Last Update : 22-May-2012,Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૫-૨૦૧૨ મંગળવાર
જેઠ સુદ એકમ - ચંદ્ર દર્શન
રાજકીય અશાંતિ-અસ્થિરતા ? કુદરતી આપત્તિ ? સરહદી દુશ્મનોના છમકલાં- ધૂસણખોરી?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૬ મિ. (સૂ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૨૯ ક. ૦૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ રોહિણી બપોરના ૩ ક. ૪૪ મિ. સુધી પછી મૃગશીર્ષ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃષભ, મંગળ-સંિહ, બુધ-વૃષભ, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા (વ), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃષભ ૨૯ ક. ૦૬ મિ. સુધી પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ. જે./૧/ માસ-તિથિ-વાર - જેઠ સુદ એકમ ને મંગળવાર
રોહિણી, ચંદ્ર દર્શન, ધનિષ્ઠા, મડાપંચક સમાપ્ત. રાષ્ટ્રીય જેઠ મહિનો શરૂ. છ ગ્રહ એક રાશિમાં અશુભ સંકેતના એંધાણ. પાંચ મંગળવાર, મંગળવારી અમાસ અશુભ સંકેતના એંધાણ. રાજકીય અશાંતિ, અસ્થિરાત ? કુદરતી આપત્તિથી વિનાશ, પરેશાની ? સરહદે દુશ્મનોના છમકલાં, ધૂસણખોરી ? દેશ-પરદેશમાં પૃથ્વી લોહીથી ખરડાય, હાહાકાર મચે ! દેશમાં સરકારને મુશ્કેલી, પતન ?
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદીઉલ અવ્વલ માસનો ૩૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દસે માસનો ૮ રોજ દએમઆદર શહેનશાહી દએ મહિનાનું બીજું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ અનાજ કરિયાણાના ધંધામાં, શેરોની લે-વેચમાં, કાગળ, કાપડ તૈયાર વસ્ત્રોના વેપારમાં માલનો ભરાવો કરવો નહીં. ચંિતા રહે.

 

વૃષભ ઃ પત્નીની જીદ- મુમત- અહમના કારણે તમારા કૌટુંબીક પ્રશ્નમાં, સાંસારીક પ્રશ્નમાં તકલીફ અનુભવાય. નોકરી-ધંધામાં ચંિતા રહે.

 

મિથુન ઃ સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્નમાં, ચંિતા વ્યસ્તતા રહે. ધંધામાં ઉઘરાણીમાં ઘ્યાન રાખવું. શેરોની લે-વેચમાં ઉતાવળ કરવી નહીં.

 

કર્ક ઃ સોના-ચાંદીના- અન્ય ધાતુના વેપાર ધંધામાં, અન્ય ધંધામાં આવક થાય. વધારાનું કામ થઇ શકે. સંતાનનું કામ ઉકેલાતું જાય.

 

સંિહ ઃ નોકરી-ધંધાના કામમાં શાંતિ, રાહત જણાય નહીં. ઓચંિતા વધારાનું કામ, જવાબદારી દોડધામ અનુભવાય. પરંતુ શાંતિથી કામ કરવું.

 

કન્યા ઃ ભાઈભાંડુ, નોકર ચાકર સહકાર્યકરવર્ગ, ઉપરી વર્ગથી, ચંિતા હળવી થાય. રૂકાવટવાળા કામ અંગેની ચર્ચા વિચારણામાં પ્રગતિ જણાય.

 

તુલા ઃ નાણાંકીય ખેંચ, ચંિતા મુંઝવણ, કૌટુંબિક પરેશાની ચંિતા બિમારીના લીધે આપને શાંતિ રાહત જણાય નહીં. બેચેની રહે.

 

વૃશ્ચિક ઃ વિચારોની દ્વિઘા- ઉગ્રતા- વ્યથામાં અનિર્ણાયક રહો. માથુ ગળુ, પેટ, કમર, દર્દ પીડાના કારણે પીડા અપાવે. અનંિદ્રા રહે.

 

ધન ઃ આકસ્મિક ખર્ચ ચંિતા, ઉપાધિ, બિમારીના કારણે નોકરી-ધંધામાં આપને તકલીફ અનુભવાય. ચંિતામાં રહો.

 

મકર ઃ આપની મહેનત દોડધામ સાર્થકતાવાળી રહે. સંતાનના નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. આનંદ રહે. ધર્મકાર્ય થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધામાં હરિફવર્ગના કારણે સરકારી, ખાતાકીય કામના કારણે, ઇન્કમટેક્ષ સેલટેક્ષની કામગીરીના લીધે ચંિતા વ્યસ્તતા રહે.

 

મીન ઃ યાત્રા-પ્રવાસમાં તેમજ રસ્તામાં આવતા જતાં પુત્ર પૌત્રાદિકો તેમજ આપે સંભાળવાનું રહે. કોઇની વાતોમાં બેઘ્યાન થઇ જવું નહીં.

- પ્રા. અગ્નિદત્ત પદ્‌મનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૨ મે

 

આજથી શરૂ થતું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત વાળું થતું જાય. તમારી શારીરીક માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં ચંિતા પછી પ્રશ્ન ઉકેલાતા આપ આનંદ અનુભવો. ધર્મકાર્ય શુભ કાર્ય થાય.

 

* યાત્રા-પ્રવાસમાં વાણીની મીઠાસ ને વ્યવહારની નમ્રતા રાખવી પડે. તમારી ધીરજ, કુનેહ, બુદ્ધિમત્તા, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાનો છેવટે વિજય થાય અને તેનો ફાયોદ લાભ મળી શકે.

 

* પત્ની સંતાન સુખની ચંિતા રહે. બિમારીનું આવરણ આવી જાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ચંિતા મુકિતથી પરિવારની સુખ શાંતિ આનંદ અનુભવાય. ધર્મ આઘ્યાત્મિકતામાં વધારો થાય.

 

* સ્ત્રી વર્ગને પોતાની વાણી વ્યવહારમાં પતિ- સંતાન પરિવાર કુટુંબમાં જસ મળે નહીં તે સિવાય વર્ષના ઉત્તરાર્ધમાં અવિવાહીતને વિવાહ લગ્નનું નક્કી થાય.

 

* વિદ્યાર્થી વર્ગે વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં તેમજ વર્ષારંભથી જ ભણવામાં ઘ્યાન રાખવું.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને પથારી પાથરી રહેલા પુત્ર લલ્લુને પૂછ્‌યું, ‘આ બે પથારી વધારાની કેમ પાથરી છે ?’
‘પપ્પા’ લલ્લુ બોલ્યો, ‘એ તો એક મમ્મીના ભાઈ માટે છે અને બીજી મારા મામા માટે...’
‘અરે ગાંડા,’ છગને કહ્યું, ‘તો ત્રીજી પણ પથારી લગાવ...’
‘કેમ પપ્પા ? ત્રીજું કોણ આવવાનું છે ?’ લલ્લુ બોલ્યો.
‘મારો સાળો આવવાનો છે,’ છગને કહ્યું.

[Top]
 

આજ ની રેસીપી

ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

મિક્સફ્રુટ કોકટેલ ઃ


સામગ્રી ઃ એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 

રીત ઃ એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

 

 

 

લિચી આઇસ


સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 

રીત ઃ લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.

 


લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved