Last Update : 20-May-2012,Sunday

 
એર ઇન્ડિયાના હડતાળીયા
પાઈલોટોની સમસ્યાઓનો ત્રણ મહિનામાં ઉકેલ ઃ અજીતસિંહ

પાઈલોટોના વલણથી સંસ્થા જ નહી ટકે તો પગાર, બઢતી જેવી સમસ્યા નિરર્થક

(પીટીઆઈ) લખનઉ, તા. ૧૯
એર ઇન્ડીયાના પાઈલોટોની હડતાળ ૧૨મા દિવસમાં પ્રવેશી છે. સરકારે આજે વચન આપ્યું હતું કે પાઈલોટોની જે સમસ્યાઓ છે તેને ત્રણ માસમાં ઉકેલી નાખવામાં આવશે. તેમણે પાઈલોટોને કામે ચડી જવા અપીલ કરી હતી.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અજીતસિંહે જણાવ્યું હતું કે પાઈલોટને જે કાંઈપણ સમસ્યા હોય તેઓએ ચર્ચા કરવા આગળ આવવું જોઈએ. પણ તે ખોટ ઉભી કરીને કે મુસાફરોને અગવડમાં મુકીને કરી શકાય નહીં. સરકાર હેરાનગતિની નીતિ અપનાવશે નહી. તેમની જે સમસ્યાઓ હશે તે ત્રણ માસમાં ઉકેલી નાખવામાં આવશે. તેઓ અત્રે ચૌધરી ચરણસિંહ હવાઈ મથકના નવા ટર્મીનસનું ઉદ્ધાટન કર્યા બાદ પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા.
છુટા કરવામાં આવેલા પાઈલોટો સંદર્ભે તેમણે માહિતી આપી હતી કે તેઓએ કામે ચડી જવું જોઈએ. સરકાર તરફથી તેમને કોઈ હેરાનગતિ કરવામાં આવશે નહિ.
અજીતસિંહે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાઈલોટોને મારી અપીલ છે કે તેઓએ મુસાફરોનો વિચાર કરવો જોઈએ. જો મુસાફરો નારાજ થશે તો તેનાથી નવી સમસ્યાઓ પેદા થશે. કદાચ એવો સમય આવે કે એરલાઈન જ ટકી નહી શકે તો પછી પગાર, બઢતી, પગારવધારા જેવી સમસ્યાઓની ચર્ચાનો જ કોઈ અર્થ નહી રહે.
જો ન્યાયમૂર્તિ ધર્માધિકારી સમિતિનો અહેવાલ આવવાની અપેક્ષા સેવાય છે તો પછી હડતાળનો કોઈ અર્થ નથી. તેથી પાઈલોટોએ કામ પર પાછા આવી જવું જોઈએ. ધર્માધિકારી સમિતીની રચના પાઈલોટોની સમસ્યાઓના અભ્યાસ માટે કરવામાં આવી હતી. તેમની સમસ્યાઓને લક્ષમાં લેવામાં આવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દિલ્હી હાઈકોર્ટે પણ પાઈલોટોની હડતાળને બિનકાયદેસર ઠરાવેલી છે. કોર્ટે પાઈલોટ કાયદાથી બંધાયેલા છે તેવી સ્પષ્ટતા પણ કરેલી છે. સરકારે એરઇન્ડિયાને ૩૦,૦૦૦ કરોડનું પેકેજ આપ્યું છે પણ પૈસા એકલા ઉપયોગી ન થઈ શકે. એરલાઈને સ્પર્ધાત્મક બનવું જોઈએ અને ખર્ચ પર ધ્યાન આપવું જોઈએ. એરઇન્ડિયાને આ હડતાળથી ૧૯૦ કરોડનું નુકસાન થયાનો અંદાજ છે.
અજીત સિંઘે સ્પષ્ટતા કરી હતી કે ધર્માધિકારી પંચનો અહેવાલ (એર ઈન્ડીઆના મર્જર અંગે) આવવાનો છે. તેમાં કરવામાં આવેલા સુચનોનો બે માસમાં અમલ કરાશે. ત્રણ માસમાં પાઈલોટોની સમસ્યાઓ ઉકેલી નાંખવામાં આવશે તે સંજોગોમાં તેઓ કામે ચઢી જાય તે બાબત ઇચ્છવા યોગ્ય છે. તેમ તેઓએ સ્પષ્ટતા કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃા. ૧ કરોડની કિંમતનાં મેમરી કાર્ડઝની દાણચોરીના પ્રયાસ માટે પાંચની ધરપકડ

અમે ત્રીજા મોરચામાં જોડાવા માગતા નથી ઃ માયાવતી

નિર્મલબાબા વિરૃદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
જી.બી.પંત હોસ્પિટલમાં વધુ ચાર બાળકોના મોત
શાહરુખને યુએસના એરપોર્ટ પર રોક્યો ત્યારે કેમ ગુસ્સે ન થયો ઃ બાળ ઠાકરે
મેચ ફિક્સિંગના રેકેટમાં આંતરરાષ્ટ્ર્ીય ક્રિકેટરોની પણ સંડોવણીની આશંકા
પંજાબ બહાર ફેંકાયું ઃ દિલ્હીના વિજયથી મુંબઇ પ્લેઓફમાં નક્કી
બીસીસીઆઇ શાહરૃખ ખાન પરનો પ્રતિબંધને પાછો ખેંચી લે તેવી શક્યતા

ફેસ બુકના શેર્સ ધાર્યા કરતાં ઓછી કિંમતે વેચાયા

૭૩ વર્ષનાં જાપાની મહિલા નામી વાતાનાબેએ એવરેસ્ટ સર કર્યું
પાકિસ્તાનમાં પત્રકારની ગોળી મારી હત્યા

ઇટાલીની શાળામાં વિસ્ફોટ બે વિદ્યાર્થીનીનાં મોત, સાત ઘાયલ

તાલિબાન અને હકાની નેટવર્કના નેતાઓ પર અમેરિકી પ્રતિબંધો
સ્ટિંગ ઓપરેશનના આધારે ફ્રેન્ચાઈઝીઓ પર ફિક્સિંગનો આરોપ મુકવા યોગ્ય નથી

વિન્ડિઝના ૨૪૩ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૩૯૮ રનમાં ઓલઆઉટ

 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved