Last Update : 21-May-2012,Monday

 

આઇપીએલઃ સમાચારો અને કહેવતો...

 

આજકાલ એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે એના સમાચાર વાંચતા જ કોઇ કહેવત યાદ આવી જાય છે!
મઝા એ છે કે યાદ આવેલી કહેવત ઘટનાની આખી ઢંકાયેલી બાજુ ઉઘાડી કરી નાંખે છે! જુઓ...
* * *
સમાચારઃ બીસીસીઆઇએ ખાતરી આપી છે કે આઇપીએલમાં ચાલી રહેલા મેચ ફિક્સીંગ કૌભાંડની તપાસ કરવામાં આવશે.
કહેવતઃ ''બગલ મેં છોરા, ઔર ગાંવ મેં ઢીંઢોરા!''
* * *
સમાચારઃ આઇપીએલના પાંચ મામૂલી ક્રિકેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
કહેવતઃ ''છીંડે ચડયોતે ચોર!''
ં* * *
સમાચારઃ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં એક મેચ પત્યા પછી ફિલ્મ સ્ટાર શાહરૃખ ખાને ગાળાગાળી કરીને ધમકીઓ આપી.
કહેવતઃ ''નટ અને બજાણિયા બધી રીતે સરખા. બજારમાં ખેલ ને ઘરમાં તમાશા.''
* * *
સમાચારઃ શાહરુખ ખાનને વાનખેડેમાં પ્રવેશ પર પાંચ વરસ માટે પ્રતિબંધ.
કહેવતઃ ''ટાઢા પાણીએ ખસ ગઇ!''
સમાચારઃ શાહરૃખ કહે છે મેં ગેરવર્તન નથી કર્યું ઃ ઉલ્ટું મુંબઇ ક્રિકેટ એસોસીએશને મારી માફી માગવી જોઇએ.
કહેવતઃ ''મિયાં પડયા, પણ ટંગડી ઊંચી!''
* * *
સમાચારઃ બેંગલોર ટીમના ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ફાઇવ સ્ટાર હોટલમાં એક અમેરિકન યુવતીની છેડતી કરી. વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ માલ્યા કહે છે કે એ છોકરી ગઇકાલે મારી પાછળ પડી ગઇ હતી...
કહેવતઃ ''આંધળી ચાકણ (એક જાતનો સાપ)ને બે બાજુ મોંઢા હોય!''
* * *
સમાચારઃ સાંસદ બનેલા ભૂતપૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે આમરણાંત ઉપવાસ કરવાની ધમકી આપી છે.
કહેવતઃ ''નગરખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે?''
* * *
સમાચારઃ લાલુ યાદવ કહે છે કે આઇપીએલ કૌભાંડોથી ખદબદી રહ્યું છે. આઇપીએલ પર પ્રતિબંધ મુકવો જોઇએ.
કહેવતઃ ''સૌ ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી!''

Share |
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved