Last Update : 21-May-2012,Monday

 

મહાનગરોની આલ્ફા વુમન પ્રેમમાં પડવામાં અને પરણવામાં માનતી નથી

મુંબઈ જેવાં મહાનગરોમાં લગ્ન કર્યા વિના જ સેક્સ કરતા અને સાથે રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે અને તેમની સામાજિક સ્વીકૃતિ પણ વધી રહી છે

મુંબઈ શહેરમાં નોકરી કરતી કેરિયર વુમન હવે આલ્ફા વુમન તરીકે ઓળખાય છે. આલ્ફા વુમન હવે બધી જ બાબતોમાં સેલ્ફ સફીશિયન્ટ છે. તેની પાસે કોલેજની ડિગ્રી છે, હાઈ-ફાઈ નોકરી છે, પોતાનો ફ્લેટ છે, તગડું બેન્ક બેલેન્સ છે અને ફ્રીડમ પણ છે. તે પોતાની કાર જાતે ડ્રાઈવ કરીને ઓફિસે અથવા શોપિંગ માટે જઈ શકે છે, ફોરેનની ટુર ઉપર એકલી જઈ શકે છે અને જિંદગીના અઘરા નિર્ણયો પણ જાતે લઈ શકે છે. આ સ્ત્રીઓ હવે લગ્ન કરીને ફેમિલીની ઝંઝટમાં પડવા માંગતી નથી. તેમને પ્રેગનન્ટ બનવાનો અને બચ્ચાંઓનો ઉછેર કરવાનો જરાય શોખ નથી. આ સ્ત્રીઓ સ્મોકિંગ કરે છે અને પાર્ટીઓમાં મદિરાપાન પણ કરે છે. તેઓ હવે ટેમ્પરામેન્ટલી ફેમિલી સ્ટ્રક્ચરમાં સેટ થઈ શકે તેમ નથી. તેઓ કોઈની પત્ની કે કોઈની પુત્રવધૂ બનવાનો સ્વપ્ને પણ વિચાર કરી શકે તેમ નથી. વિભક્ત પરિવારમાં રહીને પણ સંસારના વહેવાર સાચવવા પડે છે. કોઈના લગ્નમાં જવું પડે તો કોઈની સાદડીમાં (બેસણું) જવું પડે છે. આલ્ફા વુમનને આ બધી જ ફોર્માલિટી પસંદ નથી. તેમને તો બસ જિંદગીનો આનંદ માણવો છે અને તે પણ પોતાની શરતે. દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવાં શહેરોમાં આવી આલ્ફા વુમનની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
મેટ્રોપોલિસની આલ્ફા વુમન હવે પુરૃષો ઉપર એક જ બાબતમાં નિર્ભર રહી છે. જે સ્ત્રી લેસ્બિયન પ્રેફરન્સ ન ધરાવતી હોય તેને પોતાના દેહની ભૂખ શાંત કરવા જેની પાસે પુરૃષાતન હોય તેવા કાળા માથાના માનવીની જરૃરિયાત રહે છે. મેટ્રો સિટીમાં આ પ્રકારની સર્વિસ આપવા એક નહીં પણ અનેક પુરૃષો તત્પર હોય છે. આ મેટ્રો મેલ તેમને પાર્ટીઓમાં, ઓફિસમાં, ફિલ્મોમાં અને બગીચામાં ભટકાઈ જતા હોય છે. આલ્ફા વુમન કોઈ પુરૃષના પ્રેમમાં પડવામાં અને તેને પરણવામાં માનતી નથી. તેને માત્ર સેક્સની ભૂખ હોય છે. સેક્સ મેળવવા માટે લગ્ન કરવા જોઈએ અથવા કોઈ કાયમી બોયફ્રેન્ડ રાખવો જોઈએ, એવું પણ તેઓ માનતી નથી. ઓન ધ કોન્ટ્રરી, સેક્સની મજા માણતા કોઈ પુરૃષ સિરિયસ ન બની જાય અને બોયફ્રેન્ડ બનવાના કે તેનાથી પણ આગળ વધીને લગ્ન કરવાનાં શમણાં સેવવા ન લાગે તેનું આ સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે છે. જેમને માત્ર સેક્સમાં જ રસ હોય તેવા પુરૃષો તેઓ શોધી કાઢે છે.
મુંબઈ જેવા મહાનગરોમાં લગ્ન કર્યા વિના જ સેક્સ કરતા અને સાથે રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે અને તેમની સામાજીક સ્વીકૃતિ પણ વધી રહી છે. જ્હોન અબ્રાહમ અને બિપાશા બસુની જોડી તેનું આદર્શ ઉદાહરણ છે. મુંબઈમાં કોઈ તેમને પૂછતું પણ નહોતું કે તમે ક્યારે લગ્ન કરવાના છો અને સંસાર માંડવાના છો. તેઓ હવે છૂટા પડી ગયા છે તેમાં પણ કોઈને અજુગતુ લાગતું નથી. શાહીદ કપૂર અને કરીના કપૂર પણ આવા પ્રકારની રિલેશનશિપ ધરાવતા હતા. મુંબઈની સોશિયલ સર્કિટમાં તેમને પરણેલા યુગલ જેટલી જ સ્વીકૃતિ મળતી હતી. જેમ પતિપત્ની છૂટાછેડા લે તેની હવે કોઈને નવાઈ નથી લાગતી તેમ લીવ-ઈન રિલેશનશિપ ધરાવતાં યુગલો છૂટા પડે તેની પણ નવાઈ નથી.
આજે શાહીદ અને કરીનાની જોડી છૂટી પડી ગઈ છે અને જ્હોન-બિપાશા છૂટા પડી ગયા તેની પણ કોઈને નવાઈ લાગતી નથી. કરીના હવે સૈફ અલી ખાન સાથે લિવ-ઈન રિલેશનશિપમાં છે. સ્ત્રી-પુરૃષે લગ્ન ન કર્યા હોય અને સાથે રહેતા હોય તો પણ છૂટા પડવાની પીડા હોય છે. આ સંભવિત પીડામાંથી મુક્તિ મેળવવા આલ્ફા સ્ત્રીઓ હવે મૈત્રીસંબંધોને પણ નકારવા લાગી છે. મુંબઈની હેલ્થ ક્લબોમાં બે આલ્ફા સ્ત્રીઓ શું વાતો કરતી હોય છે તે કાને પડી જાય તો તેમની દુનિયાનો ખ્યાલ આવે. એક સ્ત્રી પોતાની સહેલીને કહી રહી છે કે તેના બોયફ્રેન્ડ સાથેની સેક્સલાઈફ એકદમ ડલ થઈ ગઈ છે, કારણ કે બોયફ્રેન્ડ તેને વારંવાર લગ્ન કરવાનો આગ્રહ કરી રહ્યો છે, જેને કારણે કાયમ કંકાસ થાય છે અને મિલનમાં મજા જ રહેતી નથી. બીજી સ્ત્રી મસ્તીમાં કહે છે કે મેં તો 'બીએફ' (બોયફ્રેન્ડ)ને પડતો મૂકયો છે અને 'એફબી' શોધી કાઢ્યો છે. આ 'એફબી'નો અંગ્રેજીમાં અર્થ સમજાવવા માટે ડિક્ષનરી બહારના શબ્દનો પ્રયોગ કરવો પડે છે, પણ તેનો સિમ્પલ અર્થ 'માત્ર સેક્સ માટેનો પાર્ટનર' એવો થાય છે. આ માનુનીએ પોતાના 'બીએફ' સાથે ડેટિંગ ઉપર જવાની કોશિષ કરી પણ બહુ જામ્યું નહીં. જોકે તે બેડ પાર્ટનર તરીકે ગ્રેટ હતો. આલ્ફા વુમને તેને હવે પોતાનો 'એફબી' બનાવી દીધો છે. જ્યારે જરૃર પડે ત્યારે તેને બોલાવી લે છે અને પછી ભૂલી જાય છે.
મુંબઈના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી સાનિયા ખૂબ જ નિખાલસતાથી વાત કરે છે કે, ''મને અમન સાથે બહુ મજા આવે છે, પણ તેની સાથે ઈમોશનલ સંબંધો બાંધવાનું મને ફાવે તેમ નથી. અમારી વચ્ચે નિકટતા વધતા જ તે પ્રેમ, સંબંધો, જવાબદારી અને એવી બધી ગંભીર વાતો કરવા લાગે છે, જેમાં મને બિલકુલ રસ પડતો નથી. જોકે મને અમન વગર ચાલે તેમ પણ નથી, કારણ કે તેની સાથેના સેક્સમાં બહુ મજા આવે છે. હવે અમે પરસ્પર ચર્ચા કરીને નક્કી કર્યું છે કે અમારે આ સંબંધો સેક્સ પૂરતા જ મર્યાદિત રાખવા અને બીજી કોઈ પળોજણમાં પડવું નહીં. અમને બંનેને કોઈ વધુ સારો પાર્ટનર મળી જાય તો સંબંધોનો અંત આણવાની છૂટ છે.'' મુંબઈની હાઈ સોસાયટીમાં સાનિયા અને અમન જેવાં યુગલોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. આ યુવકયુવતીઓ માને છે કે પ્રેમ અને સેક્સ બે અલગ ચીજવસ્તુઓ છે અને તેમની ભેળસેળ કરવાની કોઈ આવશ્યકતા તેમને જણાતી નથી.
મુંબઈ મહાનગરમાં એવા અનેક સ્ત્રી-પુરૃષો છે, જેમની યાદીમાં એવાં વિજાતીય પાત્રો હોય છે જેમને તેઓ દિવસના કે રાત્રિના સમયે ફોન કરીને બોલાવી શકે છે અને તેમની સાથે સેક્સની મજા કોઈપણ જાતની એટેચ્ડ સ્ટ્રીંગ વિના માણી શકે છે. આ પ્રકારના કોલને 'બુટી કોલ' કહેવામાં આવે છે. તેમાં શરત એટલી જ હોય છે કે જે પાર્ટનરને 'બૂટી કોલ' કરવામાં આવે તે બીજી પ્રવૃત્તિમાં કે બીજા પાર્ટનર સાથે વ્યસ્ત હોવો ન જોઈએ. આ પ્રકારના સંબંધો કોલ ગર્લ સાથેના સંબંધો કરતાં અલગ પ્રકારના છે, કારણ કે તેમાં પૈસાની કોઈ પ્રકારની લેવડદેવડ જરૃરી માનવામાં આવતી નથી. આ પ્રકારના સંબંધોમાં પ્રેમમાં પડવાની અને લગ્ન કરવાની પણ કોઈ ચિંતા નથી. તેમાં જોખમ બહુ ઓછું હોય છે, કોઈ ઈન્વેસ્ટમેન્ટ કરવું નથી પડતું અને મેઈન્ટેનન્સ પણ બહુ ઓછું આવે છે.
એક સમય એવો હતો કે ભારતીય નારી જેને પ્રેમ કરતી હોય અને જેની સાથે લગ્ન કરવાની તૈયારી હોય તેવા પુરૃષને જ પોતાનો દેહ સોંપતી હતી. આ કારણે જે પુરૃષો સ્ત્રી સાથે સેક્સની મજા લૂંટવા માંગતા હોય તેમણે પ્રેમ કરવો પડતો અથવા પ્રેમનું નાટક કરવું પડતું હતું. જોકે આ પૂર્વધારણા હવે કોલેજકાળથી જ બદલાવા લાગી છે. કોલેજમાં ભણતી કન્યાઓ પણ હવે નિખાલસતાથી કહે છે કે, ''અમે કોલેજમાં કોઈ છોકરા સાથે મોજમજા કરતા હોઈએ તેનો અર્થ એવો નથી થતો કે અમે તેમની સાથે લગ્ન કરવા માંગીએ છીએ. લગ્ન તો અમે અમારાં માતાપિતા જ્યાં નક્કી કરે ત્યાં જ કરીશું.'' કોલેજના સંબંધો તો 'જસ્ટ ફોર ફન' જેવા હોય છે. આજે નોકરી કરતી કે પોતાનો વ્યવસાય કરતી આલ્ફા વુમન પણ આ ભાષામાં જ વાત કરતી થઈ ગઈ છે. આ સ્ત્રીને ખબર હોય છે કે તેને બોર્ડરૃમમાં અને બેડરૃમમાં કઈ ચીજનો ખપ હોય છે; અને આ ચીજો પોતાની શરતોએ મેળવતા પણ તેને આવડે છે.
અગાઉ કોઈ સ્ત્રી પોતાના મનના માણિગર યુવક સાથે ઈન્વોલ્વ થઈ જાય અને પુરૃષ તેને છોડી દે ત્યારે સ્ત્રીને તેના આઘાતમાંથી બહાર લાવવામાં બહુ તકલીફ પડતી હતી. આજે કેટલાક પુરૃષો આવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં મુંબઈની મોડેલ મૂન દાસ અને ઓરિસ્સાના યુવક અવિનાશ પટનાઈકના પ્રેમપ્રકરણમાં આવું જ બન્યું હતું. મૂન દાસે પોતાની જરૃરિયાત સંતોષાઈ ગઈ ત્યારે અવિનાશને ડમ્પ કરી દીધો હતો, જેનો આઘાત તે જીરવી નહોતો શક્યો. આજની આલ્ફા વુમન પોતાના 'એફબી' સાથેના સંબંધોની બાબતમાં પહેલેથી જ બહુ સ્પષ્ટ હોય છે કે આ માત્ર ભૌતિક સંબંધો જ છે અને તેને પ્રેમ-બ્રેમ સાથે કાંઈ લેવાદેવા નથી. ગ્રાફિક ડિઝાઈનર દીપિકા પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, ''હું એક પુરૃષના સંબંધમાં આવી હતી. અમારી વચ્ચે માત્ર સેક્સના જ સંબંધો હતા. તેમાં તેણે કોઈ ગેસમજ કરી અને તે અમારા મિત્રવર્તુળમાં કહેવા લાગ્યો કે તે મારો બોયફ્રેન્ડ છે. તેણે મારી ઉપર અધિકાર જમાવવાની કોશિષ પણ કરવા માંડી. મારે તેને સમજાવવો પડયો કે મારા તારી સાથેના સંબંધો બે ઘડીની મજાક જેવા જ છે. મને આ સંબંધોને મૈત્રીનું કે લગ્નનું સ્વરૃપ આપવામાં કોઈ રસ નથી.''
આજની આલ્ફા વુમન આટલી સ્પષ્ટ બની ગઈ છે. સ્ત્રી-પુરૃષ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી આખી જિંદગી એકબીજાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞાા કરે તેને પરાપૂર્વથી લગ્નસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. પતિપત્ની લગ્ન કર્યા વિના લાગણીના સંબંધો બાંધે અને પતિપત્નીની જેમ સાથે રહે તેવું વીસમી સદીમાં બનવા લાગ્યું અને તેને લીવ-ઈન રિલેશનશિપ એવું નામ આપવામાં આવ્યું. હવે એકવીસમી સદીમાં સ્ત્રી-પુરૃષ લગ્ન કરવા માંગતા નથી અને મૈત્રીકરાર કરી સાથે રહેવા માંગતા પણ નથી પણ માત્ર ભૌતિક સંબંધોના તાંતણે જ બંધાયેલા રહેતા હોય તો આ સંબંધોને આપણે કયાં નામે ઓળખીશું? આ માટે ડિક્ષનરીમાં નવા શબ્દો શોધી કાઢવા પડશે. આજની આધુનિક નારી લગ્નની પળોજણમાં પડવા નથી માંગતી માટે જ આ પ્રકારના સંબંધો વિકસી રહ્યા છે. આ પ્રકારના સંબંધોમાં કેટલી નૈતિકતા છે, અથવા સમાજના સ્વાસ્થ્ય માટે આ પ્રકારના સંબંધો કેટલા ઉપકારક છે, તેનું ચિંતન સમાજશાસ્ત્રીઓએ કરવું જોઈએ.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved