Last Update : 20-May-2012,Sunday

 

મને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે
છેડતી કેસમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પોમેર્સબેચને દિલ્હી કોર્ટના જામીન

 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૯
એક અમેરિકન મહિલાની છેડતી કરવાના આક્ષેપમાં ફસાયેલા ૨૭ વર્ષના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લ્યુક પોમેર્સબેચને આજે દિલ્હીની કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે આ ફરિયાદી મહિલાના ફાઈવ-સ્ટાર હોટેલના રૃમમાં પોમેર્સબેચ તેમના રૃમમાં ઘૂસી ગયો હોવાના કોઈ પુરાવા સીસી ફૂટેજ પરથી મળી શકતા નથી.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવિના કુમારી બાઘાએ પોમેર્સબેચને રૃા. ૩૦,૦૦૦ના જાત મુચરકાના તથા તેટલી જ રકમના બે સ્યોરિટી સાથે જામીન આપતાં પોમેર્સબેચને તેનો પાસપોર્ટ પણ જમા કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં આ ક્રિકેટરના વકીલ રમેશ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે તેમના અસીલે સામે ચાલીને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવી દીધો હતો. આ પાસપોર્ટ કોર્ટમાં તેણે જમા કરાવ્યો તે પૂર્વે જ કોર્ટે તેને તાકીદ કરી દીધી હતી કે આ ક્રિકેટરે કોર્ટની પૂર્વ મંજૂરી સિવાય ભારત છોડવું નહીં. આમ છતાં કોર્ટે તેમ પણ કહ્યું હતું કે, ગેરકાયદે પ્રવેશ અંગેના અને ગેરકાયદે બંધન રાખવા સંબંધી આઈપીસીની કલમ ૪૫૨ નીચે કોઈ અપરાધ તે ક્રિકેટરે કર્યો હોવાનું પોલીસે રજૂ કરેલાં સીસીટીવી ફૂટેજ પરથી દેખાતું નથી. આમ છતાં કોર્ટે પોમેર્સબેચને તે ફરિયાદી મહિલાનો સંપર્ક નહીં કરવા પણ જણાવ્યું હતું.
પોલીસે આ ફૂટેજ લેપટોપ ઉપર કોર્ટમાં રજૂ કર્યું હતું.
ભારતમાં યોજાઈ રહેલી આઈપીએલ ક્રિકેટ શ્રેણીમાં બેંગ્લોરના રોયલ ચેલેન્જર્સ વતી રમી રહેલા ૨૭ વર્ષના આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને તેના દેશમાં પણ તોફાનો કર્યા હોવાનું અને પોલીસ સાથે પણ ઝઘડો કર્યો હોવાનું કહેવાય છે, તેની ઉપર ભારતમાં એવા આક્ષેપો થયા છે કે દિલ્હીમાં મેચ પછી યોજાયેલી એક પાર્ટી બાદ તા. ૧૭-૧૮ મેની રાત્રીએ તે ફાઈવ સ્ટાર હોટેલમાં એક અમેરિકી મહિલા ઝોહબ હમીદના રૃમમાં ઘૂસી ગયો હતો અને તેની સાથે ગેરવર્તાવ કર્યો હતો.
આ અંગે પોમેર્સબેચ ઉપર આઈપીસીની કલમ ૩૫૪ (કોઈ મહિલાની જાતીય સતામણી કરવી) ૩૨૩ (ઈજા પહોંચાડવી) ૪૫૪ (સાપરાધ ગૃહપ્રવેશ), ૫૧૧ લગાડવામાં આવી હતી. પરંતુ આજે જામીન મળતાં પોમેર્સબેચે કહ્યું હતું કે આથી તેને હાશકારો થયો છે, અને તેને ભારતની ન્યાય પદ્ધતિમાં પૂરો વિશ્વાસ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃા. ૧ કરોડની કિંમતનાં મેમરી કાર્ડઝની દાણચોરીના પ્રયાસ માટે પાંચની ધરપકડ

અમે ત્રીજા મોરચામાં જોડાવા માગતા નથી ઃ માયાવતી

નિર્મલબાબા વિરૃદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
જી.બી.પંત હોસ્પિટલમાં વધુ ચાર બાળકોના મોત
શાહરુખને યુએસના એરપોર્ટ પર રોક્યો ત્યારે કેમ ગુસ્સે ન થયો ઃ બાળ ઠાકરે
મેચ ફિક્સિંગના રેકેટમાં આંતરરાષ્ટ્ર્ીય ક્રિકેટરોની પણ સંડોવણીની આશંકા
પંજાબ બહાર ફેંકાયું ઃ દિલ્હીના વિજયથી મુંબઇ પ્લેઓફમાં નક્કી
બીસીસીઆઇ શાહરૃખ ખાન પરનો પ્રતિબંધને પાછો ખેંચી લે તેવી શક્યતા

ફેસ બુકના શેર્સ ધાર્યા કરતાં ઓછી કિંમતે વેચાયા

૭૩ વર્ષનાં જાપાની મહિલા નામી વાતાનાબેએ એવરેસ્ટ સર કર્યું
પાકિસ્તાનમાં પત્રકારની ગોળી મારી હત્યા

ઇટાલીની શાળામાં વિસ્ફોટ બે વિદ્યાર્થીનીનાં મોત, સાત ઘાયલ

તાલિબાન અને હકાની નેટવર્કના નેતાઓ પર અમેરિકી પ્રતિબંધો
સ્ટિંગ ઓપરેશનના આધારે ફ્રેન્ચાઈઝીઓ પર ફિક્સિંગનો આરોપ મુકવા યોગ્ય નથી

વિન્ડિઝના ૨૪૩ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૩૯૮ રનમાં ઓલઆઉટ

 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved