Last Update : 22-May-2012,Tuesday

 

ઓઢું હું કાળો કામળો દુજો દાગ ન લાગે કોઇ
કાળાં નાણાં પર પ્રણવનું શ્વેતપત્ર

કાળાં નાણાંને નાથવા રિયલ એસ્ટેટ, ઝવેરાત પર અંકુશ મુકો ઃ ફાસ્ટ ટ્રેક કોર્ટો રચો ઃ લોકપાલ લાવો ઃ શ્વેતપત્રને બિકિની સાથે સરખાવતો ભાજપ

નવી દિલ્હી, તા. ૨૧
ભારતમાં અને વિદેશોમાં સંગ્રહાયેલા કાળા નાણાં અંગે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આજે લોકસભામાં 'શ્વેત પત્ર' (વ્હાઇટ પેપર) રજૂ કર્યું હતું પરંતુ તેમાં કેટલું કાળું નાણું, કયા દેશમાં, કોના નામે છે તે વિષે કોઈ માહિતી અપાઈ નથી. પરંતુ કાળા નાણાંના ઓથારને ડામવા માટે લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે ભારપૂર્વક અનુરોધ કરાયો છે. પરંતુ વિપક્ષ ભાજપે આ શ્વેતપત્રને 'બિકીની' સાથે સરખાવતા કહ્યું છે કે, તે મહત્ત્વની બાબતોને ઢાંકે છે અને બિનજરૃરી બાબતોને ખુલ્લી પાડે છે.
આ શ્વેત પત્રમાં સરકારે પોતે કાળા નાણાં વિષે કોઈ અંદાજ આપ્યો નથી પરંતુ જુદી જુદી સંસ્થાઓએ આપેલા અંદાજો નાણાં પ્રધાને ગૃહમાં રજૂ કર્યા હતા. આ ૯૭ પાનાના દસ્તાવેજમાં નાણાંકીય અપરાધો ડામવા ફાસ્ટટ્રેક કોર્ટ રચવાના સૂચન સાથે આવા અપરાધીઓને કઠોરમાંથી કઠોર સજા સંસદમાના મુખ્ય વિપક્ષ ભાજપે વ્હાઇટ પેપરને નોન-પેપર કહી ટીકા કહી હતી અન તેને બિકીની સાથે સરખાવતા કહ્યું હતું કે, તે મહત્ત્વના ભાગોને ઢાંકી દે છે અને ઓછી મહત્ત્વની બાબતો જ જાહેર કરે છે.

 

શ્વેતપત્ર શું છે ?
અમદાવાદ, તા. ૨૧
મધ્યયુગ દરમિયાન વિશ્વમાં સૌથી પહેલી સંસદ-૧૨૬૫માં બોલાવનાર, ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ ૧ લા સામે પછીથી તેના ઉમરાવોએ જ બળવો કર્યો હતો. મહા પ્રયત્ને આ બળવો દબાવી પણ દેવાયો. પરંતુ તે પછી બ્રિટનની સંસદમાં બળવો કરનારાઓ અંગે રાજા પાસે એક લેખિત પત્ર (નિવેદન)ની માગણી કરી હતી. જે સર્વગ્રાહી હોવું જોઈએ તેમ પણ તેમણે આગ્રહ રાખ્યો હતો.
બીજી તરફ રાજાની મુંઝવણ તે હતી કે તે તેના ઉમરાવોને પણ નારાજ કરી શકે તેમ ન હતા. કારણ કે યુદ્ધોમાં ઉમરાવોની સહાય અનિવાર્ય હતી. વળી તે યુગમાં ઇઝરાયલનાં ખ્રિસ્તી ધાર્મિક સ્થાનો પર ખલીફાએ જમાવેલા કબજાને દૂર કરવા ધર્મયુદ્ધો પણ ચાલી રહ્યા હતા. જેમાં ઉમરાવોની તેમનાં સૈન્ય સાથે રાજાને જરૃર હતી. તેથી એડવર્ડ પહેલાએ, સંસદ સમક્ષ એક પત્ર રજૂ કર્યો, જે તદ્દન કોરો હતો. આ સાથે વ્હાઈટ પેપર (શ્વેત પત્ર) શબ્દ પ્રચલિત થયો હોવાનું માનવામાં આવે છે. પરંતુ હવે શ્વેતપત્ર એટલે સર્વગ્રાહી માહિતી આપતો પત્ર તેમ ઔકહેવાય છે.કરવાનો પણ અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત ડેબિટ અને ક્રેડિટ કાર્ડને પ્રોત્સાહન આપવાનું પણ આ શ્વેતપત્રમાં સૂચન કરાયું છે કારણ કે આ કાર્ડઝના ઉપયોગની ઇન્કમટેક્સ વિભાગને તુર્ત જ જાણકારી મળી શકે છે. આ સાથે કાળા નાણાંનો ઓથાર ડામવા, સ્વેચ્છાએ પણ આવા નાણાંની જાહેરાત કરનારને માટે કોઈ ટેક્ષમુક્ત કે માફી (ઇમ્યુનિટી)ની જાહેરાત કરી નથી. આ માટે તેઓએ 'નીતિ વિષયક હેતુઓ'નું કારણ દર્શાવ્યું હતું.
આ દસ્તાવેજ દ્વારા સરકાર તેવી છાપ દૂર કરવા માગે છે કે, તે કાળા નાણાં કે જાહેરજીવનમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર સામે કોઈ કડક પગલા લેવા માંગતી નથી. સરકાર ગમે તે કહે પરંતુ તે છાપ દૂર કરવી મુશ્કેલ છે સાથે 'ઓઢું હું કાળો કામળો દુજો દાગ ન લાગે કોઇ' જેવી વાત છે.
લોકપાલ અને લોકાયુક્તના પદો સંબંધે આ શ્વેતપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ પદો વહેલામાં વહેલી તકે સ્થપાવા જોઈએ જેથી આ સંબંધી કેસો જલ્દી હાથ ધરી શકાય.
મુખરજીએ આ શ્વેતપત્રના આમુખમાં જણાવ્યું છે કે, કાળા નાણાંને ડામવા સરકારે પાંચ વિધેયકો રજૂ કર્યા છે. લોકપાલ વિધેયક ન્યાયિક ઉત્તરદાયિત્વ વિધેયક, વ્હીસલ બ્લોઅર્સ બીલ, ફરિયાદ નિવારણ વિધેયક અને પબ્લિક પ્રોક્યોરમન્ટ બિલ.
સરકાર લોકપાલ- લોકાયુક્ત વિધેયકને લોકસભામાંથી પસાર કરાવી શકી છે રાજ્યસભામાં સરકારને તૃણમૂલના સાંસદોએ લોકપાલ મુદ્દે સાથ નહી આપતા પસાર કરાવી શકી નથી.
કાળું નાણું ડામવા સરકારે ચારપાંખિયો વ્યૂહ ઘડયો છે તેમ કહેતાં નાણાં પ્રધાને ગૃહમાં જણાવ્યું હતું કે, તેમાં ટેક્ષના કાયદાનું સ્વેચ્છાએ પાલન અંગે પ્રોત્સાહન આપવા અર્થતંત્રના નબળા ક્ષેત્રોને સુધારવા, કાળા નાણાં અંગે કડક સજાઓ કરવા અને નાણાંકીય તેમજ રીઅલ એસ્ટેટ સેક્ટરમાં સુધારા કરવાનો સમાવેશ થાય છે.
તેમણે આ સાથે કહ્યું હતું કે, સોનાની આયાતમાં મુકાયેલી છૂટછાટોને લીધે જેમ સોનાની દાણચોરી ઘટી છે તે રીતે આ સુધારાઓથી કાળા નાણાનું સર્જન અંકુશમાં તો ચોક્કસ આવશે જ. સ્થાવર મિલ્કત (રીયલ એસ્ટેટ) ક્ષેત્રનો રાષ્ટ્રના અર્થતંત્રમાં ૧૨ ટકાનો ફાળો છે તેથી મિલ્કતના વેચાણ સમયે જ ટીડીએસ કાપવા તથા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ અમલી કરવાનું પણ સૂચન કરાયું છે. સાથે ઝવેરાતને પણ સમીક્ષામાં આવરી લેવા શ્વેતપત્રમાં જણાવ્યું છે.
આ ઉપરાંત નૈસર્ગિક અને માનવસર્જિત સાધનો જેવા કે ખાણો, જમીન અને સ્પેક્ટ્રમ વગેરેમાં પારદર્શિતા લાવવામાં લોકપાલ લોકાયુક્ત ઘણા સહાયભૂત થઈ શકશે તેને પણ આ શ્વેતપત્રમં કહેવાયું છે સામે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ પણ તેમાં સહાયભૂત છે તેમ નાણાં પ્રધાને જણાવ્યું છે . વોડાફોનનું ઉદાહરણ ટાંકતા તેઓએ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા કરવેરા કાયદાના કરાતા દુરૃપયોગ ડામવાના પ્રયત્નો પણ દર્શાવ્યા છે તથા કરચોરી ડામવા એક જોઇન્ટ ટાસ્કફોર્સની રચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વિદેશોમાં ઠાંસી ઠાંસીને રખાયેલું કાળું નાણું ભારતમાં પરત લાવવાના સરકારના પ્રયત્નોનો આ શ્વેતપત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં સ્વિત્ઝર્લેન્ડ જેવાદેશો સાથે કરારો કરી નામની જાહેરાત કર્યા સિવાય ટેક્ષ પ્રાપ્ત કરવાની ગતિવિધિનો ઉલ્લેખ કરાયો છે. મુખરજીએ ઇંગ્લેન્ડ અને સ્વીત્ઝર્લેન્ડ વચ્ચે આ પ્રકારના થયેલા કરારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved