Last Update : 21-May-2012,Monday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૦-૫-૨૦૧૨ રવિવારથી તા.૨૬-૫-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

આપના નોકરી-ધંધાના કામમાં હળવાશ રહે. પરંતુ પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા રહે. સીઝનલ બિમારીથી, પડવા વાગવાથી તેમજ રમતગમતમાં ધ્યાન રાખવું પડે. તે સિવાય બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. ધર્મકાર્યથી આનંદ રહે. વધારાનો ખર્ચ થાય પરંતુ તકલીફ પડે નહીં. સીઝનલ ધંધો આવકવાળો રહે. તા. ૨૦ મે રવિ હૃદય-મન ચિંતા, વ્યગ્રતાવાળું રહે. ૨૧ સોમ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૨૨ મંગળ કામકાજમાં વ્યસ્તતા પરંતુ ખાવાપીવામાં, હરવા ફરવામાં સંભાળવું. ૨૩ બુધ મહત્વની મુલાકાત, ચર્ચા વિચારણામાં સાનુકુળતા. ૨૪ ગુરૃ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. ૨૫ શુક્ર સાંજના સમયે શ્રમ-થાક-બેચેની અનુભવાય. ૨૬ શનિ સગા સંબંધી મિત્રવર્ગથી ચિંતા-ખર્ચ, કામમાં રૃકાવટ.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

પત્ની-સંતાન-પરિવારના પ્રશ્નમાં, નોકરી, ધંધાના પ્રશ્નમાં આપ ચિંતા-તકલીફ-રૃકાવટ અનુભવો. માનસિક પરિતાપ રહે. સરકારી, કાનૂની, ખાતાકીય કામમાં, નોકરી-ધંધાની મુલાકાતમાં શું કરવું ? શું થશે ? તેની ચિંતા-દ્વિધામાં અટવાયેલા રહો. શેરોની લે-વેચમાં, મકાન, જમીન-વાહન-મીલકતના પ્રશ્નમાં વિવાદ, નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. તા. ૨૦ મે રવિ ખર્ચ-ચિંતા, સગા સંબંધી મિત્રવર્ગથી તકલીફ અનુભવાય. ૨૧ સોમ બજારોની વધઘટમાં તેમજ નોકરીમાં માનસિક પરિતાપ રહે. ૨૨ મંગળ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. ૨૩ બુધ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ૨૪ ગુરૃ કામકાજમાં પ્રગતિ, સાનુકુળતા. ૨૫ શુક્ર નોકરી, ધંધાના કામમાં ચિંતા-મુંઝવણ ઓછી થાય. ૨૬ શનિ બહાર જવાનું થાય. કોઈને મળવાનું થાય.

 

મિથુન (ક.છ.ઘ.)

 

આપના ઘર, પરિવારના, મકાન, મિલકતના, સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ખર્ચ થાય, પરંતુ કામમાં સાનુકુળતા જણાય. નવી ખરીદી થાય. નોકરી-ધંધાના કામ અંગે પ્રવાસ થાય. ખર્ચ કરવો પડે. પત્નીની બિમારી, ગેરહાજરીથી તમારા રોજીંદા કામમાં રૃકાવટ, મુશ્કેલી અનુભવો. સાસરીપક્ષના વ્યવહાર-સંબંધમાં વિવાદ, બિમારીથી ચિંતા-ખર્ચ અનુભવાય. પરદેશના કામમાં, સંતાનના વિદ્યા ભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ધ્યાન આપવું પડે. તા. ૨૦ મે રવિ પુત્ર પૌત્રાદિકની ચિંતા. ૨૧ સોમ જેઠ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. ૨૨ મંગળ કૌટુંબિક ચિંતા-ખર્ચ ૨૩ બુધ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૪ ગુરૃ કામકાજમાં પ્રગતિ. ખર્ચ ખરીદી થાય. ૨૫ શુક્ર આકસ્મિક ફાયદો-લાભ, સાનુકુળતા. ૨૬ આનંદ રહે. ઘર-પરિવારના, નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા.

 

કર્ક (ડ.હ.)

 

પુત્ર પૌત્રાદિકનો ચિંતાજનક પ્રશ્ન હળવો થતો જાય. સંતાનની વિદ્યા ભણતર, નોકરી-ધંધાની કામગીરીમાં સાનુકુળ પ્રગતિ જણાય. વડીલવર્ગને પૌત્રાદિકથી આનંદ રહે. મકાન-મીલકતના કામકાજમાં ખર્ચ થાય પરંતુ કામની સફળતાથી આનંદ રહે. સીઝનલ ધંધો આવકવાળો રહે. પત્નીના નસીબ-ભાગ્યથી, ધર્મકાર્યથી તમને ફાયદો-લાભ થાય. અવિવાહિતને ઓચિંતા વિવાહ-લગ્નનું નક્કી થાય. તા. ૨૦ મે રવિ અમાવાસ્યાનો આજનો દિવસ હૃદય-મનની વ્યગ્રતાનો રહે. ૨૧ સોમ કામકાજમાં પ્રગતિ-સાનુકુળતા ૨૨ મંગળ પુત્ર-પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ૨૩ બુધ ખર્ચ-ચિંતા છતાં સાનુકુળતા. ૨૪ ગુરૃ ધર્મકાર્ય, શુભકાર્ય થાય. ૨૫ શુક્ર અન્યના કારણે ચિંતા, કામમાં રૃકાવટ. ૨૬ શનિ માનસિક પરિતાપ, વિચારોની દ્વિધા રહે.

 

સિંહ (મ.ટ.)

 

રાહુ, શનિ અને ગુરૃ ગ્રહની પ્રતિકુળતા તમારા નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં, વડીલવર્ગના આરોગ્યની બાબતમાં, મકાન, વાહન, મીલકતના પ્રશ્નમાં, સંતાનના પ્રશ્નમાં ચિંતા-વ્યગ્રતા-વિવાદ, ઉચાટ રખાવે. સંયુક્ત મિલકતના, સંયુક્ત ધંધાના તેમજ સંયુક્ત રહેઠાણના પ્રશ્નમાં તમે તકલીફ અનુભવો. ધંધાની જગ્યાની ખરીદીમાં, મકાન, વાહનની ખરીદીમાં ઉતાવળ કરવી નહીં. તા. ૨૦ મે રવિ યાત્રા પ્રવાસમાં, ખાવાપીવામાં સંભાળવું. ૨૧ સોમ નોકરી ધંધાના કામમાં, વડીલવર્ગના પ્રશ્ને ચિંતા રહે. ૨૨ મંગળ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૨૩ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૪ ગુરૃ પુત્રપૌત્રાદિકથી સાનુકુળતા. ૨૫ શુક્ર સાંજ પછી પ્રતિકુળતા રહે. ૨૬ શનિ ચિંતા-ખર્ચ, અન્યના કારણે વ્યગ્રતા રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપના રોજીંદા કામની મુક્ત રહી, યાત્રા પ્રવાસ, મીલન, મુલાકાત, ધર્મકાર્યથી આનંદ રહે. સંતાનના કામમાં સાનુકુળતા રહે. પરદેશમાં રહેતા સગા સંબંધી- મિત્રવર્ગથી સાનુકુળતા રહે. આકસ્મિક કોઈને મળવાનું થાય, જુના સંસ્મરણો તાજા થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય. મકાન, વાહનને લગતું કામકાજ ઉકેલાય. નોકરીમાં હળવાશ, રાહત રહે. જે કામ બાકી હોય તેનો ઉકેલ લાવવામાં સાનુકુળતા રહે. ધંધામાં આવક થાય. ધંધાકીય કામમાં, વધારાના કામમાં ધ્યાન આપી શકો.તા. ૨૦ મે રવિ શનૈશ્વર જયંતિ હોવાથી હનુમાનજીની ભક્તિ-પૂજામાં ધ્યાન આપવું. ૨૧ સોમ જેઠ મહિનાના પ્રારંભે કામકાજમાં સાનુકુળતા રહે. ૨૨ મંગળ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૨૩ બુધ ઘર, પરિવારના કામમાં ચિંતા-ઉચાટ રહે. ૨૪ ગુરૃ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ખર્ચ-ચિંતા-દોડધામ. ૨૫ શુક્ર શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૨૬ શનિ આનંદ ઉત્સાહ રહે. પુત્ર પૌત્રાદિકનું કામ કરી શકો.

 

તુલા (ર.ત.)

 

શનિની પ્રતિકુળતા, સૂર્ય અને ગુરૃ ગ્રહની પ્રતિકુળતાથી શારીરિક, માનસિક, આર્થીક તેમજ કૌટુંબીક પ્રશ્નમાં ચિંતા-મુશ્કેલીમાંથી સમય પસાર કરવો પડે. સગા સંબંધી, મિત્રવર્ગમાં મનદુઃખ, વિવાદ થાય, તમારી આપત્તિ, ચિંતા-મુશ્કેલીમાં તમારે એકલા હાથે સંઘર્ષનો સામનો કરવો પડે. જેમની સાથે તમે સંબંધ બગાડયા હોય તે વ્યક્તિ તમને ઉપયોગી થઈ શકે તેમ હોય છતાં તમે બગડેલા સંબંધના કારણે તમે તેને ન બોલાવી શકો કે ન કહી શકો. બહાર રસ્તામાં જતા આવતા, કે યાત્રા પ્રવાસ દરમિયાન પડવા વાગવાથી, બિમારીથી સંભાળવું. વાહન શાંતિથી ચલાવવું. તા. ૨૦ મે રવિ આજે અમાવાસ્યાના દિવસે આકસ્મિક ચિંતા, ઉપાધિ જણાય. ૨૧ સોમ જેઠ મહિનાના પ્રારંભે તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૨૨ મંગળ નોકરી-ધંધાના કામકાજમાં જાગૃતિ, સાવધાની રાખવી. ૨૩ બુધ શાંતિથી દિવસ પસાર કરવો. ૨૪ ગુરૃ નોકરી-ધંધાના કામ અંગે, ઘર, પરિવારના કામ અંગે ધ્યાન રાખવું પડે. ૨૫ શુક્ર ચિંતા, દ્વિધા બહાર જવા અંગે, કામકાજ અંગે રહ્યા કરે. ૨૬ શનિ નોકરી-ધંધાના કામકાજમાં હળવાશ રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

રૃપાના પાયે શનિનું પરિભ્રમણ, ગુરૃ ગ્રહની પ્રબળતા તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરાવે. જે કામ વિલંબમાં પડેલ હોય તે ઉકેલની દિશામાં આગળ વધે અને અશક્ય કામ શક્ય બને. પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ-લગ્નને નોકરી-ધંધા અંગેના કામમાં સાનુકુળ પ્રગતિ જણાય. તમારા પોતાના કાર્યક્ષેત્રમાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. શારીરિક, માનસિક, સ્વસ્થતાના કારણે યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતમાં, ધર્મકાર્યમાં, ઘર, પરિવારના કામમાં ધ્યાન આપી શકો. જેમની સાથે મનદુઃખ થયેલ હોય, સંબંધ બગડેલ હોય તેમની સાથે સંબંધ સુધરે. પત્નીથી સાનુકુળતા, હળવાશ, રાહત રહે. તા. ૨૦ મે રવિ સગા સંબંધી-મિત્રવર્ગથી ચિંતા. ૨૧ સોમ માનસિક પરિતાપ છતાં નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૨૨ મંગળ વિલંબમાં પડેલા કામ અંગે ચિંતા રહે. ૨૩ બુધ બહારના કે ઘરના કામમાં જાગૃતિ રાખવી પડે. ૨૪ ગુરૃ પુત્ર પૌત્રાદિકના કારણે માનસિક વ્યગ્રતા-ચિંતા રહે. ૨૫ શુક્ર શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૨૬ શનિ હૃદય-મનની પ્રસન્નતા રહે, ધર્મકાર્ય થાય, જુના સંબંધો તાજા થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

શનિની પ્રતિકુળતા, ગુરૃ ગ્રહની, રાહુની પ્રતિકુળતા તમને શારીરિક, માનસિક અસ્વસ્થતા રખાવે. નોકરી, ધંધાના કામમાં ચિંતા-મુંઝવણ-મુશ્કેલી વધતી જાય. પોતાની ગણતરી, ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. હરિફ વર્ગ, ઇર્ષા, ખટપટ કરનારથી તમારા કામની સફળતા, પ્રગતિ અવરોધાય. સરકારી, કાનૂની ચક્કરમાં તમે કંટાળી જાવ, બિમાર થઈ જાવ. ભાઈ ભાંડુના, ભાગીદારના, નોકર ચાકરવર્ગના કે પત્ની સાથેના કાનૂની જંગમાં પ્રતિકુળતા વધતી જાય. સમય, શ્રમ, નાણાંનો વ્યય થાય. ભાગીદારીવાળો ધંધો નુકસાનમાં જવાથી, તમને વિશ્વાસઘાત-દગો થવાથી બંધ કરવો પડે કે નુકસાન સહન કરીને તમારે છુટા થવાનો નિર્ણય કરવો પડે. તા. ૨૦ મે રવિ પુત્ર પૌત્રાદિકની ચિંતા, ખર્ચ ૨૧ સોમ જેઠ મહિનાના પ્રારંભે શાંતિથી કામકાજ કરવું. ૨૨ મંગળ તન-મન-ધનથી સંભાળવું. સરકારી, કાનૂની કામમાં ચિંતા રહે. ૨૩ બુધ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૨૪ ગુરૃ કામકાજમાં સાનુકુળતા, રાહત રહે. ૨૫ શુક્ર બપોર પછી ચિંતા-મુશ્કેલી ૨૬ શનિ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું.

 

મકર (ખ.જ.)

 

તાંબાના પાયે શનિનું પરિભ્રમણ આપને કામકાજમાં લાભ, ફાયદો કરાવે. ગુરૃ ગ્રહની સાનુકુળતા નોકરી-ધંધામાં, પરદેશના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ કરાવે. જે કામ રૃકાવટવાળા હોય તે એક પછી એક ઉકેલાતા જાય. લાંબા સમયના સંઘર્ષમાંથી, મુશ્કેલીમાંથી બહાર આવતા જાવ. નોકરી છુટી ગઈ હોય, બદલવાની હોય, તે અંગેની વાતચીત ચાલતી હોય, ઇન્ટરવ્યુ આપેલ હોય તો તેમાં તમને સફળતા મળે, લાભ થાય. ધંધાના કામમાં સાનુકુળતા રહે, ધંધો વધે, આવક વધે. તા. ૨૦ મે રવિ અમાવાસ્યાના આજના દિવસે હૃદય-મનની વ્યગ્રતા રહે. ૨૧ સોમ જેઠ મહિનાના પ્રારંભે કામકાજમાં પ્રગતિ જણાય. ૨૨ મંગળ નોકરી, ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૨૩ બુધ વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ ૨૪ ગુરૃ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા. ૨૫ શુક્ર નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. ૨૬ શનિ આનંદ ઉત્સાહ રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપને સારા-નરસા સમયના મિશ્ર અનુભવો અનુભવાય. શનિનું રૃપાના પાયે પરિભ્રમણ ક્ષણિક લાભદાયી રહે. કામચલાઉ નોકરી-ધંધામાં હળવાશ રહે. પરંતુ સૂર્ય અને ગુરૃનું પરિભ્રમણ તમારા સગા, સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-ઉચાટ-વ્યગ્રતા રખાવે. મકાનના, ઘર, પરિવારના કામમાં, બાંધકામના ધંધામાં, શિક્ષણના વ્યવસાયમાં, ટ્રાવેલ્સના તેમજ સોના-ચાંદીના ધંધામાં નુકસાની, ધંધાની ખેંચ, નાણાંની ફસામણી, વિવાદથી તકલીફ રખાવે. પત્નીના કારણે, મિત્રવર્ગના કારણે હૃદય-મન દ્વિધા, ચિંતા-વ્યગ્રતા રહે. તા. ૨૦ રવિ અમાવાસ્યાના આજના દિવસે શાંતિ રાખવી. ૨૧ મે સોમ, જેઠ મહિનાના પ્રારંભે હૃદય-મન ચિંતા-ઉચાટમાં રહે. ૨૨ મંગળ નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું. ૨૩ બુધ રૃકાવટવાળા કામમાં, સંતાનના કામમાં ધ્યાન આપી શકો. ૨૪ ગુરૃ કામકાજમાં સાનુકુળતા ૨૫ શુક્ર વિલંબમાં પડેલા કામ અંગે ચિંતા-બેચેની રહે. ૨૬ શનિ અન્યના કારણે કામમાં, ખર્ચમાં વધારો જણાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

સોનાના પાયે શનિનું પરિભ્રમણ સાંસારીક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં આપને ચિંતા-ખર્ચ-તકલીફ રખાવે. સાંસારીક પ્રશ્નના વિવાદમાં, કાનૂની પ્રશ્નમાં કે બિમારીના કારણે શાંતિ, રમત જણાય નહીં. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-દ્વિધા રહે. નોકરી-ધંધામાં મહેનત, દોડધામ કરવા છતાં રૃકાવટ-મુશ્કેલી અને નસીબ યારી આપતું નથી તેમ જણાય. પરંતુ જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને નોકરી-ધંધાના કામ અંગે સ્થળાંતર થાય, દૂર જવાનુ ંથાય પરંતુ આવક આવવાના કારણે રાહત રહે. તા. ૨૦ મે રવિ અમાવાસ્યાના આજના દિવસે શાંતિ રાખવી. ૨૧ સોમ જેઠ મહિનાના પ્રારંભે કામમાં ધ્યાન આપવું પડે. ૨૨ મંગળ મહત્વની મુલાકાત, ચર્ચા વિચારણામાં સંભાળવું પડે. ૨૩ બુધ ચિંતા-વ્યગ્રતા છતાં હળવાશ. ૨૪ ગુરૃ નોકરી, ધંધાના, ઘર, પરિવારના કામની વ્યસ્તતા રહે. ૨૫ શુક્ર શાંતિથી નોકરી-ધંધાનું કામકાજ કરવું. ૨૬ શનિ વાણીની મીઠાશ, વ્યવહારની નમ્રતા આપને સફળતા અપાવે. લાભ, ફાયદો થાય.

[Top]
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved