Last Update : 21-May-2012,Monday

 

૪૨ ડિગ્રી ગરમીથી નાગરિકો અકળાયા
ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

 

સુરેન્દ્રનગર,તા.૨૦
સુરેન્દ્રનગરમાં છેલ્લા દિવસોમાં ગરમી વધી રહી છે. પવન સાથે વાતાવરણમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. કાળઝાળ તાપ અને ગરમીમાં ઝાલાવાડમાં લોકો ત્રાસી ગયા છે પરંતુ જો કે ખૂબ ગરમી પડે તો જ વરસાદ પડે. ચોમાસાનાં વરસાદની સિસ્ટમ ગરમી પડે તો જ બંધાય તેમ છે હાલ લોકોને ભયંકર બફારો અને તાપ અકળાવી રહ્યો છે. ભારે ગરમી થશે તો વાતાવરણમાં નીચું દબાણ થશે અને નીચું દબાણ થયા બાદ ચોમાસું સિસ્ટમ બંધાશે.
ચોમાસું કયારે આવશે તે બાબત હજુ નકકી તારણ જણાતું નથી. ઘણાં જુદી જુદી આગાહી કરે છે. પરંતુ વાતાવરણમાં ફેરફાર થયા કરે છે. સુરેન્દ્રનગરમાં બફારો હોવા છતાં પવનની ઝડપ સારી જોવા મળે છે. લોકો સવારે ઝડપી પવનનો સામનો કરે છે. સુરેન્દ્રનગરમાં ૪૦ કિ.મી. ની ઝડપે ગરમ પવનો સાથે તાપમાન ૪૨.૩ ડીગ્રી થઈ જતાં સુરેન્દ્રનગર જીલ્લાનાં લોકો ગરમી તાપ અને ગરમ લૂ નાં ગરમ પરસેવાથી ત્રાસી ગયા છે. હાલ લોકો આતુરતાભરી મીટ આકાશ તરફ માંડી રહ્યા છે.
આગામી માસમાં વરસાદ ઝાલાવાડમાં થાય તેવી સંભાવના છે. ચોમાસાના વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે. હાલ તો ચોમાસા પહેલાં ઝાલાવાડ સુકકો જોવા મળે છે. પાણીની સમસ્યા થી ગ્રામ્ય ઝાલાવાડ સળગે છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં પ૦ ટકા ગામડામાં પાણીની અતિ તીવ્ર તંગી જણાય છે. પીવાનાં પાણીની સમસ્યા વધુ ને વધુ ગંભીર બનતી જાય છે. ગરીબો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
શ્રીમંતોને તો કોઈ બાબતની ઝાલાવાડમાં મુશ્કેલી જ નથી. પાણીમાંથી વધુ પડતા રૃપિયા બનાવવાની મનોવૃતિને લીધે ગામડાનાં લોકો પરેશાની વેઠે છે. લોકો વરસાદ જલ્દી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
વર્ષોથી સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાઓની સાથોસાથ જીલ્લા મથક સુરેન્દ્રનગરમાં પણ પાણી વિતરણ કરવા માટેનો કોઈ સમય નિશ્વિત નથી તેથી લોકોને સવારથી સાંજ સુધી માત્ર પાણી માટેની રાહ જોવી પડે છે.વરસાદ ટુંક સમયમાં નહિ આવે તો કેવી સ્થિતિ સર્જાશે ? ચુડા, પાટડી, લીંબડી, ચોટીલા, સાયલા તાલુકાઓનાં ગામડાઓમાં ૫ણ પાણીની સમસ્યા વિકટ બની છે. તેથી લોકો સમયસર વરસાદ આવે અને પાણીની સમસ્યામાંથી મુકિત મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved