Last Update : 20-May-2012,Sunday

 

સાત બુકીઓની ધરપકડ ઃ પોલીસે તપાસ શરૃ કરી
શ્રીલંકન ક્રિકેટરનું દસ કરોડમાં મેચફિક્સિંગ કૌભાંડ

ઈંગ્લેન્ડની એક વેબસાઈટ મારફત સટ્ટો લેતા હતા ઃ આરોપીઓ ગેંગસ્ટરો સાથે સંબંધ ધરાવે છે કે નહિ તેની તપાસ થશે

(પીટીઆઇ) મુંબઈ, તા.૧૯
શ્રીલંકાના એક ક્રિકેટરને મેચ ફિક્સ કરવા માટે છ વર્ષ પહેલા રૃપિયા ૧૦ કરોડ ચુકવ્યા હોવાની ચોંકાવનારી કબુલાત એક બુકીએ મુંબઇ પોલીસ સમક્ષ કરતાં ક્રિકેટ વિશ્વએ આંચકો અનુભવ્યો હતો. મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે સટ્ટેબાજીના સંદર્ભે બે બુકીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક બુકીએ શ્રીલંકન ખેલાડીને છ વર્ષ પહેલા મેચ ફિક્સ કરવા નાણાં ચુકવ્યા હોવાનુ જણાવ્યું હતુ. આ બુકીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોટા સટ્ટાબેટિંગના રેકેટ સાથે સંકળાયેલા હોવાની શંકા પોલીસ છે. જેના અનુસંધાને પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં રેડ પાડીને કુલ સાત જેટલા બુકીઓની ધરપકડ કરી હતી. ગુરુવારે સોનુ જાલાન સાથે ક્રાઈમ બ્રાંચે દેવેન્દ્ર કોઠારી ઊર્ફે ભૈયાજીની પણ ધરપકડ કરી હતી. બન્ને બુકીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ બેટીંગ કૌભાંડના મુખ્ય ભાગરૃપ હોવાનું મનાય છે. આ વર્ષે પ્રથમ વખત પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા બુકીઓની ધરપકડ કરી છે.
આ દરોડો પાડનારા ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલનાં એક અધિકારીનાં જણાવ્યા મુજબ હજી સુધી અમારી તપાસમાં કશું બહાર આવ્યું નથી. જોકે અમે તેમની પાસેથી મળેલા અનેક મોબાઈલ ફોનને આધારે તેમના સંપર્કો અંગે તપાસ કરી રહ્યા છીએ. બીજી તરફ આઈપીએલ તરફથી પણ આ અંગે હજી સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાના કેસમાં કાંદિવલીથી બે ટોચના બુકીની ધરપકડ બાદ પોલીસે તેમના એક સાથીદારની ધરપકડ કરી છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ આરોપીઓની ગેંગસ્ટર છોટા શકીલ સાથે સાંઠગાંઠ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કહી રહી છે. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલનાં સિનીયર પી.આઈ. અરૃણ ચવ્હાણે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે અમે ફિરોઝ અન્સારી નામનાં આરોપીની ધરપકડ કરી છે. જે અગાઉ ધરપકડ કરાયેલા ટોચના બુકી સોનું જાલાન તથા દેવેન્દ્ર કોઠારીનો સાથીદાર છે. પોલીસે ગુરૃવારે કાંદિવલી (પૂર્વ)નાં લોખંડવાલા કોમ્પ્લેક્સ સ્થિત વિસ્પરિંગ ટાવરનાં ૧૮મા માળે દરોડો પાડીને જાલાન અને કોઠારી સહિત છ જણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૬૦ મોબાઈલ અને બે લેપટોપ કબજે કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૨૫ મે સુધી પોલીસ કસ્ટડી મળી છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોનાં જણાવ્યા મુજબ આરોપીઓ ઈગ્લેન્ડની એક વેબસાઈટનાં મારફતે આ બેટીંગ લેતા હોવાનું બહાર આવ્યું છે. એક વર્ષ અગાઉ પોલીસે આ વેબસાઈટ બ્લોક કરવા સત્તાવાળાઓને જણાવ્યું હતું.
સૂત્રોનાં જણાવ્યા મુજબ કોઈએ આ વેબસાઈટમાં ખાતુ બોલાવીને તેનો પાસવર્ડ આરોપીઓને આપ્યો હતો. જેના મારફતે તેઓ આઈપીએલની મેચ પર સટ્ટો લેતા હતા.
પોલીસે દરોડો પાડયો ત્યારે આરોપીઓ આઈપીએલની મેચ પર બોલ ટુ બોલ અને ઓવર-ટુ-ઓવરને આધારે સટ્ટો લેતા હતા. એક ક્રાઈમ બ્રાંચનાં સૂત્રોએ કહ્યું હતું.
અમે એક વર્ષ અગાઉ દિલ્હી સ્થિત કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઆરટી)ને પત્ર લખીને ભારતમાં આ વેબસાઈટ બ્લોક કરવા કહ્યું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ગુરૃવારે પર્દાફાશ કરાયેલા આ બેટીંગ કૌભાંડનાં આરોપીઓની સાંઠગાંઠ દુબઈ અને પાકિસ્તાની બેટીંગ સિંડીકેટ સાથે છે. જેનું વાર્ષિક ટર્નઓવર સેંકડો કરોડ રૃપિયાનું છે. પોલીસનાં જણાવ્યા મુજબ ઓક્ટોબર ૨૦૧૧માં પોલીસે લોખંડવાલાનાં બે ફ્લેટ પર દરોડો પાડયો ત્યારે સોનું જાલાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જાલાન સિવાય દેશનો કુખ્યાત બુકી સુરેશ નગરી ઉર્ફે જુનિયર કોલકાત્તા તથા અન્ય પાંચ જણ ભાગી ગયા હતા. પોલીસે આ દરોડા દરમિયાન આઠ કથિત બુકીની ધરપકડ કરીને ૧ કરોડ રૃપિયા તથા ૧૨૩ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. ગુરૃવારે પદાફાર્શ કરાયેલા કૌભાંડમાં જુનિયર કોલકાતા પણ સંડોવાયેલો હોવાનું અમને જાણવા મળ્યું છે, એમ પોલીસે કહ્યું હતું. હાલમાં તો આરોપીઓ પાસેથી કબજે કરાયેલા મોબાઈલને આધારે તેમનાં સંપર્કો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આજે ધરપકડ કરાયેલ અનસારી અગાઉ ધરપકડ કરાયેલા છ બુકીનો મધ્યસ્થી છે. વિદેશમાં સટ્ટાબાજો સાથે તે સંપર્ક રાખતો હોવાનું જણાવી પોલિસે ઉમેર્યું હતું કે, ધરપકડ કરાયેલા બુકીએ શ્રીલંકાના ખેલાડીને ૬ વર્ષ અગાઉ મેચ ફિક્સ કરવા રૃપિયા ૧૦ કરોડ ચુકવ્યાનું જણાવ્યું હતું.
પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ સોનું અને દેવેન તેમના માટે મહત્ત્વના શકમંદો છે. તેમણે ૧૦ કરોડ ચૂકવ્યાના નિવેદન અંગે તપાસ ચાલુ છે. છ વર્ષ અગાઉની વાત હોવાથી આઇપીએલ સાથે તેને સંબંધ ન હોય તેમ તેમણે જણાવ્યું હતું.
આ બુકીઓ વિશ્વની સૌથી મોટી બેટિંગ સાઇટ 'બેટફેર'નો ઉપયોગ કરતા હતા. ધરપકડ કરાયેલા બુકીઓ પાસેથી મળતી માહિતીના આધારે ઘણા મોટા માથાની સંડોવણી બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃા. ૧ કરોડની કિંમતનાં મેમરી કાર્ડઝની દાણચોરીના પ્રયાસ માટે પાંચની ધરપકડ

અમે ત્રીજા મોરચામાં જોડાવા માગતા નથી ઃ માયાવતી

નિર્મલબાબા વિરૃદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
જી.બી.પંત હોસ્પિટલમાં વધુ ચાર બાળકોના મોત
શાહરુખને યુએસના એરપોર્ટ પર રોક્યો ત્યારે કેમ ગુસ્સે ન થયો ઃ બાળ ઠાકરે
મેચ ફિક્સિંગના રેકેટમાં આંતરરાષ્ટ્ર્ીય ક્રિકેટરોની પણ સંડોવણીની આશંકા
પંજાબ બહાર ફેંકાયું ઃ દિલ્હીના વિજયથી મુંબઇ પ્લેઓફમાં નક્કી
બીસીસીઆઇ શાહરૃખ ખાન પરનો પ્રતિબંધને પાછો ખેંચી લે તેવી શક્યતા

ફેસ બુકના શેર્સ ધાર્યા કરતાં ઓછી કિંમતે વેચાયા

૭૩ વર્ષનાં જાપાની મહિલા નામી વાતાનાબેએ એવરેસ્ટ સર કર્યું
પાકિસ્તાનમાં પત્રકારની ગોળી મારી હત્યા

ઇટાલીની શાળામાં વિસ્ફોટ બે વિદ્યાર્થીનીનાં મોત, સાત ઘાયલ

તાલિબાન અને હકાની નેટવર્કના નેતાઓ પર અમેરિકી પ્રતિબંધો
સ્ટિંગ ઓપરેશનના આધારે ફ્રેન્ચાઈઝીઓ પર ફિક્સિંગનો આરોપ મુકવા યોગ્ય નથી

વિન્ડિઝના ૨૪૩ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૩૯૮ રનમાં ઓલઆઉટ

 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved