Last Update : 19-May-2012,Saturday

 
સ્પાઇસ જેટ વિરૃદ્ધ પી.એફ.ના કેસ
કિંગફિશરે રૃા. ૨૬૯ કરોડનો આવકવેરો ભરવાનો બાકી ઃ સરકાર

એરલાઇન્સે પગારમાંથી ટીડીએસ કાપી લીધો પણ સરકારમાં જમા કરાવ્યો નથી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૮
વિજય માલ્યા પ્રાયોજિત કિંગફીશર એરલાઇન્સને રૃા. ૨૬૯.૦૬ કરોડનો ઇન્કમટેક્સ ભરવાનો થાય છે આ અંગે ઇન્કમટેક્સે ડીપાર્ટમેન્ટે પેનલ્ટી અને પ્રોસિક્યુશન પ્રોસિડિંગ્સ શરુ કરી દીધા છે તેમ સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું.
કિંગ-ફિશરે તેના કર્મચારીઓના પગારમાંથી ઇન્કમટેક્સ કાપવાનું (ટીડીએસ) કરવાનું તો શરુ કરી દીધું હતું પરંતુ તે રકમ સરકારમાં જમા કરાવી ન હતી તેમ નાણાં વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન એસ. એસ. પલાનીમનિકમે આજે એક લેખિત ઉત્તરમા ગૃહમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંબંધે તે કંપનીની ઓફિસો ઉપર તપાસ યોજવામાં આવી હતી. આ પરથી જાણવા મળ્યું હતું કે વ્યાજ સહિતની ઇન્કમટેક્સની રકમ રૃા. ૩૭૨.૦૯ કરોડ જેટલી નાણાંકીય વર્ષ ૨૦૦૯-૧૦થી ૨૦૧૧-૧૨ના વર્ષ સુધીમાં બાકી લ્હેણી નીકળી હતી.
આ રકમ મેળવવા માટે પગલા લેવામાં આવ્યા હતા, જે પ્રમાણે રૃા. ૧૦૩.૦૩ કરોડ તો પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે આ ઉપરાંત ઇન્કમટેક્સ એક્ટ નીચે પેનલ્ટી અને પ્રોસિડિંગ્સ (દંડ અને કાનૂની કાર્યવાહી) હાથ ધરાઈ રહી છે. તેમ કહેતાં પલાનીમનિકમે સાંસદોને જણાવ્યું હતું કે, એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના પણ રૃા. ૨૩.૪૨ લાખ આ બેંગ્લોરસ્થિત એરલાઇન્સે ભર્યા નથી. આથી તેમાં વ્યાજ અને નુકસાન ભરપાઈ કરાવવા માટે પણ કિંગફિશર ઉપર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસ અત્યારે કોર્ટ સમક્ષ રહેલો છેેે.
આ ઉપરાંત સ્પાઇસ જેટ ઉપર પણ એમ્પ્લોયિઝ પ્રોવિડન્ટ ફન્ડ એન્ડ મિસેલેનિયસ પ્રોવિડન્ટ એક્ટ, ૧૯૫૨ નીચે ૧૯૯૮ના નવેમ્બરથી જાન્યુઆરી ૨૦૧૨ સુધીના એસેસમેન્ટ ડયુઝ સંબંધે પણ પગલા લેવામાં આવ્યા છે.
એક અન્ય પ્રશ્નના જવાબમાં નાણાં વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન નમોનારાયણ મીનાએ લોકસભામાં જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેન્કો ખાનગી વિમાન સેવાઓને રૃા. ૧૫,૭૦૦ કરોડનું ધિરાણ કર્યું હતું જે પૈકી રૃા. ૧૪,૫૦૦ કરોડ હજી બાકી લેણા જ રહે છે.
બેંકો દ્વારા કરાતા ધિરાણો સંબંધે રિઝર્વ બેન્કે કોઈ નિશ્ચિત માર્ગદર્શક રેખાઓ આપી નથી. વળી ધિરાણ સંબંધી નીતિ ઉપર પણ કોઈ અંકુશો નથી આથી બેન્કો યોગ્યતા અનુસાર તેના વેપારીઓને લક્ષ્યમાં રાખીને ધિરાણો કરી શકે છે. જે તેઓની ધિરાણ નીતિ પ્રમાણે કરાતા હોય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડોલર ઉછળી રૃ.૫૪.૯૧ બોલાતાં રૃપિયો નવા તળિયે ઉતર્યો

નિર્મલ બાબાએ હરિયાણામાં રૃા. ૨૧.૧૧ કરોડની જમીન ખરીદી

એર ઈન્ડિયા છુટા કરેલા ગીલ્ડના સભ્ય સિવાયના પાઈલોટોને પાછા બોલાવવા રાજી
ખાતરની સબસીડી ખેડૂતોને સીધી જ અપાશે ઃ કેન્દ્ર સરકાર
એન્જિનિયરિંગના ૩૫૦૦ વિદ્યાર્થીઓને ખોટું પેપર અપાયું
IPLમાં બંધબારણે મીડિયાની નજર બહાર નાઈટ પાર્ટીઓની પુરજોશમાં
આજે ચેલ્સી અને બેયર્ન મ્યુનિચ વચ્ચે ચેમ્પિયન્સ લીગની ફાઇનલ
રોમ માસ્ટર્સ ટેનિસઃ નડાલ અને ફેરર સેમી ફાઇનલમાં પ્રવેશ્યા
ફેસબુકે ૧૦૪ અબજ ડોલરનો જંગી પબ્લિક ઇશ્યૂ જાહેર કર્યો
ત્રાસવાદીની પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસ પર હુમલાની યોજના હતી
ફ્રાન્સની ફ્રોન્કોઈસ સરકારે મંત્રીઓના પગારમાં ૩૦ ટકા કાપ મૂક્યો

બીબીસીના કાર્યક્રમની સામે લંડનના શીખોમાં વિરોધ

ત્રાસવાદી જૂથો સાથે સંબંધ ધરાવનાર પર અમેરિકાનો પ્રતિબંધ
ભારતીય બોક્સર મેરિ કોમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગ ૨૪૩માં સમેટાઇ

 
 

Gujarat Samachar Plus

તો ગરમ લ્હાય શહેર ગ્રીન બની જાય
લો...કરો વાત, હવે ગર્લફ્રેન્ડ બનવા માટે પણ ફોર્મ
સુલતાન અહમદશાહની છાવણીનો છેલ્લો પ્રહરી
લવશીપ પેન્ડલથી અને બ્રેકઅપ સેન્ડલથી
સનબર્ન અને સનસ્ટ્રોકથી પોતાના પેટ્‌સને બચાવો
 

Gujarat Samachar glamour

દીપિકાને એક એડના પાંચ કરોડ રૂપિયા મળ્યા...
શાહરૂખ અને ગૌરી વચ્ચે કોઈ ‘ખટરાગ’ ચાલે છે?
અક્ષયે જ્હોનને એક ચિઠ્ઠી લખી કે...
નવા અંદાજમાં દેખાશે બિગ-બી
કેબીસીને પછાડીને આમીરનો સત્યમેવ જયતે...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved