Last Update : 22-May-2012,Tuesday

 

કાળાં નાણાંનો સૌથી મોટો સ્રોત રિયલ એસ્ટેટ

વ્હિસલ બ્લોઅરને પૂરતું રક્ષણ ન હોઈ સાચી બાતમી ઓછી બહાર આવે છે

નવી દિલ્હી, તા. ૨૧
દેશમાં કાળા નાણાંનો રંગ એટલો ઘેરો કાળો બની ચૂક્યો છે કે, સરકાર પણ હવે તેને વ્યાખ્યાબદ્ધ કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેમ છતાં અહીં કાળા નાણા વિશે નીચેની ૧૦ બાબતો સમજાવવા પ્રયાસ છે.
* વ્યાખ્યા ઃ અર્થતંત્ર કે સાહિત્યમાં કાળા નાણાંની કોઈ વ્યાખ્યા નથી પણ બિનહિસાબી આવક, 'કાળી આવક', 'ગંદી આવક' કાળી સમૃદ્ધિ, ભૂમિગત સમૃદ્ધિ, કાળો વ્યવહાર, સમાંતર વ્યવહાર, પ્રચ્છન્ન વ્યવહાર, ભૂમિગત કે અનાધિકાર અર્થતંત્ર તે ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિની આવક, પ્રતિબંધિત વસ્તુઓના વ્યવહારની આવક, શસ્ત્રોના બિનકાયદેસર વેપારની આવક, દાણચોરીની આવક, લાંચ રૃશ્વત કે ભ્રષ્ટાચારની આવક વગેરે દ્વારા પેદા થતા નાણાંને કાળુંનાણું કહી શકાય.
* પ્રચ્છન્ન કે ગુપ્ત આવક (કન્સીલ્ડ ઇન્કમ) ઃ આવકવેરા ધારાની કલમ ૧૩૨ અનુસાર, સી.બી.ડી.ટી.ની સંશોધન શાખાએ ૧૯,૯૩૮ કરોડની પ્રચ્છન્ન આવક ઝડપી છે.
* નીચી આવક દર્શાવવી (અંડર રિપોર્ટિંગ) ઃ વ્યવસાય નિયમાનુસાર ચાલતો હોય પણ તેમાંથી થતી આવક નીચી દર્શાવીને તેના પર કર ભરવો જ્યારે ઉપરની આવકથી કાળા નાણાંનું સર્જન થાય છે. વર્ષ ૨૦૦૯ દરમિયાન આવકવેરા વિભાગે ૧૧,૮૦૦ કરોડનું આ પ્રકારનું કાળું નાણું ઝડપ્યું હતું.
* ખોટો ભાવ દર્શાવવો (મીસપ્રાઇસિંગ) ઃ આયાત કે નિકાસમાં વસ્તુની ખોટી કિંમત દર્શાવી ઉપલા નાણાં હવાલા કે અન્ય માર્ગે મેળવવા છેલ્લા બે વર્ષોમાં આ પ્રકારે ૬૭,૭૬૮ કરોડ જ્યારે વર્તમાન વર્ષ દરમ્યાન રૃા. ૪૪,૫૩૧ કરોડ આ પ્રકારે ઝડપ્યા છે. એટલી જ રકમ નફા સ્વરૃપે બહાર જતી અટકાવી છે, તે ઉપરાંત સરહદ પારના હવાલા ઝડપીને ૪૮,૯૫૧ કરોડની કર પ્રાપ્તિ.
* સ્થાવર સંપત્તિ ક્ષેત્ર (રીઅલ એસ્ટેટ સેક્ટર) ઃ જીડીપીમાં ૧૧ ટકા જેવો માતબર હિસ્સો ધરાવતું આ ક્ષેત્ર કાળા નાણાંનું પિયર ગણાય છે. તેમાં કાળા નાણાંનું મોટા પાયે રોકાણ તેમજ ખરીદદાર લાંચિયા અધિકારીઓ ભ્રષ્ટ નોકરશાહો અને વેપારીઓ દ્વારા પણ ચુકવણું કાળા નાણાંમાં થાય છે.
* પાન કાર્ડ અને રીટર્ન ઃ અત્યાર પર્યન્ત ૧૧ કરોડ લોકો દ્વારા જ પાનકાર્ડ મેળવાયા છે. જ્યારે ૩.૫ કરોડ લોકો રીટર્ન ભરે છે. બાકીના વધારે આવક ધરાવતા લોકો અજ્ઞાાનવશ કે કરચોરી કરવા આવકવેરા વિભાગથી જ દૂર રહે છે.
* વ્હીસલ બ્લોઅર પોલિસી ઃ દેશમાં વ્હિસલ બ્લોઅર્સ કે બાતમીદારને પૂરતું રક્ષણ આપી શકાતું નથી તેના કારણે પૂરતી માહિતી આવતી નથી અથવા બાતમીદાર 'હોસ્ટાઇલ' જાહેર થાય છે. આ પ્રકારે બાતમીનો સ્રોત જ પાતળો પડી ચૂક્યો છે આ માહિતી મેળવવી મુશ્કેલ.
* કર માફી યોજનાઓ (એમનેસ્ટી સ્કીમ્સ) ઃ વિદેશોમાં પડેલા નાણાં સ્વદેશ લાવવા માટે સૂચવેલ એક માર્ગ સ્વૈચ્છિક જાહેરાતનો છે ગણા દેશો દ્વારા આ માર્ગ સફળતાપૂર્વક અપનાવાયેલો છે. (યુ.એસ.એ., યુ. કે., ફ્રાંસ, જર્મની વગેરે) જો કે આમાં કર સાથે લાગતા વ્યાજ ક દંડો વ્યાજ ેજેવી સજાત્મક જોગવાઈઓમાં જ માફી મળે છે.
* સોનાનો જથ્થો (ગોલ્ડ ડીપોઝીટ્સ) ઃ કેટલાક નિષ્ણાતો દ્વારા આ યોજના સૂચવાઈ છે. તેમાં રોકાણકારો જો સોનું જમા કરાવવા માગતા હોય તો તેમને પરત માગે ત્યારે સોનું આપવું અને સોનાને કેટલાક વ્યવહારોમાં માધ્યમ તરીકે સ્વીકારવું.
* ઉદ્યોગ જગતનો દુરૃપયોગ (મીસ યુઝ ઓફ કોર્પોરેટ સેક્ટર) ઃ કેટલાક મોટા ઉદ્યોગો કોર્પોરેટ સેક્ટરમાં ટેક્સ હેવન ગણાતા રાષ્ટ્રોમાં ઓફિસો રાખી મોટા સોદા ત્યાં કરે છે. જ્યારે દેશમાં કરોડોની સંપત્તિ ખડકીને પણ કર ભરવાથી દૂર રહે છે કે અંશતઃ કર ભરે છે વોડાફોન તેનું ઉદાહરણ છે અને તેને કાબૂમાં લેવા આવકવેરા ધારામાં પાછલી અસરથી સુધારો સૂચવાયો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved