Last Update : 21-May-2012,Monday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૬ મે થી મંગળવાર ૨૨ મે સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ) નો ઉદ્‌ભવ આશરે ૧૪ મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફૂળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થાનેથી બીજા સ્થાને ફરતા જીપ્સીઓએ ટોરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી લાવિ ફૂળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પરના ચિત્રના અર્થઘટનનુ મહત્વ છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ દ્વારા ગુગલ પર પ્રાપ્ત થઈ શકે છે તથા ટેરટ અંગેની વઘુ જાણકારી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ લવર્સનું કાર્ડ નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનવાનું સૂચવી જાય છે. તમારા સાથે વઘુ નિકટતાના સંબંધો ધરાવતી વ્યક્તિઓ સાથે મનદુઃખ ના ઉદ્‌ભવે તે માટે કાળજી રાખવી. પ્રણય પ્રસંગો સાથે સંકળાયેલી વ્યક્તિઓએ વિવાહ-લગ્ન જેવી બાબતો માટે મહત્વનો નિર્ણય લેવાનો આવશે. કૌટુંબિક બાબતો અગત્યની બનવા પામશે. તા.૧૮.૧૯.૨૦ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારી ભૌતિક સુખ સગવડતાઓમાં તથા તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું સૂચવી જાય છે. સંતાન સંબંધી બાબતોમાં નોંધપાત્ર નિર્ણય લઈ શકાશે તેેમજ નવપરિણિત દંપતીઓને સંતાન સંબંધી શુભફળ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે. તા.૧૬.૧૭.૨૧.૨૨ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ ફૂલનું કાર્ડ આત્મવિશ્વાસ દ્વારા મહત્વનાં નિર્ણયો લઈ શકો તથા સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઈ કાર્ય કે પ્રશ્નને લઈ ચંિતાતુર હશો તેનો યોગ્ય ઊકેલ મેળવી શકાશે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. તા. ૧૬.૧૭.૧૮.૧૯.૨૦. શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ એમ્પરરનું કાર્ડ તમારી આકાંશાઓની પરિપૂર્ણતા અંગે તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નામાંકિત વ્યક્તિઓ સાથેની મુલાકાત દ્વારા તમે કંઈક મેળવી શકશો. જીવનસાથીની સહકાર મેળવી શકશો. તમારા મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બનવા ઉપરાંત નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું થશે. તા. ૧૮.૧૯.૨૦.૨૧.૨૨. શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - જસ્ટીસનું કાર્ડ તમને ધીરજપૂર્વક કામકાજ કરવા અને કોર્ટ-કચેરી સંબંધિત જો કોઈ કાર્યો હોય તો તેમાં સમાધાન કરી વલણ અપનાવવા સૂચવી જાય છે. તમારા નોકરી વ્યવસાયક્ષેત્રે ખોટા આક્ષેપોના ભોગ બની ના જાય તે માટે યોગ્ય ઘ્યાન આપવું તથા નિષ્ઠાપૂર્વક કામકાજ કરવું લાભદાયક રહેશે. તા. ૨૧.૨૨. શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ સ્ટારનું કાર્ડ તમારા જન્મનાં ગ્રહોને આધીન એકાદ નાની-મોટી કસોટીમાં પસાર થવા આવવાનું સૂચવી જાય છે. સ્વઆરોગ્ય, અંગે કાળજી રાખવી. નવા કાર્યોની શરૂઆત કરવા માટે ઊતાવળા ન બનવું. પ્રવાસ-મુસાફરી દરમ્યાન કાળજી રાખવી. તા. ૧૬.૧૭. શુભ.

 

તુલા (ર. ત.) ઃ The World - ટેમ્પરન્સનું કાર્ડ તમારી લાગણીઓને વ્યક્ત કરી શકવાની તક પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે જે તમને કૌટુંબિક યશ આપશે તથા તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધોમાં મીઠાશ ઊભી કરશે. નાણાંકીય બાબતો અંગેની ઉદ્‌ભવેલી ચંિતાઓને દૂર કરી શકશો. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બનશે. તા.૧૬.૧૭.૧૮.૧૯.૨૦. શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારી નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થવાનું તથા કોઈ તકલીફ આવેલી હોય તો તેનો યોગ્ય ઊકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. ભાગ્ય પરિવર્તનની દૃષ્ટિએ શુભફળદાયક સમય હોવાથી હાલ મળતી તકનો ઉપયોગ કરવાનું ચૂકસો નહિ. તમારા મિત્રો તમારી યોગ્ય કાળજી લેતા જોઈ શકશો. તા. ૧૮.૧૯.૨૦.૨૧.૨૨. શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ એરોફન્ટનુ કાર્ડ કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા વર્તમાન સમસ્યાઓને ઊકેલી શકવાનું સૂચવી જાય છે. વડિલ વ્યક્તિઓના યોગ્ય સલાહ સૂચનાઓ તમારા માટે ફાયદાકારક પુરવાર થશે. ધાર્મિક ટુંકી યાત્રા થશે. જેને માટે તમને વઘુ માન હશે તે વ્યક્તિ સાથે મુલાકાત થશે. તા. ૨૧.૨૨. શુભ.

 

મકર (ખ. જ.) ઃ The Hermit - સ્ટ્રેન્થનું કાર્ડ તમારી ભૂલોનું પુનરાવર્તન ના થાય તે ઘ્યાનમાં રાખી વર્તમાન સમય દરમ્યાન નવાં નિર્ણયો લેવા તેમજ ભવિષ્યને માટે યોગ્ય આયોજન કરવા સૂચવી જાય છે. લાંબા સમયથી બિમારી ભોગવી રહ્યા હો તેમાં રાહત અનુભવી શકશો. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તા.૧૬.૧૭. શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ હાઈ પ્રીસ્ટેસનું કાર્ડ તમારા અંગત જીવનને સ્પર્શતી કેટલીક બાબતો અંગે તમારે મહત્વના નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. તમારા કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા કેટલીક સમસ્યાઓ ઊકેલી શકાશે. વઘુ પડતા લાગણીવશ બની જઈ શકો તેવો પ્રસંગ ઊદ્‌ભવશે. નાણાંકીય બાબતોમાં રાહત રહેશે. તા. ૧૮.૧૯.૨૦. શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ સનનું કાર્ડ તમારા વિલંબમાં પડેલા કાર્યોનો ધીમે ધીમે ઊકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઈ શકે તેવી ઘટના બનવા પામશે જેને વ્યક્ત કરી શકશો. તમારો આગામી સમય સુખસગવડતાઓમાં વધારો કરશે. સંતાન સંબંધી શુભફળ મેળવી શકાશે. તા. ૧૬.૧૭.૨૧.૨૨. શુભ.

 

- ઇન્દ્રમંત્રી

એક જ રાશિમાં પાંચ ગ્રહો


આ સપ્તાહ દરમ્યાન તા. ૨૨ ના રોજ વૃષભ રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરૂ અને શુક્ર સાથે રહે છે તથા ૨૧ ના રોજ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ છે જે વૃષભ રાશિમાં થવાનું છે તથા ભારતના પૂર્વ ભાગમાં આ ગ્રહણ જોવા મળશે. ગુજરાત-મહારાષ્ટ્રમાં આ ગ્રહણ દેખાવાનું નથી. કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ અને વૃષભ રાશિમાં ભેગા થતા પાંચ ગ્રહોને ઘ્યાનમાં લઈ જ્યોતિષની દૃષ્ટિએ જણાવી શકાય કે આગામી નેવું દિવસ દેશ અને દુનિયા માટે નોંધપાત્ર પૂરવાર થશે જેમાં કુદરતી આપત્તિ તથા રાજકીયક્ષેત્રે નવાં ફેરફારો જોવા મળશે. કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી ઊભી થાય તેમજ વડાપ્રધાનના આરોગ્ય અંગે તકલીફ આવે. પાડોશી દેશો સાથેના સંબંધોમાં તનાવભરી પરિસ્થિતિ ઉદ્‌ભવે. વર્તમાન સમય વૃષભ અને વૃષિક રાશિની વ્યક્તિઓના જીવનમાં નવાં ફેરફારો ઊભા કરાવનાર પૂરવાર થશે જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન રહેશે.

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved