Last Update : 22-May-2012,Tuesday

 

ગોદામોમાં થયેલું ભારણ ઘટાડવા
૨૦ લાખ ટન ઘઉંના જથ્થાની તુર્ત જ નિકાસ કરવાનું સૂચન

અન્ન પ્રધાને રાજ્યસભામાં પૂરક પ્રશ્નોનો આપેલો જવાબ
(પીટીઆઈ) નવીદિલ્હી,તા.૨૧
દેશના ગોદામોમાં થઈ ગયેલો ઘઉંનો ભરાવો ઘટાડવા માટે સરકારી સ્ટોકમાંથી ૨૦ લાખ ટન ઘઉંની તુર્ત જ નિકાસ કરવા માટે રંગરાજન સમિતિએ કરેલા સૂચનને અન્ન મંત્રાલયે ટેકો આપ્યો છે.
કેન્દ્રના અન્ન પ્રધાન કે.વી. થોમસે આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું કે ઘઉંના વિક્રમરૃપ ઉત્પાદનને પગલે ગોદામોમાં થયેલા ભરાવાને ઘટાડવા માટે માર્ગો સૂચવવા માટે વડાપ્રધાનને એમની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ સી. રંગરાજનના નેતૃત્વમાં નિષ્ણાતોના જૂથની રચના કરી હતી.
આ જૂથે સરકારી સ્ટોકમાંથી ૨૦ લાખ ટન ઘઉંની તુર્ત જ નિકાસ માટે, જ્યારે અન્ય ૧૩૦ લાખ ટન અનાજનો રેશનની દુકાનો અને ખુલ્લા બજાર મારફતે નિકાલ કરવા સૂચવ્યું છે.
સમિતિના સૂચનોને ચકાસાઈ રહ્યા છે. અમારાં વિભાગે સી. રંગરાજન સમિતિના સૂચનોને સંપૂર્ણ ટેકો આપ્યો છે, એમ થોમસે જણાવ્યું.
હાલમાં, ૬૨૮ લાખ અનાજની સંગ્રહ ક્ષમતાવાળા સરકારી ગોડાઉનો ૭૫૦ ટનના જથ્થાના લીધે છલકાઈ રહ્યા છે. આથી વધારાનું અનાજ સંગ્રહ કરવાનું શક્ય નથી.
જાહેર વિતરણ પધ્ધતિ માટે ૬૨૦ - ૬૩૦ ટન અનાજની જરૃર પડે છે, એમ જણાવીને થોમસે ઉમેર્યું કે વિક્રમરૃપ ઉત્પાદને વિપુલતાની સમસ્યા ઊભી કરી છે.
લાંબા ગાળા માટે પૂરતી સંગ્રહ સુવિધા ઊભી કરવાનું સૂચવાયું છે, ત્યારે ગરીબીની રેખા હેઠળની વસ્તીને અપાતા અનાજના જથ્થામાં વધારો તેમજ જરૃરતમંદ વસ્તી અનાજનું ખૂબ ઓછા ભાવે અથવા મફત વિતરણ કરવાનું કામ થોડા સમયમાં હાથમાં લેવાશે, એમ પ્રધાને ઉમેર્યું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved