Last Update : 22-May-2012,Tuesday

 
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો

- વેકેશનમાં થાઈલેન્ડ ફરવા જતા રિલેટિવ્સને ખાસ ફાર ઈસ્ટમાંથી એલઈડી એલસીડીની મોટી ડિમાન્ડ છે. જેના કારણે કેટલાંક કંપની શોરૂમના બિઝનેસ પર અસર.

સમર વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો ટુર અને ટ્રાવેલંિગ કરવાનું વઘુ પસંદ કરે છે. જ્યારે પણ આપણા પરિવારમાંથી કોઇ બહાર કે વિદેશમાં ફરવા જાય ત્યારે તેઓ કંઇ લાવશે એવી આશા રાખતા હોય છે. ત્યારે અમદાવાદમાંથી વિદેશ ફરવા જતા લોકો પાસે પરિવારના સભ્યો, મિત્રો કે સગાવ્હાલાઓ કંઇકને કંઇક ચીજવસ્તુઓ મંગાવવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવી વિદેશી ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓમાં થાઇલેન્ડની બનાવટની ચીજવસ્તુઓ હોટફેવરીટ અને ઇન ડિમાન્ડ છે. જેમાં ખાસ કરીને મોબાઇલ, આઇપોડ, એલસીડી અને એલઇડી ટીવીનો સમાવેશ છે. જેથી અમદાવાદના કેટલાંક ડિલરો ખાસ થાઇલેન્ડથી એલસીડી અને એલઇડી ટીવીનો જથ્થાબંઘ સ્ટોક મંગાવીને શહેરના માર્કેટ વેલ્યું કરતા ઓછી કંિમતે વેચતા હોય છે. વળી અઘીર અમદાવાદીઓ પણ કંિમતમાં બહુ મોટો ડિફરન્ટ હોવાથી ખરીદી કરતા પીછેહટ કરતા નથી.
પ્રગ્નેશ પટેલ કહે છે કે, અમદાવાદના લોકોમાં થાઇલેન્ડની ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની ખાસ ડિમાન્ડ છે. જેમાં મુખ્યત્વે એલસીડી અને એલઇડી ટીવીની ડિમાન્ડ વઘુ છે. જેથી જ્યારે પણ થાઇલેન્ડની કંપનીમાંથી મારા પર કોલ આવે ત્યારે હું થાઇલેન્ડ પહોંચી જાઉ છું. જ્યાંથી ચાર કે પાંચ હજાર આઇટમ જથ્થાબંઘ લેતો આવું છું. થાઇલેન્ડની કંપની મને આવવા અને જવા માટે પ્લેનની ટિકીટ પણ આપે છે. કંપની જેટલી પણ આઇટમો આપે તે મારે ખરીદી લેવી પડે છે. ડીલ કર્યા બાદ હું પાછો આવું છુ અને તમામ ચીજવસ્તુ શીપ મારફતે મોટા કન્ટેનરમાં ભારતમાં આવે છે. ત્યારબાદ ત્યાંથી અમદાવાદ આવે છે. વળી શોરૂમમાં જે એલસીડી કે એલઇડી ટીવી સાઇઠ હજાર રૂપિયામાં વેચાતુ હોય એ ફક્ત ચાળીશ હજારની કંિમતે મળી રહે છે. કારણકે ભાવ અને કંિમતમાં ખાસો એવો ફરક હોય છે.
જ્યારે નટવરભાઇ સોલંકી કહે છે કે, અમદાવાદના એક ડિલર પાસેથી મેં એક મહિના અગાઉ જ થાઇલેન્ડનું ૩૨ ઇંચનું એલસીડી ટીવી ખરીદ્યું છે.જેની કંિમત અહીના બજારમાં હતી તેના કરતા પણ બહુ ઓછી કંિમતમાં મને આ ટીવી મળી રહ્યુ. જ્યારે મારા સગા વ્હાલા અને મિત્ર વર્તુળમાં આ વાતની જાણ થઇ ત્યારે તેઓને પણ થોડીવાર માટે નવાઇ લાગી. આટલી સસ્તી કંિમતમાં એલસીડી ટીવી ક્યાંથી મળે? જેથી મારા પાંચ મિત્રોએ પણ પોતાની પંસદગી પ્રમાણે એલસીડી અને એલઇડી ટીવી ખરીદ્યા. ઉપરાંત આવી થાઇલેન્ડની ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ એવી હોય છે કે જે અમદાવાદમાં તો આપણને જોવા પણ ના મળે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved