Last Update : 22-May-2012,Tuesday

 
પાક. અમેરિકા સામસામે
શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર

ત્રાસવાદી જૂથો સામે પગલાં લેવા હિલેરીએ ભારપૂર્વક કરેલી તાકીદ

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૨૧
શિકાગોમાં મળી રહેલી 'નાટો' શિખર પરિષદ દરમિયાન પ્રમુખ બરાક ઓબામાએ પાકિસ્તાનના પ્રમુખ આસીફઅલી ઝરદારીને મળવાની સ્પષ્ટ 'ના' કહી દીધી હતી. તેના મૂળમાં નાટો દળો માટે અફઘાનિસ્તાનમાં મોકલાતા શસ્ત્રો અને અન્ય સરંજામ માટેનો માર્ગ ફરી ખુલ્લો કરવામાં પાકિસ્તાનની નિષ્ફળતા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ગઈકાલે શિકાગોમાં ઝરદારીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, પાકિસ્તાને હકાની નેટવર્ક અને અલ-કાયદા સહિત અન્ય તમામ ત્રાસવાદી જૂથો સામે કડક હાથે કામ લેવું જ પડશે. આમ પાકિસ્તાનના પ્રમુખે અમેરિકાથી ખાલી હાથે પરત ફરવું પડયું છે.
ટૂંકમાં હવે અમેરિકા અને પાકિસ્તાન સામસામા આવી ગયા છે. તેમ નિશ્ચિત લાગે છે તેવું નિરીક્ષકોનું તારણ છે. ગયા નવેમ્બર મહિનામાં નાટો દળોના હવાઈ હુમલામાં ૨૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા પછી બંને દેશોના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. કારણ કે આ ઘટના પછી અમેરિકાઓ માત્ર સાંત્વના જ દર્શાવી હતી પરંતુ કોઈ ક્ષમાપ્રાર્થના કરી ન હતી. આ પછી પાકિસ્તાનમાં પ્રમુખ ઝરદારીનું માન તદ્દન ઘટી ગયું હતું. જે પુનઃ પ્રાપ્ત કરવા ઝરદારી શિકાગોમાં પ્રમુખ ઓબામાને મળવા માગતા હતા પરંતુ ગઈકાલે સાંજથી શરુ થયેલી નાટોની આ બે દિવસની બેઠકમાં પ્રમુખ વ્યસ્ત હોવાથી તેમને (ઝરદારીને) મળી શક્યા નથી. તેમ વ્હાઇટ હાઉસના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બેન રહોડ્ઝે જણાવ્યું હતું અને વધુ સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કારઝાઈને પણ વ્યસ્તતાના કારણે મળી શક્યા નથી.
શિકાગોમાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ગઈકાલે પાકિસ્તાનના પ્રમુખ ઝરદારી સાથે એક કલાક સુધી મંત્રણાઓ કરી હતી જેમાં પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં જતા માર્ગો નાટો દળો માટે ખુલ્લા મૂકવા માટે અને હકાની નેટવર્ક તથા અલકાયદા સહિતના ત્રાસવાદી જૂથો સામે કડક હાથે કામ લેવા પાકિસ્તાનને લગભગ 'આદેશ' જ આપવામાં આવ્યો હતો. પરંતુ ઝરદારીએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી.
આ ઉપરાંત બંને નેતાઓએ અફઘાનિસ્તાનમાં પગલા લેવા સલામતી સ્થિરતા સ્થાવા માટેના સઘન પગલા લેવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે ક્લિન્ટને તેવી પણ સ્પષ્ટતા કરી હોવાનું જાણવા મળ્યું છે કે, અમેરિકા- પાકિસ્તાન દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિનો આધાર પણ પાકિસ્તાન આ ત્રાસવાદી જૂથો સામે કેવા પગલા લે છે તેની ઉપર જ રહેલો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved