Last Update : 21-May-2012,Monday

 

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ

 

- હિમાચલ પ્રદેશના કન્નુર ડ્રિસ્ટીક્ટમાં ઇન્ડો-તિબેટન બોર્ડર પર ૬ થી ૧૨ વર્ષના ૨૫ બાળકોનો અનોખો સમર કેમ્પ યોજ્યો હતો. જ્યાં બાળકોએ ઇન્ડિયન આર્મીના જવાનો પાસેથી હંિમત અને નીડરતાના પાઠ શીખી અહીંના ગામોની સોશિયલ વિઝીટ કરી.

સમરમાં વેકેશન ગાળવા માટે શહેરના બાળકો વિવિધ જગ્યાએ જતાં હોય છે. સમરમાં હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ અને લેહ હોય ફેવરીટ જગ્યા છે. પરંતુ અમદાવાદના ૬ થી ૧૨ વર્ષના બાળકોએ ઇન્ડો-તિબેટીયન બોર્ડર પર અનોખા ટ્રેકંિગની મજા માણી હતી. શહેરના બાળકોએ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પર જઇને આર્મીના જવાનો પાસેથી તેમની ટ્રેનંિગ અંગે અને તેમની જીવનશૈલી વિશે જ્ઞાન મેળવ્યું હતું. સામાન્ય રીતે બાળકો આર્મીને વિશે પુસ્તકો અને ટીવીના માઘ્યમથી જાણતાં હોય છે પરંતુ રીયલ લાઇફમાં આર્મીના જવાનો કેવી રીતે ટફેસ્ટ લાઇફ જીવતાં હશે તેનો વિગતે ખ્યાલ આ બાળકોએ મેળવ્યો હતો. શહેરના ૨૪ બાળકોએ વેકેશન દરમ્યાન હિમાચલ પ્રદેશના કન્નુર ડિસ્ટ્રીક્ટમાં સાંગલાવેલીની મુલાકાત લીધી હતી. સાંગવાવેલી ૭૦૦૦ ફીટની ઉચાઇએ આવેલી જગ્યા છે. આ ૧૫ દિવસની ટૂરમાં બાળકો આર્મીના જવાનો પાસેથી હંિમત અને મક્કમતાના પાઠ શીખ્યાં ઉપરાંત કન્નુર ડિસ્ટ્રીક્ટમાં રહેતાં લોકોની જીવનશૈલી વિશે જાણકારી મેળવી હતી.
સામાન્ય રીતે એવું બને છે કે વેકેશનમાં માત્ર એન્જોયમેન્ટ જ કરવાનું હોય પરંતુ હવે વેકેશનને ‘ઇન્ફોટેઇનમેન્ટ’ કઇ રીતે બનાવી શકાય તેવું શહેરના બાળકો ઇચ્છી રહ્યાં છે. ઇન્ફોટેઇનમેન્ટ એટલે જ્ઞાન સાથે મોજમસ્તી.. બાળકો આખું વર્ષ પુસ્તકો, ગેમ, પરીક્ષા અને કોચંિગ કલાસીસમાં પસાર કરતાં હોય છે, આથી બાળક વેકેશનમાં જ નવી ક્રિએટીવપૂર્ણ એક્ટિવિટી કરી શકતાં હોય છે. એટલે સમર વેકેશનમાં માત્ર એન્જોયમેન્ટ નહીં પરંતુ એન્જોય સાથે નોલેજના પાઠ શીખે છે. આ અંગે ટ્રેકર એસ.દિનેશ કહે છે કે ‘બાળકો જ્યારે ટ્રેકંિગની સાથે જ્ઞાન મેળવવાની દિશામાં આગળ વધે છે ત્યારે બે પ્રકારની મજા લઇ શકે છે. હાલમાં ઇન્ડિયન બોર્ડર પર આર્મીના જવાનો જે પરિસ્થિતિમાં આપણા દેશની રક્ષા કરે છે, તે અંગે બાળકો જાણે તો વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવતો હોય છે. તેઓ ઓછા રાશન વચ્ચે કેવી રીતે દિવસો નીકાળે છે, ઠંડીમાં કેવી રીતે પોતાનું અને દેશનું રક્ષણ કરી શકાય અને ઇમર્જન્સીમાં કેવા પગલાં લેવા જોઇએ આ બધી પરિસ્થિતિનો અભ્યાસ બાળકો રૂબરૂ જઇને જુવે તો ખ્યાલ આવે છે.’
હિમાચલ પ્રદેશનો કન્નુર જિલ્લો સફરજનના ઉત્પાદનમાં દેશમાં અવ્વલ નંબરે છે. અહીં સફરજન દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીંના લોકોનો એક માત્ર વ્યવસાય સફરજનની ખેતી જ છે. સફરજનની ખેતી કરીને એક પરિવાર વર્ષે પાંચ થી છ લાખ રૂપિયાની કમાણી કરતો હોય છે. આ અંગે ધો-૬માં અભ્યાસ કરતી ક્રિષા શાહ કહે છે કે ‘શહેરો કરતાં ગામડાંની જીવનશૈલી કેવી રીતે અલગ છે તેનો ખ્યાલ આ ગામડાંમાંથી આવે છે, ઉચ્ચ ઠંડા પર્વતીય વિસ્તારમાં લોકો કેવી પરિસ્થિતિમાં જીવનધોરણ ચલાવે છે અને માત્ર થોડા મહિનાની ખેતી દ્વારા આખું વર્ષ પોતાનું ઘર ચલાવતાં હોય છે તેનો ખ્યાલ આવે છે.’ હિમાચલના આ ગામોમાં આજે કુટુંબ, સમાજની મોટી પક્કડ જોવા મળે છે. નો કોર્ટ કચેરી જેવી વ્યવસ્થા છે લોકો પોતાના પ્રશ્નો એક સાથે બેસીને સોલ્વ કરતાં હોય છે. આ અંગે ધો-૪માં અભ્યાસ કરતાં પરમ શાહ કહે છે કે ‘ અહીંના ઘરો ગામડા જેવા જ લાકડાંથી બનેલાં અને ખરાબ હાલતના જોઇ શકાય પરંતુ જ્યારે આપણે ઘરની અંદર જઇતો આપણાં ઘરને શરમાવે તેવું ડેકોરેશન અને ફર્નિચર તેમના ઘરમાં જોવા મળે છે. અહીંના મહેનતકશ લોકો મજુરી કરીને વૈભવી જીવનગાળતાં હોય છે.’ એક પ્રવાસ માત્ર ફરવા માટે કે આંખોને ઠારવા માટે જ નથી હોતો. સાથે સાથે અનેક પ્રકારની જીવન શૈલી વિશે શીખીને આપણે વઘુ ફ્રેશ થઈને કામે લાગીએ છીએ.
દરેક જગ્યાએ રોકાઈ જવાનું મન થાય એવી આ વાદીઓમાં છેલ્લો દિવસ બહું ગમગીનીથી પસાર થતો હોય છે. આખરે છેલ્લે આપણે આ પહાડોને , નદીઓના ઝરણાંઓને, નિર્જન રસ્તાઓને આવજો કહેતા કહેતા મન ભરાઈ જાય છે. આટલા બઘા દિવસો અહીં ચપટીમાં કે આંખના પલકારામાં જતાં રહ્યા એવું સતત લાગ્યા કરે અને પ્રવાસની યાદો આપણાં કોમ્પ્યુટરનું ફોલ્ડર બની જાય

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved