Last Update : 22-May-2012,Tuesday

 

રાજસ્થાન, ઉ.પ્ર. અને હરિયાણામાં વીજદર વધવાની શક્યતા
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન

વીજ વિતરક કંપનીઓની વધુ પોણા લાખ કરોડની લોનને પુનઃગઠિત કરવાની જરૃર પડશે અને હજુ સુધી એકેય નિગમની લોનને પુનઃગઠિત નહીં કરનારી કેનેરા બેંક જૂન ક્વાર્ટરમાં રૃા. ૫,૪૦૦ કરોડના ધિરાણને ફરીથી સરખી કરી આપશે તેમ મનાય છે

અમદાવાદ, સોમવાર
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં પબ્લિક સેક્ટર બેંકા ે(પીએસબી)એ રાજ્ય વિદ્યુત નિગમો (સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડસ-એસઈબી)ની આશરે રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનું પુનઃગઠન કર્યુ છે અને આવનારા સમયમાં વધારે પોણા લાખ કરોડની લોનના પુનઃગઠનની જરૃરિયાત પડશે. અત્યાર સુધી એકેય એસઈબીની લોનનું પુનઃગઠન નહીં કરનારી કેનેરા બેંક પણ જૂન ક્વાર્ટર દરમિયાન રૃા. ૫,૪૦૦ કરોડના ધિરાણનો ફરીથી સરખાં કરી આપે તેવી શક્યતા છે. પાવર સેક્ટરની કંપનીઓના ધિરાણના રૃા. ૫ લાખ કરોડના પોર્ટફોલિયોમાંથી રૃા. ૩ લાખ કરોડ આવી વીજવિતરક કંપનીઓને અપાયા હોવાન ો અંદાજ છે. છેલ્લાં કેટલાંય સમયથી રાજ્યોએ વીજળીના ભાવમાં વધારો કર્યો નથી. બીજી તરફ, વિતરક કંપનીઓના શિરે બોજો વધી રહ્યો છે અને તેણે ધિરાણ ઉપર નિર્ભર રહેવુ પડે છે.
રેટિંગ એજન્સી ક્રિસિલના અંદાજે આશરે રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનોનું પુનઃગઠન બેંકોએ કર્યું છે. મોટા ભાગે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના નિગમોની લોનોને પુનઃ ગઠિત કરી આપવામાં આવી છે. આવનારા સમયમાં વધારે લોનોના પુનઃગઠનની જરૃરિયાત પડશે. બેંક ઓફ બરોડાએ માર્ચ, ૨૦૧૨ સુધીના ત્રણ મહિના દરમિયાન એસઈબીના રૃા. ૨,૦૦૦ કરોડ સહિત કુલ રૃા. ૫,૨૮૧ કરોડની લોનનું પુનઃગઠન કરી આપ્યું છે.
પંજાબ નેશનલ બેંકે (પીએનબી) એસઈબીની કુલ રૃા. ૪,૭૦૦ કરોડની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કર્યુ છે જેના પરિણામે તેની રિસ્ટ્રક્ચર્ડ લોનનો પોર્ટફોલિયો વધીને રૃા. ૬,૦૦૦ કરોડનો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં કેનેરા બેંક ઓફ ઈન્ડિયાનનો રિસ્ટ્રક્ચર્ડ લોનનો પોર્ટફોલિયો વધીને રૃા. ૮,૦૦૦ કરોડનો થયો છે, જેમાં અડધાથી વધારેનો હિસ્સો એસઈબીની લોનનો છે. બેંકોએ વીજક્ષેત્ર ઉપરાંત એવિયેશન સેક્ટરની લોનોનું પણ રિસ્ટ્રક્ચરિંગ કર્યુ છે.
વિવિધ રાજ્ય સરકારો ટૂંક સમયમાં વીજળીના ભાવ વધારશે એવી આશાએ બેંકો તેમણે આપેલી એસઈબીની લોનોનું પુનઃગઠન કરી રહી છે. વીજક્ષેત્રના ગહન અભ્યાસ પછી ક્રિસિલે એવો અંદાજ માંડયો છે કે, એક બ્રેક ઈવન લેવલે પહોંચવા અથવા તો નફો નહીં તો નુકસાન પણ નહીં સુધીના તબક્કે પહોંચવા માચે એસઈબીએ વીજદરોમાં ૫૦ ટકાનો સરેરાશ વધારો કરવાની આવશ્યકતા છે. જોકે નિષ્ણાતોનું માનવું એમ છે કે, જ્યારે ટરિફ વધારવાથી એસઈબી તેમના ઓપરેટિંગ ડેફિસિટ (કાર્યકારી ખાધ)ને પૂરી કરવામાં મદદ મળશે ત્યારે તે તેમના ભૂતકાલીન દેવાને ચુકવવા માટે પર્યાપ્ત નહીં નીવડે. અત્યારે તો બેંકોએ આવી વિજવિતરક કંપનીઓ (ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ-ડિસકોમ્સ)ને બે વર્ષનો સ્વૈચ્છિક પ્રતિબંધનના સમયની છૂટ આપી છે અને લોનની પનુઃ ચુકવણીના સમયગાળાને ૮ વર્ષ સુધી લંબાવી આપ્યો છે.
સ્વૈચ્છિક પ્રતિબંધનના સમયગાળા પછી બેંકો તેમની પાસેથી ૧-૧.૫ ટકા સુધીનું વધારે વ્યાજ લઈ શકશે. ક્રિસિલે નોંધ્યુ હતું કે વીજક્ષેત્રે ઉત્પાદનમાં ઈંધણની અછત છે અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની ખોટ તેમ જ દેવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ બંને પરિબળ બેંક જેવી ધિરાણકર્તા સંસ્થાઓ માટે તેમી એસેટ ક્વોલિટીને બગાડી શકવાનું જોખમ વધારી શકે છે. વર્ષ ૨૦૦૮-૦૯ કરતાં તેમની ખોટ બમણાં કરતાંય વધીને રૃા. ૩૫૦-૪૦૦ બિલિયન થવાનો અંદાજ ક્રિસિલે મૂક્યો છે.
જયપુર ડિસકોમને ધિરાણ આપવામાં સેન્ટ્રલ બેંક અગ્ર સ્થાને છે તો અજમેર અને જોધપુરમાં ડિસકોમનની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં બોબ અને પીએનબી આગળ છે. બોબે અજમેર ડિસકેોમની રૃા. ૮૦૦ કરોડ અને પીએનબીએ જોધપુર ડિસકોમની રૃા. ૬૩૦ કરોડની લોનનું પુનઃગઠન કર્યું છે.
હરિયાણા ડિસકોમ કન્સોર્ટિયમનું સુકાન સંભાળી રહેલી ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે (ઓબીસી) કહ્યુ હતું કે રાજસ્થાન ડિસકોમ કદાચ સૌથી વધુ અસરગ્રસ્ત છે અન ે બેંકોએ આશરે રૃા. ૩૮,૩૬૧ કરોડના ધિરાણનું પુનઃગઠન કરી આપ્યું છે. વીજળીની કિંમતમાં વધારોે કરવાની ખાતરી રાજ્ય સરકારે આપી છે અને ડિફોલ્ટના કિસ્સામાં ગેરંટી પણ આપી છે. તદુપરાંત, રોકડ આવકને સુધારવા માટે ડિસકોમે અંદાજપત્રિય સહાય વધારી આપવાની વિનંતિ રાજ્ય સરકારોને કરી હતી.
વિશ્લેષકોના મતે ડિસકોમને અપાયેલી વધુ રૃ. ૭૫,૦૦૦ કરોડની લોનના રિસ્ટ્રક્ચરિંગની આવશ્યકતા ઉભી થશે. કેનેરા બેંકે હજુ સુધી એસઈબીની કોઈ લોનનું રિસ્ટ્રક્ચરિંગ કર્યુ નથી પણ જૂન ક્વાર્ટરમાં તે આશરે રૃા. ૫,૪૦૦ કરોડની લોનનુ પુનઃગઠન કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved