Last Update : 22-May-2012,Tuesday

 
 

ઝોહલની હોટલમાં હાજરી અંગે ઘેરૃ બનતું રહસ્ય
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો

સાહિલ ખરેખર ઝોહલનો મંગેતર છે કે એજન્ટ તે પણ તપાસ કરવી જરૃરી

નવી દિલ્હી, તા. ૨૧
આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી ઓસ્ટ્રેલિયાના લ્યુક પોમર્સબેચે કાર્ટ સમક્ષ તેના વકીલ દ્વારા આજે કબૂલી લીધું હોવાનું મનાય છે કે તેણે મૂળ અમેરિકન યુવતી ઝોહલ હમીદની તેના રૃમમાં જઇને જાતિય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે વખતે તે આલ્કોહલના નશા હેઠળ હતો.
પોમર્સબેચ રૃમમાં પ્રવેશ્યો ત્યારે ઝોહલના મંગેતર સાહિલ પીરઝાદાએ તેને અટકાવવાનો પ્રયત્ન કરતા પોમર્સબાચે તેને ફટકારતા કાન પર ગંભીર ઈજા થઇ હતી અને સાહિલને તરત જ કાનની સર્જરી કરાવવી પડી હતી.
પોલીસને જે પણ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા તેમાં એટલું જોઇ શકાતું હતું કે પોમર્સબેચ ઝોહલના રૃમ તરફ ગયો ત્યાં સુધી રોયલ ચેલેન્જરનો જ અન્ય ખેલાડી અપન્ના તેની સાથે હતો. રૃમની અંદર જે બન્યું તે વખતે અપન્ના કે અન્ય કોઇ હાજર હતું કે કેમ તે સ્પષ્ટ નથી થતું.
પોમર્સબેચે આ રીતે નાટકિય રીતે કબુલાત કરી તે અંગે એવી અટકળ સેવાય છે કે તપાસના આધારે જ એ પૂરવાર થઇ ગયું હતું કે પોમર્સબાચે શરાબનું સેવન કર્યું હતું એટલું જ નહીં મંગેતર સાહીલને થયેલી ઈજા અને અન્ય ફૂટેજ પરથી પણ તે પકડાઇ જાય તેમ હતું. તેના વકીલે જ તેને સમજાવ્યો હશે કે મદ્યપાનના સેવનનું અને છેડતીનાં પ્રયત્નની કબૂલાત કરી લઇશ તો સજામાં નોંધપાત્ર ઘટાડો થઇ શકશે.
રોયલ ચેલેન્જર્સની ટીમના માલિક વિજય માલ્યાના પુત્ર સિધ્ધાર્થે આ ઘટના પછી એ પ્રકારની ટ્વીટ કરી હતી કે ઝોહલ મારી પાછળ પડી હતી પણ તેની વર્તણુક ભાવિ પત્ની બનાવી શકાય તે પ્રકારની નહોતી.
સિધ્ધાર્થની આ કોમેન્ટ પોમર્સબેચના બચાવમાં કામ લાગી શકે તેવી ઈરાદાપૂર્વકની અને સમયસરની હતી.. એક માલિક તેની ટીમની ઈમેજને બચાવવા જે પ્રયત્ન કરે તે તેમાં જોઇ શકાતું હતું.
હવે પોમર્સબેચનો વકીલ એમ કહી શકશે કે ઝોહલના ચારિત્ર્ય અને હોટલમાં રહેવાનો ઈરાદો જ ખેલાડીને લલચાવીને કમાવવાનો હોઇ શકે. તે હોટલમાં જ શા માટે રહી હતી? તેનું બેકગ્રાઉન્ડ અને આવવાનું પ્રયોજન શું હતું?
એવી ચર્ચા પણ ચાલે છે કે ઝોહલ સાથે રૃમમાં રહેતો સાહિલ ખરેખર તેનો મંગેતર છે કે પછી તેના એજન્ટ જેવું કામ કરે છે?
જો ઝોહલના લગ્ન જ થવાના છે તો સિધ્ધાર્થ જોડે તેણે કેમ મોહજાળ પાથરવાનો પ્રયત્ન કર્યો હતો?
સમગ્ર ઘટનાનો નાટકિય વળાંક એ છે કે ઝોહલ અને સાહિલનો રૃમ ડેક્કન ચાર્જર્સની ટીમના ગુ્રપ તરફથી તેઓ જોડે થયો હતો.
ડેક્કન ચાર્જર્સના માલિકોએ હજુ સુધી સ્પષ્ટતા નથી કરી કે ઝોહલ અને સાહિલ જોડે તેઓને શું સંબંધ છે. શા માટે તેઓએ રૃમ બુક કરાવ્યો હતો?
બુકીઓએ અગાઉ એવી માહિતી આપી હતી કે અમુક ટીમો અન્ય ટીમોના ખેલાડીઓને ખરાબ રીતે રમવા હોટલમાં રૃપલલનાઓને ઉતારતા હોય છે. જેઓ મેચ કે ખેલાડી ફિક્સ કરી આપવાનું કામ કરે છે.
સિમરન સુદ પાલાંઠે નામના માથાભારે બુકી વતી કામ કરતી હતી જે હાલ જેલમાં છે તે પણ પલાંઠેની મંગેતર તરીકે જ તેની ઓળખ આપતી હતી.
ખરેખર તો ભારતીય ક્રિકેટ બોર્ડે અને પોલીસે જ ઝોહલની વૃત્તિ- પ્રવૃત્તિ અંગે મહિતી મેળવવી જોઇએ. પોમર્સબેચને હળવી સજા આપી બંને પક્ષે સમાધાનથઇ જશે તેમ મનાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved