Last Update : 21-May-2012,Monday

 

બે મહિલાઓનાં આઘાતના લીધે મૃત્યુ
ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત

મૃતકો પૈકી ચાર ફેક્ટરીના કામદારો ઃ અનેક ઐતિહાસિક સ્થાપત્યો-ચર્ચોને નુકસાન
(પીટીઆઈ) ફેરારા (ઈટાલી), તા. ૨૦
ઉદ્યોગોથી ધમધમતા અને ગીચવસતિવાળા ઇટાલીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં, ગઈકાલે મધરાત પછી લાગેલા ૬ અંકની તીવ્રતાવાળા ભૂકંપને લીધે ઓછામાં ઓછી ૬ વ્યક્તિઓ મારી ગઈ હતી. અનેકને ઇજાઓ થઈ હતી. અસંખ્ય મકાનો અને ચર્ચો ધરાસાયી થઈ ગયા હતા. બચાવ ટુકડીઓ, ખંડેરો નીચે દબાયેલાઓ અંગે પણ શોધ કરી રહી છે.
ઉત્તર-પૂર્વના એમિલિયા રોમેડના વિસ્તારમાં મોડી રાત્રે લાગેલા (ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૭.૩૦ કલાકે) લાગેલા આ પ્રથમ આંચકાને લીધે આ વિસ્તારનાં ગામોમાં અને શહેરોમાં લોકો ઘરો છોડી માર્ગો ઉપર આવી ગયા હતા.
આ ભૂકંપ પછી રાહતકાર્યમાં વ્યસ્ત તેવા કર્મચારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ ઓગસ્ટનો ગામમાં ફેક્ટરીઓ તૂટી પડતાં તેમાં રાતપાળીનું કામ કરનારા ૪ મજૂરો દબાઈ જતાં માર્યા ગયા હતા. જ્યારે ૩૭ વર્ષની એક જર્મન મહિલા તથા ૧૦૦ વર્ષથી વધુ વયની એક ઇટાલિયન મહિલાનું આઘાતને લીધે હૃદય બંધ પડતાં મૃત્યુ થયું હતુક્ત આ ધરતીકંપને લીધે ઇટાલીનાં ઐતિહાસિક શહેરો બોલોના ફેરારા, બેરોના અને માન્ટુઆમાં આવેલાં ઐતિહાસિક સ્થાપત્યોને પણ નુકસાન થયું છે તેમ ઇટાલીનાં સાંસ્કૃતિક મંત્રાલયે જણાવ્યું છે.
આ મંત્રાલયે તેવી પણ સ્પષ્ટતા કરી છે કે આ ઐતિહાસિક સ્થાપત્યોને કેટલી હદે નુકસાન થયું છે તે તો બંબાખાનાવાળા અને નાગરિક સંરક્ષણ સેવાના કર્મચારીઓ, તેમની કાર્યવાહી પૂરી કરે પછી જ જાણી શકાશે.
ઇટાલીનાં ટીવી ઉપર આ શહેરોમાં મકાનોને ઐતિહાસિક સ્થાપત્યોને અને ચર્ચોને થયેલાં નુકસાનનાં દ્રશ્યો દર્શાવાયા હતા. તેમજ દિવાલો ધસી પડતાં તેની નીચે દટાઈ ગયેલી મોટરો પણ દર્શાવી હતી.
ઇટાલીની સિવિલ પ્રોટેક્શન એજન્સી એ સેંકડો વયોવૃદ્ધ વ્યક્તિઓને ફિનાલે એમિલિયા શહેર નજીક ઉભા કરેલાં આશ્રય સ્થાનોમાં, આશ્રય આપ્યો છે.
આ ભૂકંપનું કેન્દ્ર બરેલોના શહેરથી ૩૬ કી.મી. ઉત્તરે આવેલા હિનાલે એમિલિયાનાં કોમ્યુન પાસે ૫.૧ કી.મી.ની ઊંડાઈએ આવેલું હતું. તેમ સત્તાવાર સાધનોએ જણાવ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved