Last Update : 22-May-2012,Tuesday

 
દિલ્હીની વાત
 

ત્રણ વર્ષ પણ ઉત્સાહ નહીં...
નવી દિલ્હી, તા.૨૧
યુપીએ કેન્દ્ર સરકાર તેની બીજી ટર્મના ત્રણ વર્ષ પુરા થયાના સંદર્ભે આવતી કાલે રીપોર્ટ કાર્ડ બહાર પાડશે. પરંતુ સરકાર તેમજ કોંગ્રેસમાં કોઇ ઉત્સાહ દેખાતો નથી. ભાવ વધારો, ભ્રષ્ટાચાર, તૂટતો રૃપિયો તેમજ સાથી પક્ષો સાથે પેચ-અપ કરવામાં નિષ્ફળ ગયેલા વડાપ્રધાન જેવા મુદ્દાઓથી સરકારને કોઇ ઉત્સાહ નથી. પ્રધાનો મૌન ધારણ કરીને બેઠા છે. કોઇ ઉજવણી માટે તૈયાર નથી. હકીકત તો એ છે કે આવી નબળી પીચ પર બેટીંગ માટે કોણ તૈયાર થાય ?! પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે એક યુવા પ્રધાને કહ્યું હતું કે પક્ષ હજુ 2-G કૌભાંડ, કોમન વેલ્થ ગેમ્સ અને આદર્શ કૌભાંડના ભાર હેઠળ દબાયેલી છે. આ વખતે સાથી પક્ષોએ સરકારના આવતો પરિવર્તનનો એજન્ડા અભરાઈએ ચઢાવી દેવાયો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારોની પસંદગીની ખેંચાખેંચ પણ સરકારની કામગીરી પર વર્તાય છે.
કોંગ્રેસનો જાદુ ઓસર્યો
એબીપી ન્યુઝ, એ.સી. નેલ્સન સર્વે અનુસાર ભાજપને લાભ મળી રહ્યો છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં જેમણે કોંગ્રેસને વોટ આપ્યા હતા તે પૈકીના ૩૧ ટકા જેટલા લોકો ફરી કોંગ્રેસને વોટ આપવા માગતા નથી. જો હાલમાં ચૂંટણીઓ યોજાય તો ભાજપને ૮ ટકા વોટ વધુ મળે એમ છે. રાહુલ ગાંધીને મળતી ટકાવારી ૧૯ ટકા પરથી ૧૩ ટકા પર ઉતરી ગઇ છે. જયારે સોનિયા ગાંધીની ટકાવારી ૧૪ ટકા પરથી ૯ ટકા પર ઉતરી ગઈ છે. આ અગાઉ એક અંગ્રેજી અખબારે કરેલા સર્વેમાં જણાવ્યું હતું કે ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ૬૦ ટકા લોકો એનડીએને વોટ આપવા માગે છે.
જસ્ટીસ ભંડારીનું સન્માન
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ દલવીર ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના જસ્ટીસ પદે ચૂંટાવા બદલ બિહારના રાજયપાલ દેવાનંદ કોંવર સહિત કાયદા નિષ્ણાતોએ આવકાર્યું છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં દરેક સ્પીકરે ભંડારીની પ્રશંસા કરી હતી. ભંડારી માત્ર જીત્યા નથી પણ લાંબા માર્જીનથી જીત્યા છે. ભંડારીને સંયુકત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલીમાં ૧૨૨ વોટ મળ્યા હતા જયારે તેેમની નજીકના પ્રતિસ્પર્ધી અને ફીલીપીન્સની સરકારે નોમીનેટ કરેલા ફલોરેન્ટીન ફેલીસીઆનોને ૫૮ વોટ મળ્યા હતા. જસ્ટીસ ભંડારીએ તેમના વ્યકતવ્યમાં કહ્યું હતું કે કાયદા સાથે સંકળાયેલા લોકોએ પ્રજાને ન્યાય મળે તેવા પ્રયાસ કરવા જોઈએ.
જજો પર બાઇકર ત્રાટકે છે
એક તરફ જસ્ટીસ ભંડારીને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા સન્માનથી કાયદા-સમાજ ખુશ છે જયારે બીજી તરફ જજો પર થઇ રહેલા હુમલા ચિંતાનો વિષય છે. કેટલાક બાઇક સવારોની બાઇક જજની કાર સાથે અથડાયા બાદ જજ પર હુમલો કર્યો હતો. દિલ્હીની છ કોર્ટોના વકિલોએ બંધ પાળ્યો હતો. ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ આર. એસ. સોઢી, ભૂતપૂર્વ એડીશનલ જજ પ્રેમકુમારે ચેતવણી ઉચ્ચારી હતી કે જો સરકાર પગલાં નહીં ભરે તો હુમલાખોરો વધુ હિંમતવાળા બનશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved