Last Update : 21-May-2012,Monday

 

આઈ.સી.એસ.ઈ.માં ૯૮.૮ ટકા સાથે થાણેની કિશોરી દેશભરમાં પ્રથમ

નૃત્યમાં પ્રવિણ ૧૫ વર્ષની શલાકા રોજ સરેરાશ બે કલાક જ અભ્યાસ કરતી ઃ ટયુશન ક્લાસમાં પણ જતી નહોતી
મુંબઈ,તા.૨૦
ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (આઈ.સી.એસ.ઈ.) બોર્ડની આ વર્ષની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૮ ટકા સાથે ભારતભરમાં અવ્વલ આવનારી થાણેની શલાકા કુલકર્ણી નામની ૧૫ વર્ષની કિશોરી સાથે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી હતી એની ચર્ચા કરીએ તો સૌ કોઈ પ્રભાવિત થઈ જાય. ખરેખર તો તેણે પોતે જ આ પરીક્ષામાં ૯૮ ટકા માર્ક મેળવવા એવો નિર્ધાર કરી યોજનાબદ્ધ રીતે પરીક્ષાની તૈયારી કરી હતી.
શનિવારે આ પરીક્ષાના પરિણામ જાહેર થયાં બાદ ખુશહાલ શલાકાએ આ વિશે કહ્યું હતું કે, 'મેં મારી રીતે જાત મુલ્યાંકન કરીને આ લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ મારા પરિવારજનોને પરિણામ બાદ ખુશી મળી છે.' શલાકા થાણેની શ્રીમતિ સુલોચનાદેવી સિંઘાણીયા સ્કૂલની વિદ્યાર્થિની છે. શલાકાની માતા ડો. અપર્ણા કુલકર્ણીએ કહ્યું હતું કે, 'આ અમારા માટે સૌથી મોટી ખુશીની વાત છે. શલાકા સ્કૂલ કે પશ્ચિમ વિભાગમાં અવ્વલ આવશે એવી અપેક્ષા હતી. પરંતુ દેશભરમાં અવ્વલ આવશે એવું વિચાર્યું નહોતું. તેણે જે ઈચ્છ્યું હતું તે મળ્યું તે માટે ભગવાનનો આભાર.'
સ્કૂલની કેપ્ટન અને તાલીમબદ્ધ કથ્થક નૃત્યાંગના શલાકાએ તેના અભ્યાસ સંબંધી સમયપત્રક વિશે કહ્યું હતું કે, 'હું કેટલો સમય અભ્યાસ કરીશ એના કરતાં કેવો અભ્યાસ કરીશ એની ચિંતા વધુ કરતી હતી. અન્ય વિદ્યાર્થીઓ કરતાં મેં અભ્યાસ પાછળ ઓછો સમય ખર્ચ્યો છે. સાચું કહું તો રોજના સરેરાશ માત્ર બે કલાક જ અભ્યાસ કર્યો હતો, ખાસ તો પરીક્ષાના સમય દરમિયાન વધુ અભ્યાસ કર્યો હતો.'
અન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણિય વાત તો એ છે કે, શલાકા કોઈ ટયુશન ક્લાસમાં ગઈ નથી. શલાકાએ કહ્યું હતું કે, 'મારી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકગણને મારા પર ખૂબ જ વિશ્વાસ હતો અને ક્યારેક વર્ગમાં ઈતર પ્રવૃત્તિના કારણે કંઈ બાકી રહી ગયું હોય તો મને બાદમાં સમય ફાળવીને શિખવી દેતાં હતાં.' થાણેની આ વિદ્યાર્થિનીએ છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે હોમી ભાભા યંગ સાયન્ટીસ્ટ સર્ચમાં રજતચંદ્રક અને નવમા ધોરણમાં આ સ્પર્ધામાં જ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved