ સુધીનો મુદ્દો મળવો જોઈએ એટલે એમને તો સમય કાપવો છે... એ આવા તૂત પછી ચગાવે છે. એક ટી.વી. ચેનલે તો સવાલ ઊભો કર્યો કે... સચીન ક્રિકેટમાંથી નિવૃત્ત થાય એ પહેલાં એને રાજ્યસભામાં શા માટે મોકલવો જોઈએ ? (જાણે રાજ્યસભા વૃદ્ધાશ્રમ ન હોય !) તો એકે વળી સવાલ કર્યો કે... કોઈ ક્રિકેટરને જ જો રાજ્યસભામાં મોકલવો હતો તો કપિલ દેવ કે ગવાસ્કરને કેમ ન મોકલવા ? તેઓ તો નિવૃત્ત અને નવરા છે જ્યારે સચીન હજી ક્રિકેટ રમે છે ! (આ જ સચીને ૧૦૦ મી સેન્ચ્યુરી કરી ત્યારે ટીવી ચેનલો જ સવાલ કરતી હતી કે સચીન હવે નિવૃત્ત કેમ થતો નથી ?)
એક ટીકાકારે તો ત્યાં સુધી કહ્યું કે.... સચીને કોઈ સમાજસેવા નથી કરી કે સચિનમાં એવી કોઈ બૌદ્ધિક ચર્ચાઓ દરમિયાન કોઈ પ્રકારે ઉપયોગી પુરવાર થાય ! (કેવી વાહિયાત દલીલ !)
આ અગાઉ રાજ્યસભામાં લતા મંગેશકરથી માંડી ખુશવંતસંિહ સુધીના ૧૧૮ મહાનુભાવોને આ રીતે રાજ્યસભામાં મોકલ્યા છે. પરંતુ એક પણ વખત આવા સવાલો ઊભા નથી થયા કે એક પણ મહાનુભાવે પોતાના અનુભવો કે જ્ઞાનની પ્રસાદી સંસદને ચખાડી નથી.
એટલે ફક્ત સચિનની બાબતમાં જ આવા સવાલો ઊભા કરવા એ ધૃણિત રાજકારણનો નમૂનો છે.
સચિનના કારણે સૌથી વધારે પેટમાં દુખતું હોય તો શિવસેના અને ભાજપને છે. શિવસેવાને એમ છે કે... કોંગ્રેસ ચૂંટણીમાં સચિનનો ઉપયોગ કરીને મરાઠી મતોમાં ભાગ પડાવશે ! (કેવું ડરપોકપણું ? કેવું આત્મવિશ્વાસ વિહોણું માનસ !)
સચિનને શિવસેનાની નીતિઓ બાબત કદી માન નથી રહ્યું. એક વાર સચિનને બાળઠાકરેએ ‘મરાઠી માનુષ’ તરીકે નવાજેલો ત્યારે સચિને એનો વિરોધ કરીને કહેલું કે ‘હું તો આખા દેશનો છું.’ એ વખતે બાળઠાકરેએ સચિનને બહુ ખરીખોટી સંભળાવેલી.
ભાજપ પણ કેવો ડરપોક અને આત્મવિશ્વાસ શૂન્ય છે કે... એ એમ માને છે કે સચિનનો ઉપયોગ કોંગ્રેસ ચૂંટણીઓ કરશે એટલે યુવાનો મત ભાજપને નહીં મલે અને કોંગ્રેસને મળશે !
અલબત્ત, ભાજપનું આ અનુમાન એટલે કે તર્ક ખોટું નથી... સચિન મહત્વાકંક્ષી તો છે જ. એ પોતાની પત્ની અંજલી સાથે. સોનિયા ગાંધીને મળવા ગયેલો. હવે, એને ૧૦૦ મી સેન્ચ્યુરીના અભિનંદન આપવા સોનિયાએ એને બોલાવેલો કેસચિન એના આશિર્વાદ લેવા જાતે ગયેલો એ નક્કી કરવાનું છે.
કારણ કે એ પછી જ સચિન, રેખા અને અનુ આગાને નોમીનેટ કરવાની જાહેરાત કરાયેલી. એટલે કે શુદ્ધ નિસ્વાર્થ ભાવનાથી નામ નોમીનેટ કરવાનો જમાનો ગયો અને રાજકારણમાં નો સ્વાર્થ જોવાનું રામાયણ-મહાભારતના સમય જેટલું જૂનું છે.
અગાઉ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથન, પક્ષીવિદ્‌ સલીમઅલી, કલાકાર પૃથ્વીરાજ કપૂર અને નરગીસ દત્ત, સંગીતકાર રવિશંકર, ચિત્રકાર એમ.એફ.હુસેન, લેખક આર.કે.નારાયણન્‌ વગેરે પણ રાજ્યસભામાં લેવાયા હતા ત્યારે કોઈએ કશી ચર્ચા નહીં કરેલી પરંતુ સચિનની બાબતમાં ચર્ચા કરવાનું મુખ્ય કારણ એની લોકપ્રિયતા છે.
- ગુણવંત છો. શાહ

 

કાનમાં કહુ !
અણ્ણા હઝારેની દિલ્લીની ઓફિસમાં ચોરી
આપણા અકંિચન અને ગામડીયા ભોળા અણ્ણા હઝારેની દિલ્લીના નોઈડા જેવા ‘‘પોશ’’ વિસ્તારમાં એક ઓફિસ છે. ભલે ઓફિસ સાદી છે પણ નોઈડા જેવા વિસ્તારમાં છે... એ મહત્વનું છે. સેક્ટર ૪૩ ઉપર એ આવી.
ત્યાં મે ની ૬ તારીખે ચોરો ચોરી કરી ગયા. ત્યાં રાખેલું રસોઈ ગેસનું સિલન્ડર, ઈન્વર્ટર બેટરી વગેરે બીજો ઘણો સામાન ચોરો ઉપાડી ગયા.
ભ્રષ્ટચાર વિરોધી અને જનલોકપાલ બીલને લગતા કાગળીયા પણ ચોરો ઉપાડી ગયા. અણ્ણા ટીમના એક સભ્ય સુપ્રિમ કોર્ટના વકીલ પ્રશાંત ભુષણનું ઘર પણ ત્યાં સેક્ટર ૪૩ એ ૧૮૯ માં છે.
અણ્ણા હઝારે દિલ્લી આવે ત્યારે આ કાર્યાલયમાં જ રહે છે. અણ્ણા ટીમની મીટીંગો પણ ત્યાં જ થાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved