Last Update : 21-May-2012,Monday

 
ગ્રીસનું લટકતું ભવિષ્ય
લોકશાહી પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા લોકો માટે દુઃસ્વપ્ન કે અવળચંડી કલ્પના લાગે એવી સ્થિતિ દેવાળીયા દેશ ગ્રીસમાં સચ્ચાઇ બનીને ઉભરી આવી છે. કેવી હોય એ કલ્પના?
ધારો કે આખા દેશમાં ભારે રસાકસીભરી ચૂંટણીઓ યોજાય, પરિણામ જાહેર થાય તેમાં બધી બેઠકો (અપક્ષ સહિત) મુખ્ય સાત ભાગમાં વહેંચાઇ જાય. પરંતુ પોતાના જોરે સરકાર બનાવી શકે એવી બહુમતી કોઇની પાસે ન હોય અને એકબીજા વચ્ચે સંબંધો એવા અકોણાઇભર્યા હોય કે ભેગા બેસીને સરકાર બનાવવાના પ્રયાસ ફળે નહીં. વાટાઘાટો ચાલે, શક્યતાના ઘોડા ઘડાય ને ભાંગે. છેવટે સ્પષ્ટ થઇ જાય કે એકેય સંઘ કોઇ કાળે કાશીએ પહોંચે એમ નથી. 'હું પહોંચું નહીં ને તને પહોંચવા ન દઉં' એ જાતની આડોડાઇથી બહુમતી માટે જરૃરી ગઠબંધન શક્ય બને જ નહીં. તો શું થાય?
ભારતમાં ઘણા વખતથી કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી નથી. ચૂંટણી પહેલાં કોંગ્રેસ, ભાજપ અને ડાબેરીઓ ઉપરાંત બીજા ઘણા સ્થાનિક પક્ષ હોય છે. પરંતુ ચૂંટણી પછી- મોટે ભાગે તો પહેલેથી જ- બધા પક્ષો ડાહ્યાડમરા થઇને અથવા પોતાની તમામ વાયડાઇ સહિત મુખ્ય બે છાવણી- એનડીએ અને યુપીએ-માંથી કોઇ એકમાં ભળી જાય છે. ધારો કે એવું ન બને અને બેઠકનો આંકડાનો સરવાળો કોઇ રીતે બે તૃતિયાંશ સુધી ન પહોંચે તો?
ભારતમાં હજુ સુધી એવું બન્યું નથી, પણ ગ્રીસમાં એ કલ્પના વાસ્તવિકતા બની છે. 'હવે શું?' એ સવાલનો સીધોસાદો છતાં ઘાતક જવાબ છેઃ 'પુનઃશ્ચ હરિઓમ. એકડે એકથી શરૃઆત. મતદારોને નિર્ણાયક અભિપ્રાય આપવાની વિનંતી સાથે ફેરચૂંટણી.' ગ્રીસ માટે આ પડતા પર પાટુ જેવી સ્થિતિ છે. કારણ કે યુરોઝોનમાં રહેલા દેશોમાંથી આર્થિક પાયમાલી માટે ગ્રીસ ક્યારનું વગોવાઇ ગયું છે. પ્રજાકીય અસંતોષનો અને નેતાઓની મુસીબતોનો પાર નથી. અત્યાર લગી યુરોઝોનના જર્મની જેવા સમૃદ્ધ દેશોએ અધધ દેવું ધરાવતા ગ્રીસને નાદારીના છેલ્લા બિંદુ પર ઝાલી રાખ્યું છે. યુરોઝોનની આર્થિક સહાય અને તેનાં અઢળક રકમનાં બેઇલ આઉટ પેકેજથી ગ્રીસના અર્થતંત્રના શ્વાચ્છોશ્વાસ ઓક્સિજન પર રહેલા દર્દીની જેમ ચાલે છે. કેટલાક અભ્યાસીઓને લાગે છે કે ગ્રીસનો કેસ હકીકતે ઓક્સિજન પર નહીં, વેન્ટીલેટર પર રહેલા દર્દી જેવો છે.
યુરોઝોન દ્વારા ગ્રીસને અપાતાં બેઇલ આઉટ પેકેજના બદલામાં, દેશ કરકસરનાં કડક પગલાં ભરે એવી શરતો મૂકવામાં આવે છે. આ શરતો સામે ગ્રીસના નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. પોતાનો ધુંધવાટ ગ્રીસવાસીઓ સડક પર હિંસક પ્રદર્શનો દ્વારા વ્યક્ત કરી ચૂક્યા છે. બીજી તરફ યુરોઝોનના જર્મની જેવા દેશોમાં નાગરિકોનો એક વર્ગ એવું પણ માને છે કે બેજવાબદાર રીતે ખર્ચ કરીને દેવાળીયા બનેલા ગ્રીસને, એ ફક્ત યુરોઝોનમાં છે એટલા માટે, મહેનતની કમાણીનાં નાણાંમાંથી બેઇલ આઉટ પેકેજ શા માટે આપવાં જોઇએ? અને બેઇલ આઉટ પેકેજ આપ્યા પછી પણ ગ્રીસની આર્થિક સ્થિતિ કે તેની સરકારની નીતિ સુધરે એમ છે?
ગ્રીસના નાગરિકોનો રોષ અને ધૂંધવાટ સડકોની માફક મતદાન વખતે પણ વ્યક્ત થયો. તેમણે જમણેરી અને ડાબેરી બન્નેમાંથી કોઇને સ્પષ્ટ બહુમતી આપી નહીં. એટલે હવે ૧૭ જૂનના રોજ ફરીથી રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ યોજાશે. ત્યાં સુધી દેશનો કારભાર ચલાવવા માટે વરિષ્ઠ ન્યાયાધીશની આગેવાની તળે રખેવાળ સરકાર નીમવામાં આવી છે. આ એ સમય છે જ્યારે ગ્રીસના ભવિષ્યનો સીધો સંબંધ તેની નેતાગીરી પર છે. અસરકારક નેતાગીરીની જરૃર ગ્રીસને અત્યારે છે એટલી નજીકના ભૂતકાળમાં કદાચ ક્યારેય ન હતી. દેવાના ઊંડા ખાડામાંથી બહાર નીકળવાના તેના પ્રયાસોને ધાર્યું પરિણામ મળ્યું નથી. દેશની કેટલીક જાહેર મિલકતો વેચવાનો પ્રયાસ પણ સરકારે કરી જોયો. છતાં તેમાંથી પાંચેક અબજ યુરો કરતાં વધારે આવક થઇ નથી. ધંધાઉદ્યોગ ભાંગી પડયા છે. બેકારીનો પાર નથી.
મે મહિનામાં થયેલી ચૂંટણીમાં પડેલા કુલ મતમાંથી ૭૦ ટકા મત એવા પક્ષોને મળ્યા છે જે આર્થિક મદદના બદલામાં લાદવામાં આવેલી શરતોનો વિરોધ કરતા હતા. કરકસરનાં કડક પગલાંનો વિરોધ કરીને આ પક્ષો લોકલાગણી જીતી શક્યા છે. પરંતુ યુરોઝોનની મદદ મેળવવી હોય તો શરતો સ્વીકાર્યા વિના છૂટકો નથી. ગ્રીસ યુરોઝોનમાંથી નીકળી જાય એવી શક્યતા હંમેશાંથી સેવાતી રહી છે, પરંતુ ગ્રીસના નાગરિકોનો મૂડ જોતાં લાગે છે કે તે યુરોઝોનમાંથી નીકળી જવા ઇચ્છતા નથી. નવી ચૂંટણી પછી લોકમતને ધ્યાનમાં રાખતાં, તેની પર સવાર થઇને જીતેલા પક્ષની સરકાર બને તો યુરોઝોન સાથે મદદની શરતો અંગે નવસરથી વાટાઘાટો થાય એવી પૂરી સંભાવના છે. પરંતુ નવી ચૂંટણીઓ યોજાય અને કોઇ પક્ષ કે પક્ષો જોડાઇને સ્પષ્ટ આર્થિક આયોજન સાથેની સરકાર ન બનાવે ત્યાં સુધી ગ્રીસના અર્થતંત્રનું ભવિષ્ય અદ્ધરતાલ રહેવાનું છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved