Last Update : 22-May-2012,Tuesday

 

શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક

- શહેરની ગર્લ્સ હવે પોતાના બ્યૂટિફૂલ લૂક માટે બજેટ ન ખોરવાય તેનું ઘ્યાન રાખે છે. તેના માટે એક્સપિરીમેન્ટ અને પ્રાયોરિટી નક્કી કરે છે.

બ્યુટીફૂલ લૂક માટેના અભરખા કોને ન હોય? પણ તેના માટે કંઈ પોતાનું બજેટ થોડુ ખોરવી કઢાય. પોકેટમની વઘારે વપરાય ત્યારે જ બ્યૂટિફૂલ લૂક મળે તેવું નથી હવે શહેરની ગર્લ્સ તેમજ વિમેન સારા લૂક માટે અવેર બની છે તે વાત સાચી પણ તેની સાથે સાથે તેના ચક્કરમાં ક્યાંક ઘરનું બજેટ ન ખોરવાય તેનું ઘ્યાન રાખે છે. વસ્તુ ઘરમાં ઘૂળ ખાતી પડી રહે તેના કરતાં તેને લેવી જ નહી તેમજ સિઝનેબલ આઈટમ ડિસ્કાઉન્ટ સમયે જ લેવી તેની સાથે સાથે મોલમાં જવાનું થાય ત્યારે જરુરીયાત જેટલો જ સામાન લેવો. આ બઘી હેબિટને કારણે કોસ્મેટિક આઈટમ જરુર હોય તેટલી જ ઘરમાં આવે છે અને તેનો યોગ્ય ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને શહેરની કેટલીક વિમેન દર મહિને કે વિકેન્ડમાં પાર્લરમાં જવાને બદલે ઘરે જ બ્યૂટિશ્યનને બોલાવવાનો આગ્રહ રાખે છે. આ કારણે તેમને બિનજરુરી ખર્ચ થતો નથી અને તેમનું બજેટ પણ સચવાઈ જાય છે. જો કે તેનો બીજો ફાયદો એ પણ છે કે આ કન્સેપ્ટને કારણે સમયની પણ બચત થાય છે.
સામાન્ય રીતે વિમેન હવે એક્સપિરીમેન્ટ બેઝ પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરે છે આશા પરીખ કહે છે, દર વખતે મોઘી બ્રાન્ડ ખરીદવી તેના કરતાં સસ્તી બ્રાન્ડને પણ એક્સપિરીમેન્ટ કરી શકાય. માર્કેટમાં એવી કેટલીય બ્રાન્ડ છે જે મોઘી બ્રાન્ડ જેવું જ રિઝલ્ટ આપે છે. તો ત કેમ ટ્રાય ન કરવી તેનું આ વિમેન માને છે. જો કે આ પછી જ સ્વીકારાય છે જ્યારે બીજા કોઈકે તેનો યુઝ કર્યો હોય અને સારા રિઝલ્ટ મળ્યા હોય તો સસ્તી બ્રાન્ડ વાપરે છે. હવે પોતાના ઘરને જ પાર્લર બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સામાન્ય વસ્તુંઓ માટે પાર્લરમાં જવું તેના બદલે કલર અને બ્રશથી જાતેજ ટચઅપ કરવામાં આવે છે. તેના કારણે નાની નાની વાતમાં પાર્લરમાં જવાના ખર્ચા ઘટી જાય છે. અમદાવાદમાં હવે ફેમિલીમાં સાસૂ વહુને તો નણંદ ભાભીને વેક્સ, આઈબ્રો કે હેરસ્ટાઈલ સરખી કરતી જોવા મળે છે. તેઓ પાર્લરમાં જવાને બદલે ઘરે જ તૈયાર થઈ જાય છે.
વિમેન હવે ઘરના કામકાજની સાથે સાથે જોબ પણ કરે છે કાજલ મહેતા કહે છે, તેમને બહાર જવાનો ટાઈમ નથી અને પોતાના બજેટમાં જ ફેસને ગ્લો આપવો હોય તો તેઓ પોતાના ઘરે જ પાર્લરનું કામ કરતી ગર્લ્સને બોલાવે છે. આને કારણે ઘરનું એક વ્યક્તિ જ નહી બે ત્રણ મેમ્બર્સ એક સાથે બ્યૂટિ ટ્રિટમેન્ટ કરાવી લે છે. આને કારણે તેમનો સમય પણ બચી જાય છે. જ્યારે પાર્લરનું કામ પતી જાય પછી પણ તેઓ રેગ્યુલરમાં જે પ્રોડક્ટ યુઝ કરે છે તેને સંપુર્ણ વાપરી જાણે છે. થોડીક વાપરીને પછી રહેવા દઈ બીજી પ્રોડક્ટ લઈ આવવી તેના કરતાં જે છે તે પહેલાં વાપરવી જોઈએ એમ તેઓ માને છે. શહેરની ગર્લ્સ હોય કે બોય્‌ઝ પોતોના બજેટ પ્રમાણે મેક અપ કરાવનું પસંદ કરે છે કારણ કે હવે મેક અપની બાબતમાં પણ યંગસ્ટર બજેટને વઘારે મહત્વ આપી રહ્યા છે. દરેક વસ્તુની માફક હવે મેક અપ પણ મોઘા થઇ ગયા છે તેથી બજેટ પ્રમાણે મેક અપ કરવામાં આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved