Last Update : 19-May-2012,Saturday

 

મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.ના વિલાસરાવ દેશમુખે પ્રતિબંધ મુક્યો
શાહરૃખના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પાંચ વર્ષનો પ્રતિબંધ

પ્રતિબંધનો અધિકાર અમારો છે ઃ બીસીસીઆઇના રાજીવ શુક્લ શાહરૃખ સામેના બાન પર પુનઃ વિચાર કરવો જોઇએ ઃ મમતા બેનરજી

(પીટીઆઈ) મુંબઈ,તા.૧૮
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગેરવર્તૂણક કરી ધીંગાણું મચાવવા બદલ સુપરસ્ટાર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના કો-ઓનર શાહરુખ ખાન પર મુંબઈ ક્રિકેટ એસોસિયેશને પાંચ વર્ષ સુધી પ્રવેશબંધી લાદી છે. બીજી તરફ બીસીસીઆઇના રાજીવ શુકલએ પ્રતિબંધ મુકવાનો અંતિમ નિર્ણય બીસીસીઆઇ લેશે તેમ કહ્યું છે તો પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ શાહરૃખ ખાન સામેના પ્રતિબંધના નિર્ણય પર પુનઃ વિચાર કરવાની અપીલ કરી છે.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને કેન્દ્રના કોંગ્રેસી પ્રધાન વિલાસરાવ દેશમુખે આજે પત્રકાર પરિષદમાં એમસીએની મેનેજિંગ કમિટિએ લીધેલા આ નિર્ણયની જાહેરાત કરી હતી. જ્યારે આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ શાહરુખ ખાનનો બચાવ કરતા કહ્યું હતું કે આ પ્રતિબંધ અંગે આખરી ફેંસલો તો બીસીસીઆઈ (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)જ લેશે. એમસીએ દ્વારા પ્રતિબંધની ભલામણ કરવામાં આવી છે.
બુધવારે રાત્રે આઈપીએલની મેચ પૂરી થયા બાદ કથિત રીતે દારૃના નશામાં શાહરુખ ખાને સિક્યોરિટી ગાર્ડને ધક્કે ચડાવ્યો હતો એટલું જ નહીં મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારીઓને ગાળો દીધી હતી અને ધમકી આપી હતી. એવો તેની ઉપર આરોપ છે. કેટલાક પદાધિકારીઓએ તો શાહરુખની આ જાતની બદ્તમીઝી માટે આજીવન પ્રવેશબંધી લાદવાની હિમાયત કરી હતી.
બુધવારની ઘટના બાદ આજે મુંબઈક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિલાસરાવ દેશમુખના અધ્યક્ષસ્થાને મેનેજિંગ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં ખાન ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
વિલાસરાવ દેશમખે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શાહરુખ ખાનની ગેરવર્તણૂકને આજની મીટિંગમાં વખોડી કાઢવામાં આવી હતી. શાહરુખ ખાને કોઈ જાતની ઉશ્કેરણી વિના એમસીએના પદાધિકારીઓને ગાળો ભાંડી હતી અને સિક્યોરિટી ગાર્ડને ધક્કે ચડાવ્યો હતો. આ જાતની હિણી હરકતને કારણે શાહરુખ પર વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વર્ષની પ્રવેશબંધી લાદવાની ફરજ પડી હતી.
પત્રકારોએ સવાલ કર્યો હતો કે શાહરુખ માફી માગશે તો એમસીએ પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચશે? ત્યારે દેશમુખે કહ્યું હતું કે પ્રતિબંધ પાછો ખેંચવાનો સવાલ જ ઊભો નથી થતો. દરેક સુધી સંદેશ પહોંચે કે આવી ગેતવર્તણૂક કરશે તેની સામે આકરા પગલાં લેવાશે એટલા માટે જ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુધવારે રાત્રે જ્યારે શાહરુખ ખાને ધમાલ મચાવી ત્યારે મેનેજિંગ કમિટિના ૫૦ ટકાથી વધુ મેમ્બરો હાજર હતા.
દેશમુખે કહ્યું હતું કે એમસીએના આજના નિર્ણયની ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ને જાણ કરી દેવામાં આવી છે. પત્રકાર પરિષદમાં હાજર બીસીસીઆઈના પદાધિકારી રત્નાકર શેટ્ટીએ આ વાતને પુષ્ટિ આપી હતી.
શાહરુખ ખાને ગાળાગાળી કરી અને ગેરવર્તન કર્યું ત્યારે ત્યાં હાજર હતા એ બધા જ એમસીએના સભ્યોએ મીટિંગમાં શાહરુખના વર્તનનો જોરદાર વિરોધ કર્યો હતો.
દેશમુખે કહ્યું હતું કે શાહરુખ ખાને પોતાના ગેરવર્તન બાબત માફી પણ નથી માગી. ઉપરાંત એમસીએ વિરુદ્ધ એણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની જાહેરાત કરી હતી. જો કે હજી સુધી ફરિયાદ પણ નથી નોંધાવી. એમસીએ, બીસીસીઆઈ અથવા આઈપીએલી કોઈ પણ આવું ગેરવર્તન ચલાવી ન લે.
બીસીસીઆઈના ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર રત્નાકર શેટ્ટીએ કહ્યું હતું કે બીસીસીઆઈને શાહરુખના ગેરવર્તન બાબત ફરિયાદ મળી છે. આ ફરિયાદ બાબત અમે વિચાર કરશું અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તકેદારીના પગલા લેશું. આ એક ક્યારેય ન બન્યો હોય એવો બનાવ હતો. વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લાં પાંચ વર્ષમાં આવી કોઈ ઘટના નથી બની. શાહરુખ ખાન તરફતી અપશબ્દોને રીતસર વરસાદ વરસાવવામાં આવ્યા છતાં એમસીએના પદાધિકારીઓએ સંયમ દેખાડયો હતો એ માટે તેમને બિરદાવવા જોઈએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડોલર ઉછળી રૃ.૫૪.૯૧ બોલાતાં રૃપિયો નવા તળિયે ઉતર્યો

નિર્મલ બાબાએ હરિયાણામાં રૃા. ૨૧.૧૧ કરોડની જમીન ખરીદી

એર ઈન્ડિયા છુટા કરેલા ગીલ્ડના સભ્ય સિવાયના પાઈલોટોને પાછા બોલાવવા રાજી
ખાતરની સબસીડી ખેડૂતોને સીધી જ અપાશે ઃ કેન્દ્ર સરકાર
એન્જિનિયરિંગના ૩૫૦૦ વિદ્યાર્થીઓને ખોટું પેપર અપાયું
IPLમાં બંધબારણે મીડિયાની નજર બહાર નાઈટ પાર્ટીઓની પુરજોશમાં
આજે ચેલ્સી અને બેયર્ન મ્યુનિચ વચ્ચે ચેમ્પિયન્સ લીગની ફાઇનલ
રોમ માસ્ટર્સ ટેનિસઃ નડાલ અને ફેરર સેમી ફાઇનલમાં પ્રવેશ્યા
ફેસબુકે ૧૦૪ અબજ ડોલરનો જંગી પબ્લિક ઇશ્યૂ જાહેર કર્યો
ત્રાસવાદીની પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસ પર હુમલાની યોજના હતી
ફ્રાન્સની ફ્રોન્કોઈસ સરકારે મંત્રીઓના પગારમાં ૩૦ ટકા કાપ મૂક્યો

બીબીસીના કાર્યક્રમની સામે લંડનના શીખોમાં વિરોધ

ત્રાસવાદી જૂથો સાથે સંબંધ ધરાવનાર પર અમેરિકાનો પ્રતિબંધ
ભારતીય બોક્સર મેરિ કોમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગ ૨૪૩માં સમેટાઇ

 
 

Gujarat Samachar Plus

તો ગરમ લ્હાય શહેર ગ્રીન બની જાય
લો...કરો વાત, હવે ગર્લફ્રેન્ડ બનવા માટે પણ ફોર્મ
સુલતાન અહમદશાહની છાવણીનો છેલ્લો પ્રહરી
લવશીપ પેન્ડલથી અને બ્રેકઅપ સેન્ડલથી
સનબર્ન અને સનસ્ટ્રોકથી પોતાના પેટ્‌સને બચાવો
 

Gujarat Samachar glamour

દીપિકાને એક એડના પાંચ કરોડ રૂપિયા મળ્યા...
શાહરૂખ અને ગૌરી વચ્ચે કોઈ ‘ખટરાગ’ ચાલે છે?
અક્ષયે જ્હોનને એક ચિઠ્ઠી લખી કે...
નવા અંદાજમાં દેખાશે બિગ-બી
કેબીસીને પછાડીને આમીરનો સત્યમેવ જયતે...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved