Last Update : 22-May-2012,Tuesday

 
વિપક્ષોના ઉગ્ર વિરોધ વચ્ચે
લોકપાલ બિલ રાજ્યસભાની પસંદગી સમિતિને હવાલે ઃ હવે ચોમાસુ સત્રમાં આવશે

તમે જવાબદારીમાંથી છટકી રહ્યા છો જે દેશ નિહાળે છે ઃ જેટલી

નવી દિલ્હી, તા. ૨૧
સમગ્ર દેશનું ધ્યાન જે બાબતે ખેંચાયેલું છે તે વિવાદાસ્પદ લોકપાલ અને લોકાયુક્ત બિલ રાજ્યસભાની પસંદગી સમિતીને સોંપવામાં આવ્યું છે. છેલ્લા ૪૨ વર્ષથી પસાર થવાની રાહમાં લટકી રહેલા આ બીલને આ પગલાથી વધારે વિલંબીત કરવામાં આવી રહ્યાની આશંકા ઉભી થઈ છે. કેમકે રાજ્યસભા આ બિલ શિયાળુ સત્ર તેમજ વર્તમાન બજેટ સત્રમાં અંતિમ દિવસે રજુ કરી સરકારે ચર્ચા ટાળી છે હવે તે ચોમાસુ સત્રમાં રજુ થશે.
રાજ્યકક્ષાના પર્સોનેલ મીનિસ્ટર વી. નારાયણસામીએ રાજ્યસભામાં આ બિલ ચર્ચા તેમજ પસાર કરવા માટે રજુ કર્યું તરત જ એક સુચન દ્વારા પસંદગી સમિતીને સોંપી દેવાતા વિપક્ષે આનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપ, ડાબેરીઓ તેમજ બસપાએ આક્ષેપ કરતા સરકાર મૈત્રીપૂર્ણ વિપક્ષના ખભાનો ઉપયોગ કરીને બિનકાયદેસર કાર્ય કરી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ બિલ જે વિભાગ સાથે સંકળાયેલું હોય તેના પ્રધાન આ બિલ અંગે એમેન્ડમેન્ટ મોશનની માંગ કરી શકે કોઈપણ પ્રધાન તેમ ન કરી શકે.
વિપક્ષના નેતા અરૃણ જેટલીએ વડાપ્રધાનને વિનંતી કરતા જણાવ્યું હતું કે, સરકાર ઉભા થઈને સ્પષ્ટ જણાવી દે કે અમે લોકપાલ બિલ પસાર કરવા માંગીએ છીએ કે નહીં. લોકપાલ બિલ સંદર્ભે અમે અમારા વિચારો ઔપચારીક અને અનૌપચારીક વ્યક્ત કરી ચુક્યા છીએ તેમ તેઓએ સ્પષ્ટતા કરી હતી. જેટલીએ જણાવ્યું હતું કે સંસદની વિશ્વસનિયતા સામે સવાલ ઉભો થયો છે. લોકો આપણને જોઈ રહ્યા છે. આ આપણી નબળાઈ છે અને તમે જવાબદારીમાંથી છટકી રહ્યા છો. માયાવતી પણ વિપક્ષ સાથે વિરોધમાં ભળ્યા હતા.
સી.પી.આઈ.(એમ.)ના સીતારામ યેચુરીએ પણ એમેન્ડમેન્ટ મોશન સામે સવાલ જગાવ્યો હતો. તેમણે કોર્પોરેટ સેક્ટરને પણ લોકપાલના કાર્યક્ષેત્રમાં આવરી લેવાની માંગ કરતાં તમે લાંચની માંગણી કરનાર પક્ષ પર અટકાયત મુકો છો જ્યારે લાંચ આપનાર પક્ષને અટકાવવા કંઈ નથી કરતા એવો આક્ષેપ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved