Last Update : 22-May-2012,Tuesday

 

સેહવાગ અને ગંભીર તેમજ પઠાણ બંધુ સામસામે
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો

દિલ્હી વોર્નર અને કોલકાતા મેકુલમની આક્રમક બેટિંગ પર આધાર રાખશે ઃ રાત્રે ૮થી પ્રારંભ

ૂપૂણે, તા. ૨૧
આવતીકાલે આઈપીએલમાં લીગ મેચોના અંતે પોઇન્ટ ટેબલ પર ટોપ પર રહેલી બે ટીમો દિલ્હી ડેર ડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે પ્લે ઓફ ક્વોલીફાયરની પ્રથમ મેચ અહીં પૂણેમાં રાત્રે ૮થી રમાશે.
આ બંને ટીમોની તાકાત તો સમાન છે જ પણ સેહવાગ વિરૃધ્ધ ગંભીરની કેપ્ટન્સી વચ્ચેનો મુકાબલો હોઇ વિશેષ રોમાંચકતા જામશે. બને ટીમોની સાતત્યતા છેલ્લા દોઢ મહિનામાં લગભગ સરખી છે.
દિલ્હીની ટીમ માત્ર એક પોઇન્ટની જ સરસાઇ ધરાવે છે.
લીગ રાઉન્ડમાં બંને એકબીજા સામે એક-એક મેચ જીત્યા હતા. દિલ્હી કોલકાતામાં ઈડન ગાર્ડનમાં જીત્યું હતું જ્યારે કોલકાતા દિલ્હીના હોમ ગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલામાં વિજયી નીવડયું હતું.
દિલ્હી પાસે સેહવાગ અને વોર્નર જેવા ધરખમ બેટ્સમેનો છે તો કોલકાતા પાસે ગંભીર, મેકુલમ અને જયવર્દને જેવા આધારભૂત બેટ્સમેનો છે.
બંને ટીમ પાસે નિર્ણાયક સમયે ફોર્મ મેળવનાર ઓલરાઉન્ડર છે. દિલ્હી તરફથી ઈરફાન પઠાણ અને કોલકાતાના બાંગ્લાદેશી ક્રિકેટર શાકીબ અલ હસન મેચનું પાસુ પલટી નાંખવા સક્ષમ છે. ઈરફાન દિલ્હી અને કોલકાતા તરફથી યુસુફ હોઇ બંને પઠાણ બંધુઓની સામસામે ટક્કર થશે.
આઈપીએલના લીગ તબક્કામાં મોર્ને મોર્કેલ સૌથી વધુ વિકેટો લેનાર બોલર બન્યો છે. દિલ્હી સાઉથ આફ્રિકાના આ બોલર પાસેથી મહત્તમ આશા રાખે છે. ઉમેશ યાદવ અને વરૃણ આરોનની ભારતના ભાવિ સ્ટાર ફાસ્ટ બોલર તરીકે દેશ-વિદેશના ખેલાડીઓ અને વિવેચકો પ્રશંસા કરી ચૂક્યા છે.
કોલકાતા પાસે બ્રેટ લી, જાદુઇ સ્પિનર વિન્ડિઝનો સુનિલ નારીન, અબ્દુલ્લા, અલ હસન જેવી બોલિંગ તાકાત છે.
સંભવીત ટીમ ઃ દિલ્હી ઃ સેહવાગ (કેપ્ટન), જયવર્દને, ઈરફાન પઠાણ, ઉમેશ યાદવ, નમન ઓઝા (વિકેટ કિપર), નદીમ, વેણુગોપાલ, નાગર, રસેલ, મોર્ન મોર્કેલ, બિશ્ત, વોર્નર
કોલકાતા ઃ ગંભીર (કેપ્ટન), બી. મેકુલમ (વિકેટ કિપર), કાલિસ, તિવારી, યુસુફ પઠાણ, નારીન, લી, અલ હસન, અબ્દુલ્લા, બિસ્લા, લાંગે, દાસ, શુકલા, ભાટિયા

આજે હારનાર ટીમને વધુ એક તક મળશે
પ્લે ઓફ પધ્ધતિથી બે ફાઇનલિસ્ટ કઇ રીતે નક્કી થશે?
નવી દિલ્હી, તા. ૨૧
આઈપીએલમાં લીગ મેચોના અંતે ટોચના ચાર ક્રમે રહેનાર ટીમો વચ્ચે સેમિ ફાઇનલ નહીં રમાય પણ બે પ્લે ઓફ અને એક એલિમિનિટર મેચના આધારે બે ફાઇનલિસ્ટ નક્કી થશે.ટોપ બે ટીમ અનુક્રમે દિલ્હી અને કોલકાતા વચ્ચે કાલે પ્રથમ પ્લે ઓફ રમાશે પણ હારનાર ટીમ બહાર નહીં ફેંકાઇ જાય. તેઓને હજુ એક તક મળશે.
કઇ રીતે તે જોઇએ. બીજી પ્લે ઓફ ત્રીજી અને ચોથી રહેલી મુંબઇ અને ચેન્નઇ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમને ફાઇનલમાં પ્રવેશવા વધુ એક મેચ પ્રથમ પ્લે ઓફની હારનાર ટીમને હરાવવી પડશે. જો પ્રથમ પ્લે ઓફની હારનાર ટીમ આ મેચ જીતશે તો તે ફાઇનલમાં પહોંચી શકશે.
ઉદાહરણ તરીકે પ્રથમ પ્લે ઓફમાં દિલ્હી કોલકાતાને હરાવે તો દિલ્હી ફાઇનલમાં રમવા નિશ્ચિત બનશે. પણ કોલકાતાને હજી એક તક મળશે. કઇ રીતે?
બીજી પ્લે ઓફ મુંબઇ અને ચેન્નઇ વચ્ચે રમાનાર છે. તેમાં જે હારશે તે બહાર ફેંકાઇ જશે. માની લો કે ચેન્નઇ હાર્યું એટલે બહાર ફેંકાઇ ગયું પણ મુંબઇને હજુ ફાઇનલમાં પ્રવેશવા પ્રથમ પ્લે ઓફ હારનાર કોલકાતાને હરાવવું પડે. માની લો કે કોલકાતા જીતે તો ફરી ફાઇનલમાં કોલકાતા - દિલ્હી ટકરાય. પણ મુંબઇ કોલકાતાને હરાવે તો દિલ્હી - મુંબઇનો ફાઇનલમાં મુકાબલો થાય.

આખરી ચાર મુકાબલા
મે

૨૨

દિલ્હી-કોલકાતા ઃ પૂણેમાં

૨૩

મુંબઇ-ચેન્નઇ ઃ બેંગલોરમાં

૨૫

પ્રથમ પ્લે ઓફમાં હારનાર વિરૃધ્ધ

-

બીજી પ્લે ઓફમાં વિજેતા ઃ ચેન્નઇમાં

૨૭

પ્રથમ પ્લે ઓફ વિજેતા વિરૃધ્ધ

-

૨૫ મેની મેચની વિજેતા વચ્ચે ફાઇનલ

-

રમાશે ઃ ચેન્નઇમાં

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved