Last Update : 21-May-2012,Monday

 
૨૬/૧૧ના હુમલાના આરોપી
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો

અલ કાયદા વતી કામ કરતા હરકત ઉલ ઝીહાદ અલ ઇસ્લામનો કમાન્ડર ભારતમાં મોસ્ટ વોન્ટેડ

(પીટીઆઈ) જીનીવા, તા. ૨૦
૨૬/૧૧ના મુંબઈ હુમલાના શંકાસ્પદ ઇલિયાસ કાશ્મીરીને અમેરિકાએ 'મૃત' જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રે પણ 'મૃત્યુ પામેલો' જાહેર કર્યો છે. અલ કાયદા સાથે સંકળાયેલી યાદીમાં ઇલીયાસ કાશ્મીરીનું નામ સામેલ હતું તેમાં હવે તેના નામને અહેવાલના પગલે મૃત જાહેર કરાયો છે.
સંયુક્ત રાષ્ટ્રની અલકાયદા પ્રતિબંધ સમિતિએ કાશ્મીરી સંબંધી માહિતીમાં ૧૦મી મે ના રોજ ફેરફાર કરીને રીપોર્ટેડ ડેડ જાહેર કર્યો છે. અને અલ કાયદા સંબંધી માહિતીમાં પણ તે સંબંધી ફેરફાર કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇલીયાસ કાશ્મીરી ૩ જી જુન ૨૦૧૧ના રોજ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. તે અંગે સુધારાયેલી માહિતીમાં પણ હવે તે મૃત્યુ પામ્યો હોવાનું અને તે હરકત ઉલ અલ ઇસ્લામીનો કમાન્ડર હોવાની અને તે અલ કાયદાને સહયોગ આપતો હોવાની માહિતી આપી હતી.
૩ જુન ૨૦૧૧ના રોજ અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા નવ ત્રાસવાદીઓમાં ઇલીયાસ કાશ્મીરીનો પણ સમાવેશ થતો હોવાનું માનવામાં આવે છે. જોકે ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં તેનું સ્થાન છે જ. ભૂતકાળમાં કાશ્મીરીના મૃત્યુ અંગે જાહેર થયેલા મીડિયા અહેવાલોને ખાસ મહત્વ આટલે માટે નહોતું અપાયું કેમકે આ પ્રકારે મૃત જાહેર થયેલા ઘણા ત્રાસવાદીઓ પછીથી જીવતા હોવાનું જણાયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved