Last Update : 22-May-2012,Tuesday

 

ટેલિવિઝન પર સેન્સરશિપઃ કોઇને ગોળ- કોઇને ખોળ

'ધ ડર્ટી પિક્ચર' અને 'દેહલી બેલી'ને ટીવી પર રિલિઝ થવા દેવામાં ન આવતા આ વિવાદે ફરી માથુ ઉચક્યુ છેઃ જોકે કેટલાક ઉત્તેજક ટીવી શો અને પ્રોમો પ્રાઇમ-ટાઇમમાં પ્રસારીત કરવામાં આવે છે તેની સામે ઉઠાવવામાં આવી રહેલો વાંધો

મિલન લુથ્રિયા નિર્દેશીત 'ધ ડર્ટી પિક્ચર'ને ટીવી પર દેખાડવા માટે તેમાં ૫૯ કટ મારવામાં આવ્યા હતા તેમ છતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સાવ છેલ્લી ઘડીએ તેનું પ્રસારણ રદ્દ કરાવી નાખ્યું હતું. અહીં અનેક લોકોના મગજમાં એક જ સવાલ થાય છે કે ફિલ્મમેકરોએ તેમની ફિલ્મ ટીવી પર પ્રસારિત થાય તે માટે શા માટે અને કેટલી બાંધછોડ કરવાની?
આ સ્થિતિની સમીક્ષા કરતા પ્રોડયુસર-ડિરેક્ટર મહેશ ભટ્ટે કહ્યું હતું કે 'તમે કેટલાક અત્યંત સેક્સી, હિંસક કે આઘાતજનક દ્રશ્યો પર કાતર ફેરવી શકો, પરંતુ સંપૂર્ણપણે એડલ્ટ હોય એવી ફિલ્મોને તમે કઇરીતે એડિટ કરી શકો? આ અત્યારે આપણી સામે ઉભો થયેલો સૌથી મોટો સવાલ છે. '
તેમણે કહ્યું હતું કે 'ધ ડર્ટી પિક્ચરનો જેરીતે ફિયાસ્કો થયો એ જોતા આ એક ઉત્તમ તક છે કે જ્યારે બ્રોડકાસ્ટર્સ, મંત્રાલય, સેન્સર બોર્ડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ભેગા મળીને દેશ માટે અનુકુળ હોય એવો ઉકેલ શોધી કાઢવો જોઇએ. આ બાબત ખૂબજ કઠીન અને જટીલ છે, પરંતુ ટીવી એ એક એવુ માધ્યમ છે જેની અવગણના થઈ શકે નહીં.'
સેટેલાઇટ રાઇટ્સના વેચાણમાંથી એટલી બધી આવક થાય છે કે કોઇ પણ ફિલ્મમેકર તેની ફિલ્મમાં કાપકૂપ કરતા ખચકાટ અનુભવે નહીં. ઉલ્લેખનીય છે કે 'ધ ડર્ટી પિક્ચર' ફિલ્મ સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનને રૃ. આઠ કરોડમાં વેચવામાં આવી હતી.
ફિલ્મને આડેધડ કાપવાથી ડિરેક્ટરનો ફિલ્મ બનાવવા પાછળનો જે એન્ગલ હોય છે એ મરી જાય છે. જોકે એક જાણીતી ફિલ્મ કંપનીના સીઈઓએ કહ્યું હતું કે 'કેટલાક દ્રશ્યો કે સંવાદો કાપી નાખવામાં આવે તો તેમાં કશો જ ફરક પડતો નથી. લોકો મનોરંજન અને પ્રેરણા માટે ફિલ્મો જુએ છે.'
આમિર ખાન પ્રોડક્શનની 'દેહલી બેલી'ની હાલત પણ એવી જ છે. અભિનય દેવ નિર્દેશીત આ ફિલ્મમાં ૧૮ જગ્યાએ કાતર મારવામાં આવી હોવા છતાં પણ હજી આ ફિલ્મને ટીવી પર રજૂ કરવા માટેની પરવાનગી સેન્સરબોર્ડે આપી નથી.
ભારતીય ટેલિવિઝન પર પરિવારો માટે અનૂકુળ બનાવવા માટે ફિલ્મમાં કેટલી જગ્યાએ કાપકૂપ કરવી પડશે? રિયાલીટી શોમાં કેટલી જગ્યાએ બિપ્સ મૂકવાના? આ રિયાલીટી શો જોનારા મોટા ભાગના યુવાનો હોય છે. તેઓ બહુ સારી રીતે જાણતા હોય છે કે આ બિપ્સના સ્થાને શું હોઈ શકે.
'ધ ડર્ટી પિક્ચર'માં ૫૯ કટ્સ કરવામાં આવ્યા હોવા છતાં પણ તેને ટીવી પર રિલિઝ થતી અટકાવી દેવામાં આવી. તેના લીધે પ્રશ્ન ઉભા થયા છે કે ફિલ્મોને ટીવી પર દેખાડવામાં માટે તેમાં કેટલી કાપકૂપ કરવી? અને કેટલી હદ સુધીનું કન્ટેન્ટ ટીવી પર દેખાડવું?
ભારતીય ટેલિવિઝન એક ખૂબ જ વિશાળ માધ્યમ છે. તે બધા જ વર્ગના દર્શકોને આવરી લે છે, પરંતુ લાખ રૃપિયાનો સવાલ એ છે કે કયું કન્ટેન્ટ વાંધાજનક છે અને કયું કન્ટેન્ટ બાળકોને જોવા માટે નથી એ કોણ નક્કી કરશે? ફિલ્મોને તે રિલિઝ થાય એ પહેલા સર્ટિફિકેટ આપવા માટે સેન્સર બોર્ડ છે, પરંતુ ટેલિવિઝન માટે આવા કોઇ પ્રમાણપત્રો નથી.
રોડીઝ, ઇમોશનલ અત્યાચાર અને સ્પ્લીટ્સ વિલા જેવા ટીવી શોના કેટલાક એપિસોડ્સ એવા હતા કે જેમાં સ્પર્ધકો વચ્ચે શાબ્દીક ટપાટપી અને ગાળાગાળી પણ થતી હતી. અમૃત મંથન, તુમ દેના સાથ મેરા અને બડે અચ્છે લગતે હૈ જેવી ટીવી સિરિયલોના તાજેતરના કેટલાક એપિસોડ્સમાં ગરમા-ગરમ દ્રશ્યો પણ હતા, જે રાતોરાત લોકપ્રિય બન્યા હતા. મર્ડર-૨, ગજિની, સિંઘમ અને ફોર્સ એવી ફિલ્મો છે, જેમાં હિંસક દ્રશ્યોની ભરમાર છે. તેમ છતાં તેને ટીવી પર પ્રાઇમ-ટાઇમમાં પ્રસારીત કરવામાં આવી હતી. તેનો શું એમ અર્થ કરવાનો કે હિંસા એડલ્ટ કન્ટેન્ટ કરતા વધારે સ્વીકાર્ય છે? અથવા શું કન્ટેન્ટની ચકાસણી કરવા માટે ટીવીને પણ સેન્સરશિપ હેઠળ લાવવું?શું ભારતીય ટેલિવિઝન પર એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત કરવું જ ન જોઇએ?
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકો એવું માને છે કે આ મામલે ટિપ્પણી કરી શકાય એમ નથી.
એક ક્રાઇમ શોનું એન્કરિંગ કરતા અનુપ સોની નામના એક્ટર જણાવ્યું હતું કે 'આ મામલે ગંભીર વિચારણાની આવશ્યક્તા છે. ટેલિવિઝનના માધ્યમથી બાળકો સુધી એડલ્ટ કન્ટેન્ટ ખૂબજ ઝડપથી પહોંચી શકે છે આ દલીલને ધ્યાનમાં રાખી એડલ્ટ કન્ટેન્ટ માટે અલગ સમય નક્કી કરવો જોઇએ. આરીતે આ સમસ્યાનું નિવારણ લાવી શકાય. વયસ્ક, પુખ્ત કે પરિપક્વ લોકો માટેની ફિલ્મો અથવા સિરિયલો અલગ સમયે પ્રસારિત થવી જોઇએ.'
ટીવી અભિનેત્રી એશ્વર્યા શખુજાએ કહ્યું હતું કે 'ટીવી પર સેન્સરશિપ જરૃરી છે. કેટલાક શો કે ફિલ્મોના પ્રોમો વધારે લલચામણા હોય છે. પ્રોમોમાં ભરપૂર હિંસા અથવા ઉત્તેજક દ્રશ્યો દર્શાવવામાં આવતા હોય છે. આવા પ્રોમોને રાત્રે અગિયાર વાગ્યા પછી પ્રસારિત કરવા જોઇએ, જેથી બાળકોને તે જોતા અટકાવી શકાય.'
કેટલાક દિગ્દર્શકો અને નિર્માતાઓ માને છે કે 'ટીવી પર સેન્સરશિપની બાબતમાં સાતત્ય જળવાવું જોઇએ.'
ફિલ્મમેકર અભિનય દેવ કહે છે કે 'ફેમિલિ ઓડિયન્સ નિહાળી શકે એ માટે અમે 'દેહલી બેલી'માં ઘણાબધા દ્રશ્યો અને સંવાદો કાપી નાખ્યા હતા, તેમ છતાં તેને ટીવી પર પ્રસારિત થવા દેવામાં ન આવી. આ મામલે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે.
દર્શકોને ગલગલીયા કરાવતા કેટલાક આઇટમ સોંગ, ટીવી શો અને ફિલ્મો પ્રાઇમ-ટાઇમમાં પ્રસારિત થઈ ચૂક્યા છે.
એક પિતા તરીકે મારી પણ જવાબદારી બને છે કે કેટલાક ટીવી શો કે ફિલ્મોની અસર મારા બાળકો પર ન થાય. આથી આવા ટીવી શો કે ફિલ્મોને રાત્રે અગિયાર વાગ્યા પછી રજૂ કરવા જોઇએ. અભિનેતા અને નિર્માતા જે. ડી. મજેઠિયાએ એક પિતા તરીકે કહ્યું હતું કે 'માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા દિશાનિર્દેશોને અનુસરવામાં આવે એ અત્યંત જરૃરી છે.
કન્ટેન્ટ પર સતત નજર રાખવી પડશે. કેટલીક સિરિયલો અને ટીવી શો એવા છે કે જે પ્રાઇમ ટાઇમમાં રજૂ ન થવા જોઇએ. બાળકોએ શું જોવું અને શું ન જોવું એ નક્કી કરવાની ફરજ પણ માતાપિતાની છે.'
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved