Last Update : 22-May-2012,Tuesday

 

રેડ પડી તે પૂર્વે ચાર ક્રિકેટર સરકી ગયાની ચચા
રેવ પાર્ટીમાં ઝડપાયેલા ક્રિકેટરો અને કલાકારોનો નિર્દોષ હોવાનો દાવો

હોટેલના ડિરેકટર અને પાર્ટી આયોજક વિષય હાન્ડાની ધરપકડઃ સેલિબ્રિટી હોવાથી નિશાન બનાવાયાનો બચાવ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૧
વિવાદના વમળમાં અટવાયેલી આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ)ને ગઈકાલે પોલીસે જૂહુમાં રેવ પાર્ટી પર પાડેલા છાપાને લીધે એક ઔર ફટકો લાગ્યો છે. આ રેવ પાર્ટીમાં આઈપીએલમાં પુણે વોરિયર્સ ટીમના બે ખેલાડી રાહુલ શર્મા અને સાઉથ આફ્રિકાના વેન પાર્નેલ ઝડપાઈ ગયા હતા. પોલીસની રેડની ગંધ આવી જવાથી ચારેક ખેલાડી પાર્ટીમાંથી આબાદ સરકી ગયા હોવાનું કહેવાય છે.
અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રી તેની અભિનેત્રી પત્ની શિલ્પા અગ્નિહોત્રી, ડિઝાઈનર રોકી એસ પણ પાર્ટીમાં હાજર હતા.
જૂહુની ઓકવૂડ પ્રિમિયર હોટેલના ડિરેકટર અને રેવ પાર્ટીનું આયોજન કરનારા વિશય હાંડાની એન.ડી.પી.એસ. એકટ મુજબ પોલીસે ધરપકડ કરી છે. ફેસબુક પર પાર્ટીની જાહેરાત આપવામાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું.
જૂહુ વિસ્તારમાં આવેલી ઓકવૂડ પ્રિમિયર હોટેલમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ગઈકાલે સાંજે પોલીસે છાપો મારી ૫૮ યુવક અને ૩૮ યુવતીને ઝડપી લીધા હતા. જેમાં આઈપીએલના ખેલાડી, અભિનેતા- અભિનેત્રી, ડિઝાઈનર અને વિદેશી યુવતીનો સમાવેશ છે.
પોલીસના જણાવ્યા મુજબ 'ગઈકાલે રાતે પાર્ટીમાં પકડાયેલા યુવક- યુવતીએ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે નહીં તેની તપાસ કરવા તેમને કૂપર હોસ્પિટલ, ભાભા હોસ્પિટલ અને જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં યુરિન અને બ્લડના નમૂના લઈને તેમને છોડી દેવામાં આવ્યા હતા. જો તબીબી રિપોર્ટ પોઝીટીવ આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
'રેવપાર્ટીમાંથી અંદાજે ૧૧૦ ગ્રામ કોકેન, એમ.ડી.એમ.એ. નામની ડ્રગ્સ અને ચરસનો જથ્થો વિપુલ પ્રમાણમાં મળી આવ્યા હતા, એમ એડીશનલ પોલીસ કમિશનર વિશ્વાસ નાગરે પાટિલે વધુમાં કહ્યું હતું.
પોલીસે આ પાર્ટીના આયોજક વિશય હાંડાની નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) ધારા હેઠળ ધરપકડ કરી છે. કોર્ટે તેને ૨૫મી મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
રેવ પાર્ટીમાં ઝડપાયેલા અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રી અને તેની અભિનેત્રી પત્ની શિલ્પા અગ્નિહોત્રીએ નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. અપૂર્વ અગ્નિહોત્રીએ કહ્યું હતુ અમે નિર્દોષ છીએ. કોઈને નશીલા પદાર્થનુ સેવન કરતા જોયા નહોતા. પાર્ટીમાં લોકો શિષ્ટ જણાતા હતા. રવિવારે સાંજે ૬.૨૫ વાગ્યે અમે પાર્ટીમાં ગયા હતા. પણ અંદાજે ૭.૦૦ વાગ્યે પોલીસે પાર્ટી પર છાપો માર્યો હતો.જ્યારે તેની પત્ની શિલ્પા અગ્નિહોત્રીના જણાવ્યા મુજબ 'આ રેવ પાર્ટી હોવાની અમને ખબર નહોતી. પાર્ટીમાં પત્રકારો, વૈજ્ઞાાનિક અને અન્ય લોકો હાજર હતા. સેલિબ્રિટી હોવાને લીધે અમને નિશાન બનાવવામાં આવ્યા છે. આઈપીએલમાં પુણે વોરિયર્સના ખેલાડુ રાહુલ શર્માએ રેવ પાર્ટીમાં ગયો ન હોવાનું જણાવતા પોતાના બચાવમાં કહ્યું હતું કે હું બર્થડે પાર્ટીમાં ગયો હતો. રેવ પાર્ટી બાબતે મને કંઈ પણ ખબર નહોતી.
ભારતીય ક્રિકેટર રાહુલ શર્મા અને સાઉથ આફ્રિકાના ખેલાડી વેન પાર્નેલને પણ પોલીસે રેવપાર્ટીમાં પકડયા હતા.રાહુલ શર્માએ કહ્યું હતુ 'મને બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વેન પાર્નેલ પણ મારી સાથે હતો. હોટેલમાં રેવ પાર્ટી હોવાની મને જાણ નહોતી. હું સાંજે સાત વાગ્યે હોટેલમાં ગયો હતો. પછી ગણતરીની મિનિટમાં પોલીસે કાર્યવાહી કરી હતી. મેં પોલીસને પૂછયું ત્યારે રેવ પાર્ટી હોવાની ખબર પડી હતી. અમે પોલીસની તપાસમાં સહકાર આપ્યો હતો. અમે દારૃ પીધો નહોતો. મેં મારા જીવનમાં બિયરનો સ્વાદ પણ ચાખ્યો નથી.'
મુંબઈ પોલીસે ધરપકડ કરેલા વિશય હાંડાએ પોતાના ફેસબુક પરના અંગત પ્રોફાઈલ દ્વારા પોતાના બધા કલાયન્ટોને આમંત્રણ મોકલાવ્યા હતા.
જૂહુમાં રહેતા હાંડાએ પાર્ટીનું આમંત્રણ આપતી વખતે કેટલાક સિક્રેટ કોડવર્ડનો ઉપયોગ કર્યો હતો. જેના પરથી કેફીદ્રવ્યોનો આ પાર્ટીમાં ઉપયોગ થવાનો છે એવું પોલીસને જાણવા મળ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved