Last Update : 21-May-2012,Monday

 
દિલ્હીની વાત
 

રામનો ડીએમ કે લાભ ઉઠાવશે ?
નવી દિલ્હી, તા.૧૮
ર-જી કૌભાંડમાં સંડોવણીનો જેના પર કૌભાંડનો આક્ષેપ છે તે ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાને ૧૫ મહિના જેલમાં કાઢ્યા બાદ મળેલી મુક્તિને આજે ત્રણ દિવસ પૂરા થયા છે. ચેન્નઈથી દિલ્હી ડીએમકે ના કાર્યકરો તેમને સત્કારવા આવ્યા હતા. રાજાની મુક્તિની તેમણે ઉજવણી કરી હતી. પરંત ુદરેકના મોઢે એક જ પ્રશ્ન છે કે શું ડીએમકે રાજાને રાજકીય આશ્રય આપશે કે પાછળ ધકેલી દેશે ? જો કે ડીએમકેના શરૃઆતના પ્રત્યાઘાત હકારાત્મક વલણવાળા છે. રાજાને સમાવવાથી પક્ષને શું લાભ થશે તે ડીએમકે ચકાસી રહ્યું છે. એક તરફ સીબીઆઈ એમ કહે છે કે રાજાના કેસમાં તપાસ ચાલુ છે ત્યારે પક્ષ પણ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં છે...
કનીમોઝીને ખુશ રાખવા પ્રયાસો
ડીએમકે સુપ્રીમો કરૃણાનીધીના બે પુત્રો વચ્ચે વારસા માટેની વોર મોટા પાયે ચાલે છે. ભાઈ એમ.એલ. સ્ટાલીન વચ્ચેની આ વૉર કદાચ ડીએમકેની રાજકીય સ્થિતિમાં વધારો કરી શકે એમ છે. અંદરના સૂત્રો જણાવે છે કે બંનેની બહેન કનીમોઝી છે. તે રાજ્યસભાની સભ્ય છે જેણે એ રાજા પ્રત્યે હુંફાળું વર્તન બતાવ્યું હતું. અલાગીરી તાજેતરમાં રાજાને જેલમાં મળવા હતા. જ્યારે સ્ટાલીને તાજેતરમાં રાજાના મતવિસ્તાર નીલગીરીમાં રાજાના માત્ર વખાણ નહોતા કર્યા પરંતુ તેમના ટેકેદારને તિહાર જેલમાં મળવા પણ મોકલ્યા હતા. રાજા જેલમાંથી છુટયા પછી કનીમોઝી, રાજાની પત્ની પુરુમેશ્વરી અને અન્ય સંબંધીઓને દિલ્હીમાં મળ્યા હતા.
યેદીયુરપ્પા, ભાજપ અને દરોડા
જ્યારે પણ ક્યાંય સીબીઆઈના દરોડા પડે છે કે તરત જ ભાજપ લગ્ગીરેય સમય બગાડયા વિના કહી દે છે કે આ રાજકારણ પ્રેરીત દરોડા છે. પરંતુ જ્યારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા અને તેમના બે પુત્રો, જમાઈ તેમજ અન્ય સંબંધીઓને ત્યાં સીબીઆઈના દરોડા પડયા ત્યારે ભાજપ મોં સીવીને બેઠું હતું. કારણ ખૂબ સ્પષ્ટ છે યેદીયુરપ્પાએ પોતાને પક્ષ પ્રમુખ બનાવવા ભાજપ પર દબાણ વધાર્યું હતું. હકીકત એ છે કે સીબીઆઈના દરોડાએ ભાજપને એક પ્રકારની રાહત આપી છે. ભાજપના સૂત્રો કહે છે કે યેદીયુરપ્પા હવે શું કરે છે તે પર સૌની નજર છે. જો તે અને તેમના ટેકેદારો શિસ્ત ના તોડે અર્થાત્ રાજીનામા આપવાની વાત ના કરે તો પક્ષ તેમને કાયદાકીય મદદ આપવા વિચારશે..
સાંસદોને લાલલાઈટની કાર...
લોકસભાના સંસદસભ્યોની ગાડી પર રેડ-સિગ્નલ (લાલ બત્તી) લગાવવાની દરખાસ્તને જ્યારથી પ્રિવીલેજ કમિટીએ મંજૂરી આપી છે ત્યારથી આ મુદ્દે સતત ચર્ચા ચાલતી રહી છે. હવે બોલ ગૃહમંત્રાલયની ઓફિસમાં છે એમ માનવામાં આવે છે કે ગૃહમંત્રાલય આ મુદ્દે મંજૂરી આપે એવી સંભાવના છે. જોકે આ મુદ્દાના ટીકાકારોની સંખ્યા વધી રહી છે. ટીકાનો એક મુદ્દો એ છે કે લાલ લાઈટ વાળી બહુ ગાડીઓ રોડ પર ન્યુસંસ સર્જશે, તેમજ પછી વિધાનસભ્યો અને અન્ય હોદ્દેદારો પણ આવી સવલત માગશે.
-ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved