Last Update : 21-May-2012,Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૦૫-૨૦૧૨, રવિવાર
વૈશાખ વદ અમાસ - શનિશ્ચર જયંતી
કંકણાકૃતિ સૂર્યગ્રહણ (તા. ૨૦/ ૨૧-૫-૨૦૧૨)
ગ્રહણ પૂર્વ ભારતમાં દેખાશે

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
સૂરત સુર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૬ મિ. (સૂ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મ રાશિ ઃ આજે સાંજના ૪ ક. ૨૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવે ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ભરણી સવારના ૯ ક. ૪૧ મિ. સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- વૃષભ, મંગળ- સિંહ, બુધ- મેષ, ગુરૃ- વૃષભ, શુક્ર- વૃશ્ચિક, શનિ- કન્યા (વ) રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર ઃ સાંજના ૪ ક. ૨૮ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શાકે સં- ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ વૈશાખ વદ અમાસને રવિવાર. દર્શ અમાવસ્યા. ભાવુકા અમાસ, શનિશ્ચર જયંતી વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ) પક્ષી સાયન મિથુનમાં સૂર્ય ૨૦-૪૭થી આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. પૂર્વ ભારતમાં દેખાશે ગ્રહણસ્પર્શ રવિવારે રાત્રે ૨ ક. ૨૬ મિ. સંમિલન રાત્રે ૩ ક. ૩૬ મિ. મધ્ય મિ. રાત્રે ૫ ક. ૨૩ મ. ઉન્મીલન સોમવારની સવારના ૭ ક. ૦૯ મિ. મોક્ષ સવારના ૮ ક. ૧૯ મિ. ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં થાય છે. ખ્રિ. સન્ડે, બુધ કૃતિકામાં ૭-૩૫થી.
- કપાસ, કંદમૂળ, તિલ, તેલ, અનાજમાં તેજી ? બ્રાહ્મણોને પીડા ? વરસાદ ઓછો ? અનાજ ઓછું ? - તાવની બીમારી પ્રકોપ, આઠ દિવસમાં ચાંદીમાં ફેરફારી - પથિક યાત્રિકોને પીડા ! મોટા લોકોને પીડા ? પશુઓને પીડા ? - સોનું, ચાંદી, પ્રવાલ, મણિ, મૌક્તિક વગેરેમાં નવમા મહિને ફાયદો, લાભ ?
મુસલમાની હિજરી સન ૧૪૩૩ જમાદીઉલ આખર માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૬ રોજ ખોરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વૈશાખ અમાવસ્યા, સૂર્યગ્રહણ, શનૈશ્વચર જયંતીનો આજનો દિવસ ભક્તિ- મંત્રજાપ, દાન-પુણ્યકર્મથી હળવાશ, રાહતવાળો પસાર કરી શકો.

 

વૃષભ ઃ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો, ઘર, પરિવારના પત્ની સંતાનના કામમાં ધ્યાન રાખવું જરૃરી રહેશે, ખર્ચ આવી જાય.

 

મિથુન ઃ તાંબાના પાયે શનિનું પરિભ્રમણ ધર્મકાર્યમાં, ધાન-પુણ્યકાર્યમાં ભક્તિ પૂજા મંત્રજાપનો વધારો કરાવે, સીઝનલ ધંધામાં, છૂટક ધંધામાં લાભ થાય.

 

કર્ક ઃ નોકરી- ધંધાના ઘર પરિવારના કુટુંબના કામ અંગે સંતાનના કામ અંગે ચર્ચા વિચારણા થાય, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

સિંહ ઃ લોખંડના પાયે શનિનું પરિભ્રમણ કષ્ટ પીડા ચિંતા રખાવે આજે વૈશાખ અમાવસ્યા, શનૈશ્ચર જયંતિને ગ્રહણનો દિવસ ભક્તિપૂજામાં પસાર કરવો.

 

કન્યા ઃ અમાવસ્યા, સૂર્યગ્રહણ, શનૈશ્ચર જયંતીનો આજનો દિવસ ભક્તિ- પૂજા, મંત્રજાપ, દાનપુણ્યથી કષ્ટપીડાને હળવી કરવાનો પ્રયત્ન કરવો, તબિયત સાચવવી.

 

તુલા ઃ શનિની પ્રતિકૂળતાને હળવી કરવા આજે અમાવસ્યા સૂર્યગ્રહણ અને શનૈશ્ચર જયંતીએ ભક્તિ-પૂજા મંત્રજાપ દાનપુણ્ય કરવું ભક્તિ-પૂજા મંત્રજાપ.

 

વૃશ્ચિક ઃ આપની રોજીંદી કામગીરી- વ્યસ્તતામાં વધારો થાય. સીઝનલ ધંધો- આવક પ્રાપ્ત કરી શકો. સગા- સંબંધી મિત્રવર્ગમાં બીમારી ચિંતા જણાય.

 

ધન ઃ લોખંડના પાયે શનિની પ્રતિકૂળતા નોકરી- ધંધાના ઘર- પરિવારના કામમાં વર્તાય પરંતુ આજે ભક્તિ- પૂજા મંત્રજાપ કરવો.

 

મકર ઃ આપના સગા- સંબંધી મિત્રવર્ગમાં આડોશ પાડોશમાં ચિંતા- વિવાદ, બીમારીના કારણે આનો દિવસ ચિંતા- ઉચાટનો બની રહે.

 

કુંભ ઃ નોકરી- ધંધાના કામની દોડધામ- ચિંતા ખર્ચ છતાં તમારી ગણત્રી ધારણા પ્રમાણેનું કામધંધો ન થવાથી ચિંતામાં રહો.

 

મીન ઃ આપની શારીરિક- માનસિક થકાન, હૃદય- મનને બેચેન રાખે મુક્ત સ્વતંત્રતા અનુભવાય નહીં પરવશતા પરેશાની રખાવે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૦-૦૫-૨૦૧૨, રવિવાર

 

આજથી શરુ થઈ રહેલ જન્મ વર્ષના પ્રારંભે સંઘર્ષ ચિંતા રૃકાવટ બીમારી જણાય. આકસ્મિક વધારાનો ખર્ચ રહે નાણાંકીય ખેંચ- મુંઝવણ અનુભવો પરંતુ આપનો વ્યવહાર સચવાઈ રહે વિશેષમાં -ઃ

 

* આંખ- કમર- ગુદા પેશાબના ભાગમાં દર્દ-પીડાથી સંભાળવું, વાહનથી, પડવા વાગવાથી ફેરફારથી પીડા અનુભવાય. રોજીંદા કામમાં રૃકાવટ રહે.

 

* જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી શારીરિક- માનસિક સ્વસ્થતામાં સુધારો થાય અને સ્ફૂર્તિ- તાજગી આનંદ- ઉત્સાહ અનુભવો.

 

* વર્ષનો ઉત્તરાર્ધ નોકરી- ધંધામાં લાભદાયક રહે. સારી તક પ્રાપ્ત થાય પરિવારની સુખ સંપત્તિમાં આવકમાં વધારો થાય.

 

* સ્ત્રી વર્ગને ગાયનેક તકલીફ, કમરની દર્દપીડાથી સંભાળવું પડે, અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય પતિ સંતાન સુખ પ્રાપ્ત થાય.

 

* વિદ્યાર્થી વર્ગને પરીક્ષા સમયે આરોગ્ય સાચવવું પડે તે સિવાય મહેનતની સાર્થકતાથી સારી વિદ્યાસંસ્થા પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનની પત્ની ગુજરી જતાં બેસણામાં સગા- સંબંધીઓ આવીને ખૂબ દુઃખ વ્યક્ત કરતા હતા. તેથી કંટાળીને છગને છેવટે કહ્યું, 'તમે બધા મુંઝાવ નહી, હું ફરી લગ્ન કરીશ, તો તમારું દુઃખ ઓછું થશે ને ?... બસ ?'

[Top]
 

આજ ની રેસીપી

ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

મિક્સફ્રુટ કોકટેલ ઃ


સામગ્રી ઃ એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 

રીત ઃ એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

 

 

 

લિચી આઇસ


સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 

રીત ઃ લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.

 


લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved