Last Update : 21-May-2012,Monday

 

૨-જી કૌભાંડ, રામદેવ- અણ્ણા આંદોલન, સેના જેવા વિખવાદો છવાયા
મોંઘવારી ને મંદી વચ્ચે યુપીએ-૨નાં ત્રણ વર્ષ પૂર્ણ

રાષ્ટ્રપતિની ચૂંટણી મનમોહન માટે અગ્નિ પરીક્ષા ઃ મમતાનું બ્લેક મેઇલિંગ શરદ પવાર માથાનો દુખાવોઃ સાથી પક્ષોના વારે તહેવારે રિસામણાં

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૦
પોલિસી પેરેલીસિસથી પીડાઈ રહેલી યુપીએ-૨ સરકાર આવતીકાલે તેનાં ત્રણ વર્ષ પુરાં કરશે. ત્યારે આ સરકાર સામે રીટેલમાં એફડીઆઈ, એનસીટીસી અને લોકપાલ વિધેયકો પસાર કરવાના પડકારોનો સામનો કરી રહી છે. જે અંગે માત્ર વિપક્ષો જ નહીં પરંતુ, યુપીએના તૃણમૂલ તથા ડીએમકે જેવા સાથી પક્ષો પણ તેની સામે મોરચા માંડી રહ્યા છે. તો બીજી તરફ વધતી બેરોજગારીનો પ્રશ્ન પણ યુપીએ-૨ને મુંઝવી રહ્યો છે. તેમાં એપ્રિલ મહિનાના અંતમાં જ ફુગાવાનો દર સરકારે તેમજ રિઝર્વ બેન્કના અનેક પ્રયાસોની વિટંબણા ઉડાડતો બે આંક ઓળંગી ગયો છે. સાથે દેશમાં ઘટી રહેલાં ઔદ્યોગિક ઉત્પાદન અને રૃપિયાની ડોલર સામેની કથળતી સ્થિતિ, પેટ્રોલિયમ પેદાશોના ભાવોની અસ્થિરતા અને કરવેરાની વસુલાતની ઢીલાશ જેવા પ્રશ્નો સરકારને માટે માથાનો દુખાવો બની રહ્યા છે.
ભ્રષ્ટાચારે લીધેલા ભરડામાંથી દેશને છોડાવવાની હાકલ કરી રહેલી યુપીએ-૨ સરકાર, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનકારીઓમાંથી બાબા રામદેવનું પહેલા સ્વાગત કરી તેમના અનુયાયીઓ ઉપર મધરાતે લાઠીમાર ચલાવી તથા ગાંધીવાદી નેતા અણ્ણા હઝારે સાથે પણ છલના કરી સરકારે તેની રહી સહી આબરૃ પર પણ બટ્ટો લગાડયો છે.
સરકારની નિષ્ફળતાઓ તો થોડા સપ્તાહો પૂર્વે જ યોજાયેલી દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં યુપીએના અગ્રીમ પક્ષ કોંગ્રેસને મતદારોએ આપેલી પછડાટ પરથી જ જાણી શકાય છે. જ્યારે આ વર્ષના અંતે અને આવતાં વર્ષના પ્રારંભે ગુજરાત સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મુંઝવી રહી છે.
યુપીએ-૨ સરકાર સમક્ષ તેની પૂર્વેની યુપીએ-૧ સરકાર સમયે થયેલા ૨-જી કૌભાંડનો મુદ્દો 'એનેકોન્ડા'ની જેમ અવ્યવસ્થાના 'ગાઢ જંગલમાંથી' અચાનક સામે આવીને ઊભો છે. સ્વીકાર્ય છે કે ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં ખૂણે ખાંચરે નાના મોટા કૌભાંડો હોઈ શકે પરંતુ રાષ્ટ્રના સમગ્ર સંરક્ષણ બજેટ જેટલું (રૃા. ૧.૭૬ લાખ કરોડનું)

કૌભાંડ કદાચ માત્ર ભારતની જનતા જ સહી લઈ શકે. પ્રશ્ન એક બે પ્રધાનોને જેલ ભેગા કરી સમેટાવવાનો પ્રયત્ન કરનારી આ સરકારને માટે હવે ખરા અર્થમાં નીચા-જોણું થઈ ગયું છે. આ મુદ્દે તો ગૃહપ્રધાન અને નાણા પ્રધાન વચ્ચે પણ નાણાં મંત્રાલયની એક નોંધને લીધે ટકરાવ થઈ ગયો હતો.
સંરક્ષણની વાત લઈએ તો શસ્ત્રોની ખરીદીથી શરૃ કરી અનેક ગેરરીતિઓ બહાર આવી છે. વાત આટલેથી અટકતી નથી. ભૂમિસેનાના વડા વી.કે. સિંહ જ જ્યારે જણાવે કે સેના પાસે શસ્ત્રોની ખેંચ છે ત્યારે તો સરકારે જાગવું જ પડે. આ ઘટસ્ફોટથી તો ભારતની જનતા તો ચોંકી ઊઠી છે.
જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવશે. યુપીએ-૨ માટે આ માત્ર એક પડકાર બની રહેશે તેમ લાગે છે. બીજેડી અને અન્ના ડીએમકે દ્વારા રાષ્ટ્રનાં આ સર્વોચ્ચ પદ માટે એનસીપીના પી.એન સંગમાનું નામ સૂચવાયું છે. પરંતુ સંગમાના જ પક્ષ એનસીપીએ આ અંગે મૌન સેવ્યું છે. વાસ્તવમાં આ સર્વોચ્ચ પદ માટે યુપીએના ચીફ ટ્રવલશૂટર પ્રણવ મુખરજીનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. હમીદ અન્સારી યુપીએ માટે કદાચ સરળતા કરી આપે તેમજ તે માટે સપા, બસપા અને રાજદ પણ ટેકો આપે. ભાજપનો વિરોધ આથી બહુ મહત્વનો નહીં રહે.
આમ ચારે તરફથી ઘેરાયેલી યુપીએ-૨ સરકાર માટે કદાચ આ આશા કિરણ હોઈ શકે પરંતુ, 'મક્યુરિયન' મમતા બેનર્જી જો અન્નાડીએમકે અને બીજેડી સાથે ભળે તો મુશ્કેલી જરૃર ઊભી થઈ શકે તેમ છે. છતાં યુપીએ-૨માં કોંગ્રેસ પાસે બહુમતી મત રહેશે તેવી આશા તે બાંધે છે.
અર્થશાસ્ત્રીમાંથી રાજકારણી બનેલા મનમોહનસિંહની પ્રશંસા કરતાં કાનૂન પ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે, આપણને મળી શકતા નેતાઓમાં સિંહ શ્રેષ્ઠ વ્યક્તિ છે. પરંતુ નિરીક્ષકો જણાવે છે કે, યુપીએ-૧ સમયે ભારત-અમેરિકા-અણુ સંધિ વખતે સિંહે દર્શાવેલી મક્કમતા અત્યારે તેઓમાં દેખાતી નથી.
ખરી વાત તેમ લાગે છે કે મોંઘવારી, બેરોજગારી સહિત અનેક પ્રશ્નોથી ઘેરાયેલી જનતાનાં મુખ ઉપરથી સ્મિત વિલાઈ ગયું છે. અને પ્રધાનોના મુખ પરથી નૂર-તેજ ઊડી ગયું છે કારણ કે માત્ર બે જ વર્ષ દૂર રહેલી લોકસભાની ચૂંટણી સમયે જનતા સામે ક્યાં મોંઢે ઉભા રહેશું તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved