Last Update : 18-May-2012, Friday

 

અભિષેક બચ્ચનના ‘હેમ્લેટિયા’ સવાલો!

 
અભિષેક બચ્ચન હવે તિગમાંશુ ઘૂલિયાની નવી ફિલ્મમાં શૈક્સપિયરના મશહૂર પાત્ર ‘હેમ્લેટ’નો રોલ ભજવવાનો છે. (હેલ્મેટ નહિ, હેમ્લેટ!)
આ પાત્ર હંમેશાં મનમાં ને મનમાં ગુંચવાયા કરે છે ઃ ‘‘ટુ બિ ઑર નૉટ ટુ બિ ઈઝ ધ ક્વેશ્ચન... મજાની વાત એ છે કે બિચારો અભિષેક એની અસલી જીંદગીમાં હેમ્લેટ જ છે! એને પણ સવાલો જ થયા કરે છે...’’
અગાઉ આ ભાઈ કરિશ્મા કપૂરના પ્રેમમાં હતા! ત્યારથી આ ચાલ્યું છે...
* * *
કરિશ્મા જોડે પ્રેમ કરું કે ના કરું? કરું તો ડેડીને કહું કે ના કહું? ડેડી ના પાડે તો પ્રેમ કરું કે ના કરું?
* * *
(અમિતાભે ના પાડ્યા પછી)
...કરિશ્માને મળું કે ના મળું? મળું તો શું મોં લઈને મળું? બીજું મોં લઈને મળવું હોય તો કોનું મોં લઈને મળું? પ્લાસ્ટીક સર્જરી કરાવું? કે ના કરાવું? કરાવું તો પ્લાસ્ટીક સર્જન શોધવા એકતા કપૂરને કહું? કે ના કહું?
* * *
(કરિશ્માના લગ્ન વખતે)
કરિશ્માના લગ્નમાં જાઉં કે ના જાઉં? જાઉં તો શું મોં લઈને જાઉં? બીજું મોં લઈને જવું હોય તો... શીટ! ફરી એ જ સવાલો...
* * *
(ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરતાં પહેલાં)
ઐશ્વર્યા મિસ-વર્લ્ડ તો છે, પણ ‘મિસ’ હશે કે નહિ હોય? ‘મિસ’ નહીં હોય તો હું શું ‘મિસ’ કરીશ? ઐશ્વર્યાને ‘મિસ’ કરું કે ના કરું? અને જો ‘મિસિસ’ કહું તો હું શું ‘મિસ’ કરીશ?
* * *
સલમાનને મળું કે ના મળું? મળું તો શું મોં લઈને? ઓહ નો... ફરી એ જ સવાલો...
* * *
લગ્ન માટે તાંત્રિક વિધિ કરું કે ના કરું? ના કરવી હોય તો ડેડી આગળ વિરોધ કરું કે ના કરું? અને વિધિ કરવી જ હોય તો, સાલી, મારી ફિલ્મી કેરિયર સુધારવા કેમ ના કરું? પણ ફિલ્મી કેરિયર માટે ય શું મોં લઈને... ઓહ નો!!
* * *
ઐશ્વર્યાની બેબીનું નામ હું પાડું કે ના પાડું? પાડું તો ડેડીને કહું કે ના કહું? ડેડીએ જે ‘આરાઘ્યા’ નામ પાડ્યું છે તે ગમાડું કે ના ગમાડું? ગમાડવાનું છોડો, એનો અર્થ શું છે એ પૂછું કે ના પૂછું? આ નામ ‘અયોઘ્યા’ જેવું, ‘અડધિયા’ જેવું કે ‘અડદિયા’ જેવું કેમ લાગે છે?
* * *
આવા સવાલો મને ઐશ્વર્યાના નામ વિશે કેમ નહોતા થયા? અને યાર, મારા નામનો શું મતલબ છે? અભિ-‘શેક’ કે અભી ‘ડોન્ટ શેક’?
* * *
કમ ઓન! અભી ‘શેક’? કે અભી ‘ડોન્ટ-શેક’ ? નો આઈડીયા? ગેટ આઈડિયા!
અભીશેક? ઓલ્ડ આઈડીયા... ‘હેમ્લેટ’? ન્યુ આઈડીયા!
- વાઉ! વૉટ એન આઈડીયા સરજી!
Share |
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved