Last Update : 21-May-2012,Monday

 

૨૦મી મે,૧૯૧૫ના રોજ

ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું

- પાલડી-કોચરબના આશ્રમ હવે સદીના ઉંબરે બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં ૨૦-૫-૧૯૧૫માં આશ્રમવાસ શરૂ થયેલો. સત્યાગ્રહ આશ્રમ આગામી દિવસોમાં સો વર્ષ પૂરા કરશે.

તા.૨૧ થી ૨૫ નવેમ્બર, ૧૮૮૭ના રોજ અમદાવાદ કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપવા માટે એક દુબળો-પાતળો કાઠિયાવાડી યુવાન અમદાવાદ આવ્યો હતો. ૧૮ વર્ષના એ યુવાનને આવકારવા સ્ટેશન પર કોઈ જ ન હતું. પરંતુ ૨૮ વર્ષ પછી એ યુવાન દક્ષિણ આફ્રિકામાં રંગભેદની અન્યાયી નીતિ સામે સફળ સત્યાગ્રહ કરીને સ્ટેશન ઉપરથી પસાર થતા હતા ત્યારે તેની એક ઝલક જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ દુબળો-પાતળો યુવાન એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. જેમણે અમદાવાદને એક નવી ઓળખ આપી. અમદાવાદ દેશના રાજકારણનું ‘કેન્દ્ર’ બન્યું અને ગાંધીજી સાથે સાબરમતી નદીનું નામ પણ જોડાયું. આજથી બરાબર ૯૮ વર્ષ પૂર્વે તા. ૨૦મી મે, ૧૯૧૫ના રોજ કોચરબ વિસ્તારમાં બેરિસ્ટર જીવણલાલ દેસાઈના મકાનમાં ગાંધીજીએ ટોપી પહેરીને વાસ્તુ કર્યું હતું. આ ઘટના યુગપરિવર્તક ઘટના બની રહી. ‘સત્યાગ્રહશ્રમ’ની સ્થાપના સાથે સમાજ-સુધારાના એક નવા જ યુગની શરૂઆત થઈ. આગામી દિવસોમાં સત્યાગ્રહાશ્રમની શતાબ્દી ઉજવવામાં આવશે ત્યારે મનમાં એક વિચાર આવે કે ગાંધીજીએ અમદાવાદને જ કેમ પસંદ કર્યું હશે?
તા. ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે સ્વદેશ પરત ફરેલા ગાંધીજીને સ્વામી શ્રદ્ધાનંદ હરદ્વારમાં વસાવવા માંગતા હતા. કોલકાટાના મિત્રો-ચાહકો તેમને વૈદ્યનાથધામ સ્થાયી થવા સૂચવતા. તો રાજકોટના પરિચિતોનો આગ્રહ રાજકોટમાં વસવાટ કરવાનો હતો. પરંતુ ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં લડત ચલાવી રહ્યા હતા ત્યારે અમદાવાદીઓએ તનમનધનથી સહકાર આપ્યો હતો. ખમીરવંતા અમદાવાદીઓનો ગાંધીજીને પૂરો પરિચય હતો. વળી કેટલાક અમદાવાદી સ્નેહીઓએ આશ્રમને પુરતી મદદ કરવાની ખાતરી આપી હતી. આથી ગાંધીજીએ અમદાવાદને પસંદ કર્યું. આ અંગે ગાંધીજી નોંધે છે ઃ ‘હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથ વણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્‌ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.’
મહાત્મા ગાંધીએ કોચરબ વિસ્તારમાં આ આશ્રમ સ્થાપ્યાની વિગતો ‘પ્રજાબંઘુ’ સાપ્તાહિકમાં સચવાઈ છે. અમદાવાદના સૌથી જુનું સાપ્તાહિક ‘પ્રજાબંઘુ’ ૧૯૩૨થી ‘ગુજરાત સમાચાર’ દૈનિક તરીકે અવિરત પ્રસિદ્ધ થાય છે. જેમાં જણાવ્યા મુજબ તા. ૨૦મી મે, ૧૯૧૫ના રોજ ગાંધીજી લીંબડીથી સવારે અમદાવાદ આવ્યા અને એ જ દિવસે તેમણે ટોપી પહેરીને નવા મકાનમાં ‘વાસ્તુ’ કર્યું. ‘ગાંધી ટોપી’ તરીકે વિશ્વપ્રસિઘ્ધ થયેલ ખાદીની ટોપી પરિવર્તનની નિશાની તરીકે લોકો માને છે. બેરિસ્ટર જીવલણલાલનો બંગલો હવે ગાંધી આશ્રમ તરીકે ઓળખાવા લાગ્યો. નવા આશ્રમના આયોજન માટે ગાંધીજી ઘણી વખત ગુજરાત ક્લબમાં ગયા હતા. લોકો પાસે સૂચિત આશ્રમના નામ અંગે સૂચનો માંગ્યા. કોઈએ ‘તપોવન’ કે ‘સેવાશ્રમ’ નામ સૂચવ્યું. પરંતુ જેમાં સત્યની પૂજા થાય તે આશ્રમનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવાનું ઠરાવ્યું. તા. ૨૦મી મે, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ વાસ્તુ કર્યાના બે દિવસ પછી નવા મકાનમાં તેઓ રહેવા આવ્યા. એ સમયે આશ્રમમાં પચીસેક સ્ત્રીપુરૂષો હતા.
સામાજિક સુધારાના એક નવા યુગની શરૂઆત આ જ આશ્રમથી ગાંધીજીએ કરી હતી. આશ્રમ બંધ થવાની અણી પર હતો ત્યારે શેઠ અંબાલાલ સારાભાઈએ ગુપ્ત મદદ કરીને કર્તવ્ય બજાવ્યું. કોચરબના આ આશ્રમમાં ગાંધીજીએ ભારતનો સર્વપ્રથમ ઉપવાસ તા. ૧લી જૂન, ૧૯૧૫ના રોજ કર્યો. આ આશ્રમમાં આજે પણ મહાત્મા ગાંધી-કસ્તૂરબાએ નિવાસ કર્યો હતો. તેનો જાત અનુભવ થાય છે. સત્યાગ્રહાશ્રમની એક એક ઈંટ આજે પણ ૯૮ વર્ષ પૂર્વે ગાંધીજીએ તા. ૨૦મી મે, ૧૯૧૫ના રોજ કરેલ ‘વાસ્તુ’ને યાદ કરી રહેલ છે. કોને ખબર હતી કે એ દુબળો-પાતળો યુવાન વિશ્વનો ઈતિહાસ બદલવા માટે અમદાવાદ સ્થાયી થશે!
અમદાવાદમાં ગાઘી આશ્રમ એટલે હૃદયકુંજ એવો સામાન્ય ખ્યાલ ઘરાવતા લોકોને એ ખબર નથી કે સત્યાગ્રહના પાયમાં પાલડી પાસે આવેલો કોચરબ આશ્રમ પણ એટલો જ મહત્વનો છે જેટલો હૃદયકુંજ. શ્રી રામચંન્દ્ર કૃપાલુ ભજમન..ભજનમાં દર્શાવેલા મમ્‌ હૃદય કુંજ નિવાસમાંથી હૃદયકુંડ શબ્દ લેવામાં આવ્યો હતો.જ્યારે સત્યાગ્રહ શબ્દ પરથી સત્યાગ્રહ આશ્રમ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved